અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/ખપે ન ખોટી ચીજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}ખપે ન ખોટી ચીજ {{space}}{{space}}અમને ખપે ન ખોટી ચીજ {{space}}{{space}}મનને ખપે ન ખ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ખપે ન ખોટી ચીજ|જયન્ત પાઠક}}
<poem>
<poem>
{{space}}ખપે ન ખોટી ચીજ
{{space}}ખપે ન ખોટી ચીજ
Line 20: Line 22:
{{space}}{{space}}{{space}}— અમને.
{{space}}{{space}}{{space}}— અમને.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = મને થતું :
|next = રણ
}}

Latest revision as of 10:49, 21 October 2021

ખપે ન ખોટી ચીજ

જયન્ત પાઠક

         ખપે ન ખોટી ચીજ
                  અમને ખપે ન ખોટી ચીજ
                  મનને ખપે ન ખોટી ચીજ.
ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ.
                           — અમને.

         અઢળક ચહું અંબાર તેજનો,
                  નહીં ઓછાથી રાચું;
         તુજ મુજ પ્રીતના દાવે માગું
                  તારું સકલ, નહીં યાચું.
પૂર્ણ સુધારસ કુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ.
                           — અમને.

         આ જીવન જમનાના ઘાટે
                  ઘટ ભરનારી ગોપી;
         મોહી પડી છું મોહન જગની
                  મરજાદાને લોપી.
કંઠે કરનો હાર ચહું, ના માદળિયાં તાવીજ.
                           — અમને.