કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૦. ‘આપણું’ ગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૩૦. ‘આપણું’ ગીત}}
<poem> {{Space}}{{Space}} આપણે તો ભૈ રમતારામ! {{Space}} વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ન હોય ગામ... વાદળ કેવું વરહે, કેવું ભીંજવે! એવું ઊગતા દિ’નું વ્હાલ! આછેરો આવકાર મળે, બે નેણ ઢળે —...")

No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૩૦. ‘આપણું’ ગીત}}

{{Heading|૩૦. ‘આપણું’ ગીત}}

<poem>
<poem>
Line 18: Line 19:
ઝાકળમાં ખંખોળિયું ખૈ ને હાલતા થાઈં, પૂછતા નવાં નામ…
ઝાકળમાં ખંખોળિયું ખૈ ને હાલતા થાઈં, પૂછતા નવાં નામ…
{{Space}}{{Space}} {{Space}} આપણે તો ભૈ રમતારામ!
{{Space}}{{Space}} {{Space}} આપણે તો ભૈ રમતારામ!

૧૯૭૦
૧૯૭૦
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૨૩)
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૨૩)}}

{{HeaderNav2
|previous = ૨૯. યાદ કરીને લખેલી એક કવિતા
|next = ૩૧. મા!

Latest revision as of 05:29, 13 November 2022

૩૦. ‘આપણું’ ગીત

આપણે તો ભૈ રમતારામ!
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ન હોય ગામ...

વાદળ કેવું વરહે, કેવું ભીંજવે!
એવું ઊગતા દિ’નું વ્હાલ!
આછેરો આવકાર મળે, બે નેણ ઢળે —
બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ!
મારગે મળ્યું જણ ઘડીભર અટકે, રાજી થાય
ને પૂછે — કઈ પા રેવાં રામ?
વાયરો આવે-જાય, એણે ક્યાંય બાંધ્યાં ન હોય ગામ.

ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં,
પાથરેલી હોય રાત;
સમણાંના શણગાર સજીને ઊંઘ આવે ને
પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,
ઝાકળમાં ખંખોળિયું ખૈ ને હાલતા થાઈં, પૂછતા નવાં નામ…
આપણે તો ભૈ રમતારામ!

૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૧૨૩)