ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્ધાણુ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્ધાણુ'''</span> [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : શ્રાવક કવિ. પિતા ઠક્કુર મહાલે. ખરતરગચ્છના જિનઉદયસૂરિના અનુયાયી. આ કવિએ રાજગૃહના પાર્શ્વનાથ મંદિરમાં ઈ.૧૩૫૬માં ૩૮ શ્લોકન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિઠ્ઠલ-૩-વિઠ્ઠલનાથજી | ||
|next = | |next = વિદ્યાકમલ | ||
}} | }} |
Latest revision as of 04:24, 16 September 2022
વિદ્ધાણુ [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : શ્રાવક કવિ. પિતા ઠક્કુર મહાલે. ખરતરગચ્છના જિનઉદયસૂરિના અનુયાયી. આ કવિએ રાજગૃહના પાર્શ્વનાથ મંદિરમાં ઈ.૧૩૫૬માં ૩૮ શ્લોકની સંસ્કૃત પ્રશસ્તિનો લાંબો શિલાલેખ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના આદેશથી કોતર્યો હતો. વરદત્ત અને ગુણમંજરીના પ્રસિદ્ધ કથાનક દ્વારા કારતક સુદ પાંચમનું માહાત્મ્ય વર્ણવતી તથા લોકકથાને ધર્મકથાનું સ્વરૂપ આપતી ૫૪૮ કડીની ‘જ્ઞાનપંચમી-ચોપાઈ/શ્રુતપંચમી/સૌભાગ્યપંચમી’ (ર.ઈ.૧૩૬૭/સં.૧૪૨૩, ભાદરવા સુદ ૧૧, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય વિકાસ, વિધાત્રી વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. જૈગૂકવિઓ : ૩(૧). [ગી.મુ.]