ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાલિભદ્ર-સૂરિ-૨: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાલિભદ્ર(સૂરિ)-૨'''</span> [ઈ.૧૩૫૪માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. જૈન પરંપરાના મહાભારતના કથાવસ્તુ પર આધારિત, વસ્તુ આદિ સુગેય છંદો-ઢાળોનો સુંદર વિનિયોગ કરતો, ૧૫ ઠ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શાલિભદ્ર-સૂરિ-૧ | ||
|next = | |next = શાલિસૂરિ | ||
}} | }} |
Latest revision as of 16:14, 17 September 2022
શાલિભદ્ર(સૂરિ)-૨ [ઈ.૧૩૫૪માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. જૈન પરંપરાના મહાભારતના કથાવસ્તુ પર આધારિત, વસ્તુ આદિ સુગેય છંદો-ઢાળોનો સુંદર વિનિયોગ કરતો, ૧૫ ઠવણી ને ૩૦૦થી વધારે કડીઓમાં રચાયેલો ‘પંચપાંડવચરિત-રાસ /પાંચપાંડવ-રાસ’ (ર. ઈ.૧૩૫૪; મુ.) પૌરાણિક વિષયવાળી અત્યારે ઉપબલ્ધ પહેલી કૃતિ છે. મૂળ મહાભારતના કથાપ્રસંગથી ઘણા પ્રસંગોમાં જુદો પડતો આ રાસ કથાકથન તથા વર્ણનો અને છંદોપ્રયોગમાં કવિકૌશલ્યનો સુપેરે પરિચય કરાવે છે. આ કવિ અને ‘વિરાટપર્વ’ (ર. ઈ.૧૪૨૨ પૂર્વે)ના કર્તા એક હોવાનો સંભવ મોહનલાલ દ. દેશાઈએ રજૂ કર્યો છે. કૃતિ : ૧. ગુરાસાવલિ (+સં.); ૨. રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, ઈ.૧૯૬૦. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસામધ્ય; ૪. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૪-‘પંચપાંડવચરિત્રરાસુ’, ચંદ્રકાન્ત ટોપીવાળા; ૫. જૈગૂકવિઓ : ૩(૧); ૬. મુપુગૂહસૂચી. [ભા.વૈ.]