વસુધા/તુજ પગલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 9: Line 9:
ગગનભુવનની શેરીશેરીએ,
ગગનભુવનની શેરીશેરીએ,
તેજતિમિરની દેરીદેરીએ,
તેજતિમિરની દેરીદેરીએ,
:: રખડું ભટકુ ગલી ગલી! જગતo
:: રખડું ભટકું ગલી ગલી! જગતo


અંબરચુંબી મહેલ મેડીએ,
અંબરચુંબી મહેલ મેડીએ,
Line 16: Line 16:


કોમળ કોળત તરુ કૂંપળિયે,
કોમળ કોળત તરુ કૂંપળિયે,
પરિમલ પૂર્યા પુષ્પ પગથિયે,
પરિમલ પૂર્યાં પુષ્પ પગથિયે,
:: અથડું ભટકું ગલી ગલી! જગતo
:: અથડું ભટકું ગલી ગલી! જગતo


મનમનની હોરી વલ્લરીએ,
મનમનની મ્હોરી વલ્લરીએ,
જનજનની અંતર ઓસરીએ,
જનજનની અંતર ઓસરીએ,
:: મૂર્છિત ભટકું ગલી ગલી! જગતo
:: મૂર્છિત ભટકું ગલી ગલી! જગતo

Latest revision as of 01:31, 24 May 2023

તુજ પગલી

તુજ પગલી ઢૂંઢંતાં પ્રભુજી
ભમુંભમું હું ગલીગલી!
જગતનગરની ગલીગલી!

ગગનભુવનની શેરીશેરીએ,
તેજતિમિરની દેરીદેરીએ,
રખડું ભટકું ગલી ગલી! જગતo

અંબરચુંબી મહેલ મેડીએ,
ઘન વનવનની ગીચ કેડીએ,
તલસત ભટકું ગલી ગલી! જગતo

કોમળ કોળત તરુ કૂંપળિયે,
પરિમલ પૂર્યાં પુષ્પ પગથિયે,
અથડું ભટકું ગલી ગલી! જગતo

મનમનની મ્હોરી વલ્લરીએ,
જનજનની અંતર ઓસરીએ,
મૂર્છિત ભટકું ગલી ગલી! જગતo