કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૬. પાસપાસે તોય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૧૬. પાસપાસે તોય}} <poem> પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ! જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ... {{Space}} રાત-દીનો સથવાર તે સામે મળવાનું તો {{Space}}{{Space}} કોઈ દાડો સુખ મળતું નથી, {{Space}} આવકારાનુ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૧૬. પાસપાસે તોય}}
{{Heading|૧૬. પાસપાસે તોય}}
<poem>
<poem>
Line 17: Line 18:
પડખે સૂતાં હોય ને લાગે સમણાનો સહવાસ!
પડખે સૂતાં હોય ને લાગે સમણાનો સહવાસ!
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
 
<br>
૧૯૭૦
૧૯૭૦
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૭૭)}}<br>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૭૭)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૫. દર્શન
|next = ૧૭. બપોર
}}

Latest revision as of 05:06, 13 November 2022

૧૬. પાસપાસે તોય

પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ...

          રાત-દીનો સથવાર તે સામે મળવાનું તો
                   કોઈ દાડો સુખ મળતું નથી,
          આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
                             ફળિયામાં સળવળતું નથી;
આંસુનેયે દઈ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!

          ઝાડથી ખરે પાંદડું એમાંય
                    કેટલાં કિરણ આથમ્યાંનું સંભારણું હશે?
          આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે
                   કે યાદ જેવું કોઈ બારણું હશે?
પડખે સૂતાં હોય ને લાગે સમણાનો સહવાસ!
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.


૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૭૭)