ટોળાં અવાજ ઘોઘાટ/૧- ટોળાં અવાજ ઘોઘાટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧- ટોળાં અવાજ ઘોંઘાટ|}} {{Poem2Open}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = ?????????? |next = ???? ????? }}")
 
()
 
(One intermediate revision by one other user not shown)
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
ટોળાં અવાજ ઘોંઘાટ
થિયેટરની બહાર ફૂટપાથ પર
રસ્તા પર બસ-ટર્મિનસમાં બસમાં
ટોળાં અવાજ ઘોંઘાટ
હૉટલમાં બગીચામાં પુલ પર નદી પર
અથડાતાં લથડાતાં
ક્યારેક પેાલાં અને પાતળાં
ક્યારેક ઘનિષ્ટ નિરન્ધ્ર : ટોળાં અવાજ ઘોંઘાટ
છે હજી આ હમણાં જ છૂટેલાં છેલ્લાં શોમાંથી
ધીમે ધીમે ચાલતાં લહેરમાં
કે સાઈકલો પર સરકતાં ટિન્ ટિન્
કે સ્કૂટર લઈ ભાગતાં ઘ ર્ ર્...
કે રિક્ષાઓમાં ભાગતાં ઘૂંઊં...
કે મોટરોમાં સરકતાં અટકતાં ભાગતાં સ્પિડમાં
એકબીજાંથી લગભગ અલગ, લગભગ શા માટે ? અલગ જ
સાવ એકબીજાંથી,  બાજુમાં ઘસાઈને અથડાઈને પસાર
થતાં હોવા છતાં અલગ જ, ડબલ સવારીમાં સાઈકલ પર બેઠેલાં
હોવા છતાં કે સ્કૂટર પર ખભે હાથ ટેકવીને બેઠેલાં
કે રિક્ષામાં ચીપકીને ચપોચપ કે શ્લિષ્ટ ચતુર્ભુજ
પણ સાવ વિશ્લિષ્ટ એકબીજાંથી —
અરે પોતાના મનથી પણ મગજથી પણ હાથથી પણ
સાવ અલગ ચાલતાં – અટકતાં – સરકતાં – દોડતાં – ગાતાં – હસતાં –
ઝગડતાં – બગડતાં – ગગડતાં
ટોળાં અવાજ ઘોંઘાટ
ફૂટપાથો પર જ છે શું રસ્તાઓ પર જ છે શું
ટોળાં અવાજ ઘોંઘાટ ?
સીડી પર નથી દાદરની ? દુકાન પર નથી કાપડની ?
છે છે બધે છે ટોળાં અવાજ ઘોંઘાટ —
સોસાયટીમાં ટેનામેન્ટ, એપાર્ટમેન્ટમાં રોયલ,
કોરીડોરમાં કમરામાં ડ્રોઈંગરૂમમાં સ્ટોરરૂમમાં બેડરૂમમાં
બાથરૂમમાં બારીમાં ટેરેસમાં ધાબામાં
ધરબી ધરબીને ભરાયાં છે કીડિયારાની જેમ ઊભરાયાં છે
બધે જ બધે
એક ક્ષણ પણ સરકી શકે ચસકી શકે નહીં એવા
ચપોચપ સતત અવિરત એકધારાં વર્ધમાન
ટોળાં અવાજ ઘોંઘાટ
રડતાં રખડતાં ભસતાં ભીંસતાં ચૂમતાં ચીખતાં
ગાતાં ગબડતાં બોલતાં બગડતાં વાગતાં વગાડતાં
નાચતાં નસીંક્તાં પડતાં પછાડતાં
માતાં માતીલાં મદમસ્ત છકેલાં છૂટી ગયેલાં સખળડખળ
ખખડતાં ઘઘરતાં ઘોરતાં ઘુરકિયાં કરતાં પટકાતાં
પછડાતાં અડવડતાં અડિયલં અઘોરી અગડંબગડં
ચેંચૂડાં ચોર ઘાતકી
બબડતાં સાવ નિર્દોષ બાળક જેવા સ્વૈર
લબડતાં ઝાડ પરથી લીંબળી-પીંપળી જેવા
ભોળા—
પણ ક્યારેક વકરતાં – ચકરતાં – ચકરાતાં – અકળાતાં – અથડાતાં
વળ ખાઈને એક થઈ જતાં
મારતાં – તોડતાં – બાળી નાખતાં
શતસહસ્ર બાહુઓથી અટકાવી દેતા યંત્રને અધવચ
લટકાવી દેતા તંત્રને મંત્રની મડાગાંઠમાં
કાંઠને ઉલ્લંઘીને ઊછળતા ઊંચકાતા જનરાશિથી
તણાઈને તૂટી જઈને છોતાછોતાં થઈને અલગ અલગ થઈને
કરોડો કણમાં વેરાઈને વહી ગયેલાં મનને
આ એકઠું કરવાની મથામણ કોણે માંડી છે ?
‘કાંડી છે,પ્લીઝ’
આ બીડી સળગશે એ જ ચમત્કાર
કાંડી ઘસાશે એ જ ચમત્કાર
જ્યોતનો તણખો એ જ ચમત્કાર
ધુમાડો નીકળશે એ જ ચમત્કાર
ધુમાડાની સેર સ્કૂટરના ધુમાડાને ચોંટી પડશે એ જ ચમત્કાર
છીંક ખાતું નાક ચમત્કાર,  ખાંસી ખાતું દેડકું ચમત્કાર
ઉઠ જાગ મુસાફિર
ટોળાં અવાજ ઘોંઘાટના આ સરિયામ કે વાંકાચૂકા
પાકા કે ધૂળિયા
વામ કે દક્ષિણ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી
ઉઠ જાગ મુસાફિર
કાવ્યના વોટરટાઈટ કંપાર્ટમેન્ટમાં પણ
તારી કલમમાંથી ધોધમાર છૂટી રહ્યાં છે : ટોળાં અવાજ ઘોંઘાટ
તું
બેબાકળો થઈને ભટકાઈને ભળી જા
કે બગડીને બળી જા
કે ગબડીને ગળી જા
કે લબડીને લળી જા
કે ચગદાઈને ચળી જા
કે મસળાઈને મરી જા પણ સતત
ઊભાં છે ચપોચપ સરકતાં વર્ધમાન
તારા કાગળના કાંઠે, તારી આંખોના ઓવારે
તારા મનના મિનારે : ટોળાં અવાજ ઘોંઘાટ
તારી જીભના ટેરવે : ટોળાં અવાજ ઘોંઘાટ
તારી પાંપણના પલકારે : ટોળાં અવાજ ઘોંઘાટ
તારી બહેરાશના કૂવામાં ઊંડે ઊંડે ઊછળતાં
ટોળાં અવાજ ઘોંઘાટ
( નવેમ્બર : ૧૯૭૫ )
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 8: Line 92:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ??????????
|previous = પ્રારંભિક
|next = ???? ?????
|next = ૨- અને વાગે પેાતાને જ એકધારુ એકાંતમાં,  ખાલીખમ
}}
}}

Latest revision as of 02:09, 21 March 2023

૧- ટોળાં અવાજ ઘોંઘાટ

ટોળાં અવાજ ઘોંઘાટ થિયેટરની બહાર ફૂટપાથ પર રસ્તા પર બસ-ટર્મિનસમાં બસમાં ટોળાં અવાજ ઘોંઘાટ હૉટલમાં બગીચામાં પુલ પર નદી પર અથડાતાં લથડાતાં ક્યારેક પેાલાં અને પાતળાં ક્યારેક ઘનિષ્ટ નિરન્ધ્ર : ટોળાં અવાજ ઘોંઘાટ છે હજી આ હમણાં જ છૂટેલાં છેલ્લાં શોમાંથી ધીમે ધીમે ચાલતાં લહેરમાં કે સાઈકલો પર સરકતાં ટિન્ ટિન્ કે સ્કૂટર લઈ ભાગતાં ઘ ર્ ર્... કે રિક્ષાઓમાં ભાગતાં ઘૂંઊં... કે મોટરોમાં સરકતાં અટકતાં ભાગતાં સ્પિડમાં એકબીજાંથી લગભગ અલગ, લગભગ શા માટે ? અલગ જ સાવ એકબીજાંથી, બાજુમાં ઘસાઈને અથડાઈને પસાર થતાં હોવા છતાં અલગ જ, ડબલ સવારીમાં સાઈકલ પર બેઠેલાં હોવા છતાં કે સ્કૂટર પર ખભે હાથ ટેકવીને બેઠેલાં કે રિક્ષામાં ચીપકીને ચપોચપ કે શ્લિષ્ટ ચતુર્ભુજ પણ સાવ વિશ્લિષ્ટ એકબીજાંથી — અરે પોતાના મનથી પણ મગજથી પણ હાથથી પણ સાવ અલગ ચાલતાં – અટકતાં – સરકતાં – દોડતાં – ગાતાં – હસતાં – ઝગડતાં – બગડતાં – ગગડતાં ટોળાં અવાજ ઘોંઘાટ ફૂટપાથો પર જ છે શું રસ્તાઓ પર જ છે શું ટોળાં અવાજ ઘોંઘાટ ? સીડી પર નથી દાદરની ? દુકાન પર નથી કાપડની ? છે છે બધે છે ટોળાં અવાજ ઘોંઘાટ — સોસાયટીમાં ટેનામેન્ટ, એપાર્ટમેન્ટમાં રોયલ, કોરીડોરમાં કમરામાં ડ્રોઈંગરૂમમાં સ્ટોરરૂમમાં બેડરૂમમાં બાથરૂમમાં બારીમાં ટેરેસમાં ધાબામાં ધરબી ધરબીને ભરાયાં છે કીડિયારાની જેમ ઊભરાયાં છે બધે જ બધે એક ક્ષણ પણ સરકી શકે ચસકી શકે નહીં એવા ચપોચપ સતત અવિરત એકધારાં વર્ધમાન ટોળાં અવાજ ઘોંઘાટ રડતાં રખડતાં ભસતાં ભીંસતાં ચૂમતાં ચીખતાં ગાતાં ગબડતાં બોલતાં બગડતાં વાગતાં વગાડતાં નાચતાં નસીંક્તાં પડતાં પછાડતાં માતાં માતીલાં મદમસ્ત છકેલાં છૂટી ગયેલાં સખળડખળ ખખડતાં ઘઘરતાં ઘોરતાં ઘુરકિયાં કરતાં પટકાતાં પછડાતાં અડવડતાં અડિયલં અઘોરી અગડંબગડં ચેંચૂડાં ચોર ઘાતકી બબડતાં સાવ નિર્દોષ બાળક જેવા સ્વૈર લબડતાં ઝાડ પરથી લીંબળી-પીંપળી જેવા ભોળા— પણ ક્યારેક વકરતાં – ચકરતાં – ચકરાતાં – અકળાતાં – અથડાતાં વળ ખાઈને એક થઈ જતાં મારતાં – તોડતાં – બાળી નાખતાં શતસહસ્ર બાહુઓથી અટકાવી દેતા યંત્રને અધવચ લટકાવી દેતા તંત્રને મંત્રની મડાગાંઠમાં કાંઠને ઉલ્લંઘીને ઊછળતા ઊંચકાતા જનરાશિથી તણાઈને તૂટી જઈને છોતાછોતાં થઈને અલગ અલગ થઈને કરોડો કણમાં વેરાઈને વહી ગયેલાં મનને આ એકઠું કરવાની મથામણ કોણે માંડી છે ? ‘કાંડી છે,પ્લીઝ’ આ બીડી સળગશે એ જ ચમત્કાર કાંડી ઘસાશે એ જ ચમત્કાર જ્યોતનો તણખો એ જ ચમત્કાર ધુમાડો નીકળશે એ જ ચમત્કાર ધુમાડાની સેર સ્કૂટરના ધુમાડાને ચોંટી પડશે એ જ ચમત્કાર છીંક ખાતું નાક ચમત્કાર, ખાંસી ખાતું દેડકું ચમત્કાર ઉઠ જાગ મુસાફિર ટોળાં અવાજ ઘોંઘાટના આ સરિયામ કે વાંકાચૂકા પાકા કે ધૂળિયા વામ કે દક્ષિણ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી ઉઠ જાગ મુસાફિર કાવ્યના વોટરટાઈટ કંપાર્ટમેન્ટમાં પણ તારી કલમમાંથી ધોધમાર છૂટી રહ્યાં છે : ટોળાં અવાજ ઘોંઘાટ તું બેબાકળો થઈને ભટકાઈને ભળી જા કે બગડીને બળી જા કે ગબડીને ગળી જા કે લબડીને લળી જા કે ચગદાઈને ચળી જા કે મસળાઈને મરી જા પણ સતત ઊભાં છે ચપોચપ સરકતાં વર્ધમાન તારા કાગળના કાંઠે, તારી આંખોના ઓવારે તારા મનના મિનારે : ટોળાં અવાજ ઘોંઘાટ તારી જીભના ટેરવે : ટોળાં અવાજ ઘોંઘાટ તારી પાંપણના પલકારે : ટોળાં અવાજ ઘોંઘાટ તારી બહેરાશના કૂવામાં ઊંડે ઊંડે ઊછળતાં ટોળાં અવાજ ઘોંઘાટ ( નવેમ્બર : ૧૯૭૫ )