અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /અમથા અમથા: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> અમથા અમથા અડ્યા {{space}}કે અમને રણઝણ મીણા ચડ્યા. એક ખૂણામાં પડી રહેલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અમથા અમથા|`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી}} | |||
<poem> | <poem> | ||
અમથા અમથા અડ્યા | અમથા અમથા અડ્યા | ||
Line 36: | Line 39: | ||
{{Right|(સુરતા, ૧૯૭૦, પૃ. ૧૧૯-૧૨૦)}} | {{Right|(સુરતા, ૧૯૭૦, પૃ. ૧૧૯-૧૨૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મગનભાઈ લાલભાઈ દેસાઈ ‘કોલક’/અમે કવિ ? | અમે કવિ ?]] | હવે ગગનગુંબજે કદી ન મીટ માંડી રહું ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /અમને ગુરુ મળ્યા છે ગરવા | અમને ગુરુ મળ્યા છે ગરવા]] | અમને ગુરુ મળ્યા છે ગરવા— ]] | |||
}} |
Latest revision as of 08:30, 21 October 2021
`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી
અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.
એક ખૂણામાં પડી રહેલા
હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઈ દી
બજવું નહીં બેસૂર :
રહ્યા મૂક થઈ, અબોલ મનડે
છાના છાના રડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.
જનમ જનમ કંઈ ગયા વીતી ને
ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો
કર્યો કદીયે ડોળ :
અમે અમારે રહ્યા અઘોરી,
નહીં કોઈને નડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.
આ જનમારે ગયા અચાનક
અડી કોઈના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા
તાર તારના નાથ :
સૂર સામટા રહ્યા સંચરી,
અંગ અંગથી દડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.
હવે લાખ મથીએ, નવ તોયે
રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઈ કરી રહ્યું છે
સાંવરનું સામૈયું :
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જોતે જોતે જડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.
(સુરતા, ૧૯૭૦, પૃ. ૧૧૯-૧૨૦)