યાત્રા/શિખરો પરથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શિખરો પરથી|}} <poem> અહો, અહીં ઉન્નત અદ્વિશીર્ષે, નિર્ગંધ, નિર્ધૂમ, નિરભ્ર છે હવા; અહો, અહીં ઉચ્છ્રિત અદ્રિશૃંગે પ્રફુલ્લતું ચક્ષુ દિક્કાલમુક્ત; સમસ્ત પૃથ્વીતલ હ્યાં હથેલી શું....")
 
(formatting corrected.)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
{{Heading|શિખરો પરથી|}}
{{Heading|શિખરો પરથી|}}


<poem>
{{block center|<poem>
અહો, અહીં ઉન્નત અદ્વિશીર્ષે,
અહો, અહીં ઉન્નત અદ્રીશીર્ષે,
નિર્ગંધ, નિર્ધૂમ, નિરભ્ર છે હવા;
નિર્ગંધ, નિર્ધૂમ, નિરભ્ર છે હવા;
અહો, અહીં ઉચ્છ્રિત અદ્રિશૃંગે
અહો, અહીં ઉચ્છ્રિત અદ્રિશૃંગે
Line 10: Line 10:


શમી જતા સર્વ અહીં સુદૂરના
શમી જતા સર્વ અહીં સુદૂરના
ઉન્મત્ત કોલાહલ આર્વ રુગ્ણ,
ઉન્મત્ત કોલાહલ આર્ત રુગ્ણ,
ને સિંધુ એ જીવનનો બની રહે
ને સિંધુ એ જીવનનો બની રહે
પ્રશાન્તિનું કે હૃતિદીપ્ત પલ્વલ.
પ્રશાન્તિનું કો દ્યુતિદીપ્ત પલ્વલ.


વિરામતું ચિત્ત અહીં વિલોકે
વિરામતું ચિત્ત અહીં વિલોકે
Line 19: Line 19:
લક્ષાવધિ રૂપ ધરે, વિરાટ.
લક્ષાવધિ રૂપ ધરે, વિરાટ.


અહો, અહી સ્પર્શી જતી અનંતની
અહો, અહીં સ્પર્શી જતી અનંતની
ઉચ્છ્વાસતી મર્મરતી સિસૃક્ષા,
ઉચ્છ્વાસતી મર્મરતી સિસૃક્ષા,
અનાગતોની અનિબદ્ધ અંકના
અનાગતોની અનિબદ્ધ અંકના
Line 29: Line 29:
કો રાગિણીનો અવતાર રમ્ય,
કો રાગિણીનો અવતાર રમ્ય,
સંક્રામવા ભૂતલનાં તલોમાં.
સંક્રામવા ભૂતલનાં તલોમાં.
</poem>


{{Right|ઑક્ટોબર, ૧૯૪૪}}
 
<small>{{Right|ઑક્ટોબર, ૧૯૪૪}}</small>
</poem>}}


<br>
<br>

Latest revision as of 03:18, 20 May 2023

શિખરો પરથી

અહો, અહીં ઉન્નત અદ્રીશીર્ષે,
નિર્ગંધ, નિર્ધૂમ, નિરભ્ર છે હવા;
અહો, અહીં ઉચ્છ્રિત અદ્રિશૃંગે
પ્રફુલ્લતું ચક્ષુ દિક્કાલમુક્ત;
સમસ્ત પૃથ્વીતલ હ્યાં હથેલી શું.

શમી જતા સર્વ અહીં સુદૂરના
ઉન્મત્ત કોલાહલ આર્ત રુગ્ણ,
ને સિંધુ એ જીવનનો બની રહે
પ્રશાન્તિનું કો દ્યુતિદીપ્ત પલ્વલ.

વિરામતું ચિત્ત અહીં વિલોકે
સમસ્ત એ ભૂતલ-મર્મરાટ,
અસૃષ્ટ આ ઊર્ધ્વ અદેહ જ્યાં જઈ
લક્ષાવધિ રૂપ ધરે, વિરાટ.

અહો, અહીં સ્પર્શી જતી અનંતની
ઉચ્છ્વાસતી મર્મરતી સિસૃક્ષા,
અનાગતોની અનિબદ્ધ અંકના
આ વ્યોમને નીલ પટે થતી છતી.

અહીં રહ્યું ચિત્ત કૂટસ્થ શાન્ત
પ્રતીક્ષતું મૂક સુસજજ બીન શું,
આકાશશાયી મરુતોની નવ્ય
કો રાગિણીનો અવતાર રમ્ય,
સંક્રામવા ભૂતલનાં તલોમાં.


ઑક્ટોબર, ૧૯૪૪