ખારાં ઝરણ/ગઝલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Replaced content with "{{SetTitle}} {{Heading|ગઝલ|}} <poem> લ્યો, પલાંઠી વાળીને બેઠા છીએ, શ્વાસ રોકી રાખીને બેઠા છીએ. આભના ચહેરે પડી છે કરચલી, પંખીને સંતાડીને બેઠા છીએ. દાબડીમાં સાચવી રાખ્યું હતું, આપનું મન જાણીને બેઠા છીએ....")
Tag: Replaced
(+1)
 
(One intermediate revision by one other user not shown)
Line 18: Line 18:
ક્યારના શિર વાઢીને બેઠા છીએ.
ક્યારના શિર વાઢીને બેઠા છીએ.


{{Right|૨૬-૮-૨૦૦૯}}<br>
<center>૨૬-૮-૨૦૦૯</center>
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = મુક્તક
|next = એમ તો જીવાય છે તારા વગર
}}

Latest revision as of 23:52, 2 April 2024

ગઝલ

લ્યો, પલાંઠી વાળીને બેઠા છીએ,
શ્વાસ રોકી રાખીને બેઠા છીએ.

આભના ચહેરે પડી છે કરચલી,
પંખીને સંતાડીને બેઠા છીએ.

દાબડીમાં સાચવી રાખ્યું હતું,
આપનું મન જાણીને બેઠા છીએ.

હોઈએ, બેહદ ખુશીમાં હોઈએ,
આંસુ ઊંડાં દાટીને બેઠા છીએ.

મ્યાન કર ‘ઈર્શાદ’ તું તલવારને,
ક્યારના શિર વાઢીને બેઠા છીએ.

૨૬-૮-૨૦૦૯