કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૭. બપોર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૧૭. બપોર}} <poem> સાંતીડે બપ્પોર ચડે ને ભૂખ્યો સૂરજ બળદ તણી ખાંધેથી ઊતરી બાવળના કંજૂસ છાંયડે ટીમણ કરવા જાય. સીમને સામે કાંઠે મૃગજળના હિલ્લોળાતા વ્હેળામાં ડૂબ્યા ગામ તણો ડ્‌હોળાઈ જત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૧૭. બપોર}}
{{Heading|૧૭. બપોર}}
<poem>
<poem>
Line 23: Line 24:
ટપકતા પરસેવાનું
ટપકતા પરસેવાનું
પાણી પીવા તલસે.
પાણી પીવા તલસે.
 
<br>
૧૯૬૮
૧૯૬૮
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૭૯)}}<br>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૭૯)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૬. પાસપાસે તોય
|next = ૧૮. અમે
}}

Latest revision as of 05:07, 13 November 2022

૧૭. બપોર

સાંતીડે બપ્પોર ચડે
ને ભૂખ્યો સૂરજ
બળદ તણી ખાંધેથી ઊતરી
બાવળના કંજૂસ છાંયડે
ટીમણ કરવા જાય.

સીમને સામે કાંઠે
મૃગજળના હિલ્લોળાતા વ્હેળામાં
ડૂબ્યા ગામ તણો ડ્‌હોળાઈ જતો આભાસ.

સમડીની તીણી ચીસે
તરડાઈ ગયેલું આભ
કૂવાના ઊંડા જળમાં પેસી, હજીયે કંપે.
વાગોળે વંટોળ ધૂળિયું ઘાસ!

જીભ લટકતી રાખી બેઠાં
શ્વાન સરીખાં નળિયાં
તડકાના ટુકડાને ટાંપી રહે.

ઘૂમતો શેરી વચ્ચે તરસ્યો થઈ ઉકળાટ
ટપકતા પરસેવાનું
પાણી પીવા તલસે.


૧૯૬૮

(અંતરનું એકાંત, પૃ. ૭૯)