યાત્રા/હે સ્વપ્ન-સુન્દર!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હે સ્વપ્ન-સુન્દર!|}} <poem> હે સ્વપ્ન–સુંદર! શી મધુર તારા મિલનની એ ઘડી! આછો હતો અંધાર, સૂર્યપ્રકાશમાં ચમકતા તારા કેશ શો; આછો હતોય પ્રકાશ, તારાં અર્ધ બીડ્યાં નેત્રના ઉન્મેષ શો. મીઠ...") |
No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|હે સ્વપ્ન-સુન્દર!|}} | {{Heading|હે સ્વપ્ન-સુન્દર!|}} | ||
<poem> | {{block center| <poem> | ||
હે સ્વપ્ન–સુંદર! | હે સ્વપ્ન–સુંદર! | ||
શી મધુર તારા મિલનની એ ઘડી! | શી મધુર તારા મિલનની એ ઘડી! | ||
આછો હતો અંધાર, | આછો હતો અંધાર, | ||
સૂર્યપ્રકાશમાં | સૂર્યપ્રકાશમાં ચમકંત તારા કેશ શો; | ||
આછો | આછો હતો ય પ્રકાશ, | ||
તારાં અર્ધ બીડ્યાં નેત્રના ઉન્મેષ શો. | તારાં અર્ધ બીડ્યાં નેત્રના ઉન્મેષ શો. | ||
મીઠો વહંતો અનિલ | મીઠો વહંતો અનિલ | ||
ભરચક પુષ્પની સૌરભ થકી, | ભરચક પુષ્પની સૌરભ થકી, | ||
જાણે વસન | જાણે વસન કો અપ્સરાનું | ||
હોય લહરાતું તહીં. | હોય લહરાતું તહીં. | ||
Line 26: | Line 26: | ||
એ સ્મિત મહીં સઘળું હતું. | એ સ્મિત મહીં સઘળું હતું. | ||
કો ગગનકર્ષી ગિરિ તણા શિખરે ઝુકંતા | કો ગગનકર્ષી ગિરિ તણા શિખરે ઝુકંતા | ||
{{ | {{gap|8em}}વૃક્ષકેરી ટોચ પર | ||
વિકસેલ ચંપક પુષ્પ શું, | વિકસેલ ચંપક પુષ્પ શું, | ||
Line 37: | Line 37: | ||
હે સ્વપ્ન સુંદર, | હે સ્વપ્ન સુંદર, | ||
શી મધુર તારા મિલન કેરી ઘડી! | શી મધુર તારા મિલન કેરી ઘડી! | ||
<small>{{Right|ઑગસ્ટ, ૧૯૪૬}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 02:47, 20 May 2023
હે સ્વપ્ન-સુન્દર!
હે સ્વપ્ન–સુંદર!
શી મધુર તારા મિલનની એ ઘડી!
આછો હતો અંધાર,
સૂર્યપ્રકાશમાં ચમકંત તારા કેશ શો;
આછો હતો ય પ્રકાશ,
તારાં અર્ધ બીડ્યાં નેત્રના ઉન્મેષ શો.
મીઠો વહંતો અનિલ
ભરચક પુષ્પની સૌરભ થકી,
જાણે વસન કો અપ્સરાનું
હોય લહરાતું તહીં.
તું ત્યાં હતી ઊભી,
મહા મંદિર વિષેની વીથિમાં સ્તંભે રચેલી મૂર્તિ શી,
સુસ્થિર, પ્રશાન્ત, દબાઈને દીવાલ શું.
નયન ત્યાં ઉન્નત થયાં,
શિરવેણીનાં કર્ણે ઝુલતાં પુષ્પ ધવલ રહ્યાં સ્ફુરી;
તવ અધર ત્યાં વિકસી હસ્યા,
કો કુન્દનું કમનીય સૌરભસ્નિગ્ધ સ્મિત.
એ સ્મિત મહીં સઘળું હતું.
કો ગગનકર્ષી ગિરિ તણા શિખરે ઝુકંતા
વૃક્ષકેરી ટોચ પર
વિકસેલ ચંપક પુષ્પ શું,
એ સ્મિત ગર્યું,
મેં કર ધર્યું,
ને મ્હેક મ્હેક થતી નિશામાં
સ્મિત સહે મારા પથે મારું પ્રયાણ શરૂ કર્યું.
હે સ્વપ્ન સુંદર,
શી મધુર તારા મિલન કેરી ઘડી!
ઑગસ્ટ, ૧૯૪૬