ગુજરાતી ગઝલસંપદા/રૂસ્વા મજલૂમી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| રૂસવા મજલૂમી |}} <poem> મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે? મારો ય એક જમાનો હતો, કોણ માનશે?<br> ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ, એ આપનો દિવાનો હતો, કોણ માનશે?<br> તોબા કર્યા વિના કદી પીતો ન...")
 
No edit summary
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 19: Line 19:


{{HeaderNav2
{{HeaderNav2
|previous = 2
|previous = રતિલાલ ‘અનિલ’
|next = 4
|next = વેણીભાઈ પુરોહિત
}}
}}

Latest revision as of 10:24, 16 January 2023


રૂસવા મજલૂમી

મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?
મારો ય એક જમાનો હતો, કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો, કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન–મરણ,
ઝગડો એ હા ને ના નો હતો, કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?