અનેકએક/તરંગો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{center|'''તરંગો'''}} <poem> '''૧''' સમુદ્ર ઊછળી રહ્યો છે તરંગોમાં તરંગો ઊછળી રહ્યા છે સમુદ્રમાં '''૨''' તરંગ સૂર્યને સમુદ્રમાં આઘે આઘે વહાવી ઊં...ડે... તાણી જઈ પ્રચંડ જળરાશિમાં વેરી દે છે '''૩''' તરંગ કહે:...")
 
()
 
Line 10: Line 10:
ઊછળી રહ્યા છે
ઊછળી રહ્યા છે
સમુદ્રમાં
સમુદ્રમાં


'''૨'''
'''૨'''
Line 19: Line 20:
પ્રચંડ જળરાશિમાં
પ્રચંડ જળરાશિમાં
વેરી દે છે
વેરી દે છે


'''૩'''
'''૩'''
Line 30: Line 32:
તરંગને ઉછાળી ઉછાળી પછાડી
તરંગને ઉછાળી ઉછાળી પછાડી
વિખેરી દે છે
વિખેરી દે છે


'''૪'''
'''૪'''
Line 45: Line 48:
આ રમ્યતાના
આ રમ્યતાના
ઉન્માદ ચકરાવે છે...
ઉન્માદ ચકરાવે છે...


'''૫'''
'''૫'''

Latest revision as of 16:05, 26 March 2023

તરંગો




સમુદ્ર
ઊછળી રહ્યો છે તરંગોમાં
તરંગો
ઊછળી રહ્યા છે
સમુદ્રમાં




તરંગ
સૂર્યને
સમુદ્રમાં આઘે આઘે વહાવી
ઊં...ડે... તાણી જઈ
પ્રચંડ જળરાશિમાં
વેરી દે છે




તરંગ કહે: સમુદ્ર નથી
તરંગ
ઊછળી ઊછળી પછડાઈ
વીખરાઈ જાય છે
તરંગ કહે: સમુદ્ર છે
સમુદ્ર
તરંગને ઉછાળી ઉછાળી પછાડી
વિખેરી દે છે




તરંગે ચડેલું આકાશ
સેલારા મારી રહ્યું છે
વારેવારે
પવન ઝાલર વગાડે
એકાએક
કોઈ પંખી પાંખો ઝબકોળી જાય
રાતાં
તેજબુંદો ઊડી રહ્યાં છે
અત્યારે
તરંગ
આ રમ્યતાના
ઉન્માદ ચકરાવે છે...




તરંગને
જંપ નથી જરીકે
ખડકને
વારંવાર વીંટળાતા રહેવું
રેતપટ પર પ્રલંબ વિસ્તરી જવું
જળમાંથી જળ થઈ ઊછળી
છલંગ દઈ ઘૂમરી ખાઈ પછડાઈ
જળમાં ભળી જવું
નિરુદ્દેશે
વહેવું... વહ્યા કરવું
તરંગને જંપ નથી જરીકે