યાત્રા/શિખરો પરથી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|શિખરો પરથી|}} | {{Heading|શિખરો પરથી|}} | ||
<poem> | {{block center|<poem> | ||
અહો, અહીં ઉન્નત | અહો, અહીં ઉન્નત અદ્રીશીર્ષે, | ||
નિર્ગંધ, નિર્ધૂમ, નિરભ્ર છે હવા; | નિર્ગંધ, નિર્ધૂમ, નિરભ્ર છે હવા; | ||
અહો, અહીં ઉચ્છ્રિત અદ્રિશૃંગે | અહો, અહીં ઉચ્છ્રિત અદ્રિશૃંગે | ||
Line 10: | Line 10: | ||
શમી જતા સર્વ અહીં સુદૂરના | શમી જતા સર્વ અહીં સુદૂરના | ||
ઉન્મત્ત કોલાહલ | ઉન્મત્ત કોલાહલ આર્ત રુગ્ણ, | ||
ને સિંધુ એ જીવનનો બની રહે | ને સિંધુ એ જીવનનો બની રહે | ||
પ્રશાન્તિનું | પ્રશાન્તિનું કો દ્યુતિદીપ્ત પલ્વલ. | ||
વિરામતું ચિત્ત અહીં વિલોકે | વિરામતું ચિત્ત અહીં વિલોકે | ||
Line 19: | Line 19: | ||
લક્ષાવધિ રૂપ ધરે, વિરાટ. | લક્ષાવધિ રૂપ ધરે, વિરાટ. | ||
અહો, | અહો, અહીં સ્પર્શી જતી અનંતની | ||
ઉચ્છ્વાસતી મર્મરતી સિસૃક્ષા, | ઉચ્છ્વાસતી મર્મરતી સિસૃક્ષા, | ||
અનાગતોની અનિબદ્ધ અંકના | અનાગતોની અનિબદ્ધ અંકના | ||
Line 29: | Line 29: | ||
કો રાગિણીનો અવતાર રમ્ય, | કો રાગિણીનો અવતાર રમ્ય, | ||
સંક્રામવા ભૂતલનાં તલોમાં. | સંક્રામવા ભૂતલનાં તલોમાં. | ||
{{Right|ઑક્ટોબર, ૧૯૪૪}} | |||
< | <small>{{Right|ઑક્ટોબર, ૧૯૪૪}}</small> | ||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 03:18, 20 May 2023
શિખરો પરથી
અહો, અહીં ઉન્નત અદ્રીશીર્ષે,
નિર્ગંધ, નિર્ધૂમ, નિરભ્ર છે હવા;
અહો, અહીં ઉચ્છ્રિત અદ્રિશૃંગે
પ્રફુલ્લતું ચક્ષુ દિક્કાલમુક્ત;
સમસ્ત પૃથ્વીતલ હ્યાં હથેલી શું.
શમી જતા સર્વ અહીં સુદૂરના
ઉન્મત્ત કોલાહલ આર્ત રુગ્ણ,
ને સિંધુ એ જીવનનો બની રહે
પ્રશાન્તિનું કો દ્યુતિદીપ્ત પલ્વલ.
વિરામતું ચિત્ત અહીં વિલોકે
સમસ્ત એ ભૂતલ-મર્મરાટ,
અસૃષ્ટ આ ઊર્ધ્વ અદેહ જ્યાં જઈ
લક્ષાવધિ રૂપ ધરે, વિરાટ.
અહો, અહીં સ્પર્શી જતી અનંતની
ઉચ્છ્વાસતી મર્મરતી સિસૃક્ષા,
અનાગતોની અનિબદ્ધ અંકના
આ વ્યોમને નીલ પટે થતી છતી.
અહીં રહ્યું ચિત્ત કૂટસ્થ શાન્ત
પ્રતીક્ષતું મૂક સુસજજ બીન શું,
આકાશશાયી મરુતોની નવ્ય
કો રાગિણીનો અવતાર રમ્ય,
સંક્રામવા ભૂતલનાં તલોમાં.
ઑક્ટોબર, ૧૯૪૪