અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/વતનથી વિદાય થતાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ, મૂક્યાં ડુંગ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|વતનથી વિદાય થતાં|જયન્ત પાઠક}}
<poem>
<poem>
એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,
એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,
Line 20: Line 22:
{{Right|(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૯૮)}}
{{Right|(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૯૮)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = વર્ષો પછી વતનમાં
|next = ભીનું સમયવન
}}

Latest revision as of 10:50, 21 October 2021

વતનથી વિદાય થતાં

જયન્ત પાઠક

એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,
મૂક્યાં ડુંગર ને નદી, વતનનાં એ કોતરો, ખેતર;
આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર
વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ.

કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઊપડે,
આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે;
હૈયું ઉઝરડાય રક્તટશિયા ફૂટે ધીમેથી ઝમે
આઘે વેકુરથી નદીની હજીયે આ આંગળીઓ રમે.

ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં
પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણમાં;
ભારો લૈ ભૂતનો શિરે વણપૂછ્યે શા વેઠિયા ચાલવું
સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.

આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી —
એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી?!

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૯૮)