શાંત કોલાહલ/૨ પ્રથમ પ્રહરે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(formatting corrected.)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:
<center>'''૨. પ્રથમ પ્રહરે'''</center>
<center>'''૨. પ્રથમ પ્રહરે'''</center>


<poem>હળુ હળુ વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી
{{block center|<poem>હળુ હળુ વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી
ઉડુગણ તણાં આભે સોહી રહે કંઈ ઝુમ્મર !
ઉડુગણ તણાં આભે સોહી રહે કંઈ ઝુમ્મર !
પરિમલથી રોળાતી એની સુકોમલ પામરી
પરિમલથી રોળાતી એની સુકોમલ પામરી
અરવ ફરકે, અંધારામાં અનાવિલ સુંદર.
અરવ ફરકે, અંધારામાં અનાવિલ સુંદર.


જનપદ તણી વાળું-વેળા વીતી ગઈ ને હવે
જનપદ તણી વાળુ-વેળા વીતી ગઈ ને હવે
લહર લહરે તંદ્રાળું કૈં અડે સહુને હવા :
લહર લહરે તંદ્રાળુ કૈં અડે સહુને હવા :
સુખદુઃખની વાતે તો કોઈ પુરાણકથામૃતે,
સુખદુઃખની વાતે તો કોઈ પુરાણકથામૃતે,
ભજન તણી ધૂને વા કોઈ વળ્યાં રતિ-ઐક્યમાં.
ભજન તણી ધૂને વા કોઈ વળ્યાં રતિ-ઐક્યમાં.
Line 19: Line 19:


અહીં જ રયિ-પ્રાણે સૌહાર્દે લીધું પરિરંભણ,
અહીં જ રયિ-પ્રાણે સૌહાર્દે લીધું પરિરંભણ,
શબ્દ મહીં ના આવે એવી અવસ્થિતિ નંદન.<poem>
શબ્દ મહીં ના આવે એવી અવસ્થિતિ નંદન.</poem>}}


{{HeaderNav2 |previous =૧ સંધ્યા |next =ભતવારીનું ગીત }}
{{HeaderNav2 |previous =૧ સંધ્યા |next =ભતવારીનું ગીત }}

Latest revision as of 00:55, 16 April 2023


૨. પ્રથમ પ્રહરે

હળુ હળુ વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી
ઉડુગણ તણાં આભે સોહી રહે કંઈ ઝુમ્મર !
પરિમલથી રોળાતી એની સુકોમલ પામરી
અરવ ફરકે, અંધારામાં અનાવિલ સુંદર.

જનપદ તણી વાળુ-વેળા વીતી ગઈ ને હવે
લહર લહરે તંદ્રાળુ કૈં અડે સહુને હવા :
સુખદુઃખની વાતે તો કોઈ પુરાણકથામૃતે,
ભજન તણી ધૂને વા કોઈ વળ્યાં રતિ-ઐક્યમાં.

ઇહ સકલ કર્મોની લીલાની યે શયને ઇતિ :
શિથિલ તનને પંપાળે જ્યાં અતીન્દ્રિયનો કર
શ્રમહર; નવોન્મેષે રે ત્યાં થતી મનની યુતિ
સ્વપનમય કોઈ લોકે વા સુષુપ્તિમહીં વર.

અહીં જ રયિ-પ્રાણે સૌહાર્દે લીધું પરિરંભણ,
શબ્દ મહીં ના આવે એવી અવસ્થિતિ નંદન.