કાવ્યમંગલા/અમારાં દર્દો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દર્દો|}} <poem> <center>(શિખરિણી)</center> ‘તમે યે પત્ની છો.’ ‘તમે યે સ્વામી છો.’ દ્રગ ઉભયનાં એમ વદતાં, મળી જ્યારે જ્યારે રજ ટગટગીને ઢળી જતાં, તહીં બેઠાં સામે ઉભય હૃદયો સ્હેજ ઉછળી, અમાણ્ય...")
 
(પ્રૂફ)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|દર્દો|}}
{{Heading|અમાર્રા દર્દો|}}


<poem>
<poem>
Line 6: Line 6:
‘તમે યે પત્ની છો.’
‘તમે યે પત્ની છો.’
‘તમે યે સ્વામી છો.’
‘તમે યે સ્વામી છો.’
દ્રગ ઉભયનાં એમ વદતાં,
દૃગ ઉભયનાં એમ વદતાં,
મળી જ્યારે જ્યારે રજ ટગટગીને ઢળી જતાં,
મળી જ્યારે જ્યારે રજ ટગટગીને ઢળી જતાં,
તહીં બેઠાં સામે ઉભય હૃદયો સ્હેજ ઉછળી,
તહીં બેઠાં સામે ઉભય હૃદયો સ્હેજ ઉછળી,
Line 12: Line 12:


જુવાનીનાં તાજાં બલભર રહ્યાં છે બદન ના,
જુવાનીનાં તાજાં બલભર રહ્યાં છે બદન ના,
અનિચ્છા-ઈચ્છાએ જ્યમત્યમ જ માણ્યાં જીવનના
અનિચ્છા-ઇચ્છાએ જ્યમત્યમ જ માણ્યાં જીવનના
ઘસારા ગાલોએ, શિથિલ અધરે સ્પષ્ટ દિસતા
ઘસારા ગાલોએ, શિથિલ અધરે સ્પષ્ટ દિસતા
અને હૈયાભાવો કંઈ વણપુર્યા  જાગૃત  થતા.
અને હૈયાભાવો કંઈ વણપુર્યા  જાગૃત  થતા. ૧૦


સુવો, જાગ્યા ભાવો ! પ્રતિ ઉરમનીષા ન ફળતી,
સુવો, જાગ્યા ભાવો ! પ્રતિ ઉરમનીષા ન ફળતી,
Line 30: Line 30:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ધ્રુવપદ ક્યહીં?
|next = બાનો ફોટોગ્રાફ
|next = બાનો ફોટોગ્રાફ
}}
}}

Latest revision as of 02:40, 25 November 2023

અમાર્રા દર્દો
(શિખરિણી)

‘તમે યે પત્ની છો.’
‘તમે યે સ્વામી છો.’
દૃગ ઉભયનાં એમ વદતાં,
મળી જ્યારે જ્યારે રજ ટગટગીને ઢળી જતાં,
તહીં બેઠાં સામે ઉભય હૃદયો સ્હેજ ઉછળી,
અમાણ્યા ભાવોએ, નિજ નિજ સ્થિતિમાં જત ઢળી.

જુવાનીનાં તાજાં બલભર રહ્યાં છે બદન ના,
અનિચ્છા-ઇચ્છાએ જ્યમત્યમ જ માણ્યાં જીવનના
ઘસારા ગાલોએ, શિથિલ અધરે સ્પષ્ટ દિસતા
અને હૈયાભાવો કંઈ વણપુર્યા જાગૃત થતા. ૧૦

સુવો, જાગ્યા ભાવો ! પ્રતિ ઉરમનીષા ન ફળતી,
રહેતી છો નિત્યે નજર વિફલા આમ ઢળતી,
‘તમે પત્ની’ને ‘હું પતિ’ પણ બીજાનાં, સ્મરણ આ
ધરી હૈયે, બેસી તહિં અલગ, ગાઓ વચન આ :

અમારાં દર્દોનું જગતમહિં આશ્વાસન જ કે,
અમારા જેવાં કૈં અગણ દરદી નિત્ય ભટકે,

(૧૨ ફેબ્રુઆરી, ૧૯૩૩)