શાંત કોલાહલ/૨ પ્રથમ પ્રહરે: Difference between revisions
Jump to navigation
Jump to search
૨. પ્રથમ પ્રહરે
No edit summary |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<center>'''૨. પ્રથમ પ્રહરે'''</center> | <center>'''૨. પ્રથમ પ્રહરે'''</center> | ||
<poem>હળુ હળુ વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી | {{block center|<poem>હળુ હળુ વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી | ||
ઉડુગણ તણાં આભે સોહી રહે કંઈ ઝુમ્મર ! | ઉડુગણ તણાં આભે સોહી રહે કંઈ ઝુમ્મર ! | ||
પરિમલથી રોળાતી એની સુકોમલ પામરી | પરિમલથી રોળાતી એની સુકોમલ પામરી | ||
અરવ ફરકે, અંધારામાં અનાવિલ સુંદર. | અરવ ફરકે, અંધારામાં અનાવિલ સુંદર. | ||
જનપદ તણી | જનપદ તણી વાળુ-વેળા વીતી ગઈ ને હવે | ||
લહર લહરે | લહર લહરે તંદ્રાળુ કૈં અડે સહુને હવા : | ||
સુખદુઃખની વાતે તો કોઈ પુરાણકથામૃતે, | સુખદુઃખની વાતે તો કોઈ પુરાણકથામૃતે, | ||
ભજન તણી ધૂને વા કોઈ વળ્યાં રતિ-ઐક્યમાં. | ભજન તણી ધૂને વા કોઈ વળ્યાં રતિ-ઐક્યમાં. | ||
Line 19: | Line 19: | ||
અહીં જ રયિ-પ્રાણે સૌહાર્દે લીધું પરિરંભણ, | અહીં જ રયિ-પ્રાણે સૌહાર્દે લીધું પરિરંભણ, | ||
શબ્દ મહીં ના આવે એવી અવસ્થિતિ નંદન.</poem> | શબ્દ મહીં ના આવે એવી અવસ્થિતિ નંદન.</poem>}} | ||
{{HeaderNav2 |previous =૧ સંધ્યા |next =ભતવારીનું ગીત }} | {{HeaderNav2 |previous =૧ સંધ્યા |next =ભતવારીનું ગીત }} |
Latest revision as of 00:55, 16 April 2023
હળુ હળુ વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી
ઉડુગણ તણાં આભે સોહી રહે કંઈ ઝુમ્મર !
પરિમલથી રોળાતી એની સુકોમલ પામરી
અરવ ફરકે, અંધારામાં અનાવિલ સુંદર.
જનપદ તણી વાળુ-વેળા વીતી ગઈ ને હવે
લહર લહરે તંદ્રાળુ કૈં અડે સહુને હવા :
સુખદુઃખની વાતે તો કોઈ પુરાણકથામૃતે,
ભજન તણી ધૂને વા કોઈ વળ્યાં રતિ-ઐક્યમાં.
ઇહ સકલ કર્મોની લીલાની યે શયને ઇતિ :
શિથિલ તનને પંપાળે જ્યાં અતીન્દ્રિયનો કર
શ્રમહર; નવોન્મેષે રે ત્યાં થતી મનની યુતિ
સ્વપનમય કોઈ લોકે વા સુષુપ્તિમહીં વર.
અહીં જ રયિ-પ્રાણે સૌહાર્દે લીધું પરિરંભણ,
શબ્દ મહીં ના આવે એવી અવસ્થિતિ નંદન.