અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/આવવા ન દે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે....")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|આવવા ન દે| મરીઝ}}
<poem>
<poem>
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
Line 27: Line 30:
પોતે ન દે, બીજાની કને માગવા ન દે.
પોતે ન દે, બીજાની કને માગવા ન દે.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પિનાકિન ઠાકોર /વિરહ અભિસાર | વિરહ અભિસાર]]  | આપણે શું કદી એકબીજા કેરાં દેખવાનાં નહીં દ્વાર?]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/આભાર હોય છે | આભાર હોય છે]]  | બસ, દુ્ર્દશાનો એટલો આભાર હોય છે,  ]]
}}

Latest revision as of 09:37, 21 October 2021


આવવા ન દે

મરીઝ

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.

છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.

મનદુ:ખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધી ય વાત મને જાણવા ન દે.

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે.

એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે.

એ અડધી મૌત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.

આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિંતુ સમય જો એમાં ખયાલો નવા ન દે.

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’?
પોતે ન દે, બીજાની કને માગવા ન દે.