કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૨૭. મૃગ-કસ્તૂરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. મૃગ-કસ્તૂરી| }} <poem> ભવ-ભૂલ્યાની હાલત બૂરી! વનવન ભટકે મૃગ-કસ્તૂરી! લખ ચૌરાસી ધૂરા ધૂરી! જિજ્ઞાસાની આંખ ફિતૂરી! અંધી-શ્રદ્ધા જાનનું જોખમ! ધર્મ બગલમાં રાખે છૂરી. નૂતન પથ-દર્શક...")
 
No edit summary
 
Line 31: Line 31:
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૨૯૮)}}
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૨૯૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૬. મરશે નહિ
|next = ૨૮. રસ્તો નથી જડતો
}}

Latest revision as of 08:54, 14 November 2022

૨૭. મૃગ-કસ્તૂરી


ભવ-ભૂલ્યાની હાલત બૂરી!
વનવન ભટકે મૃગ-કસ્તૂરી!

લખ ચૌરાસી ધૂરા ધૂરી!
જિજ્ઞાસાની આંખ ફિતૂરી!

અંધી-શ્રદ્ધા જાનનું જોખમ!
ધર્મ બગલમાં રાખે છૂરી.

નૂતન પથ-દર્શકથી તોબા!
હેતુ સારો; દાનત બૂરી!

જગવાળાની પ્રીત નકામી;
રણમાં કાયર, ઘરમાં શૂરી!

વધતી ઘટતી પ્રેમની લીલા!
શું મુખ્તારી? શું મજબૂરી?

મહેનત, એક બલિનું પ્રાણી!
કિસ્મત, એક ચમકતી છૂરી!

નામ નહીં પણ ઠામનું બંધન!
શૂન્ય થયો પણ પાલણપૂરી!

(શૂન્યનો વૈભવ, પૃ. ૨૯૮)