અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/ક્યાં છે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> જાંબુડાના ઝાડ ઉપર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે? ક્યાં છે મ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ક્યાં છે?|જયન્ત પાઠક}}
<poem>
<poem>
જાંબુડાના ઝાડ ઉપર લટકતો
જાંબુડાના ઝાડ ઉપર લટકતો
Line 25: Line 27:
{{Right|(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૩)}}
{{Right|(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = થોડો વગડાનો શ્વાસ
|next = એક વારનું ઘર
}}

Latest revision as of 10:51, 21 October 2021

ક્યાં છે?

જયન્ત પાઠક

જાંબુડાના ઝાડ ઉપર લટકતો
લીલો લીલો મારો સૂરજ ક્યાં છે?
ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં
કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો
ભોળો ભોળો અંધકાર?
પ્રભાતપંખીનાં પગલાંની લિપિમાં
આળખેલો

ડુંગર ફરતો, ચકરાતો એ ચીલો ક્યાં છે?
ક્યાં છે મારી પથ્થર વચ્ચે
પાણી લઈને વહેતી
સમણાં જેવી નદી?

વનપરીના નાનકડા ખોબા જેવી
તરંગની આંગળીઓ વચ્ચે
પવન રમાડતી
પેલી મારી તલાવડી ક્યાં છે?

ક્યાં છે મારું ટેકરીઓનું ગામ,
ગામનું ઘર, ઘરની કોઢ, કોઢમાં
અંધારાની કાળી ગાયને દોહતી મારી બા?
ક્યાં છે…

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૩)