શાંત કોલાહલ/ફાગણ: Difference between revisions
Jump to navigation
Jump to search
ફાગણ
(+created chapter) |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<center>'''ફાગણ'''</center> | <center>'''ફાગણ'''</center> | ||
<poem>એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો, | {{block center|<poem>એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો, | ||
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો. | એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો. | ||
Line 13: | Line 13: | ||
એ જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો, | એ જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો, | ||
એને નહીં મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો | એને નહીં મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો. | ||
એ જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો, | એ જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો, | ||
એની રાત ઢળે રળિયાત રે કોઈ ફાગણ લ્યો. | એની રાત ઢળે રળિયાત રે કોઈ ફાગણ લ્યો. | ||
Line 25: | Line 25: | ||
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો, | એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો, | ||
એનો વાંકડિયો કંઈ લાંક રે કોઈ ફાગણ લ્યો.</poem> | એનો વાંકડિયો કંઈ લાંક રે કોઈ ફાગણ લ્યો.</poem>}} | ||
{{HeaderNav2 |previous =ફાગ |next =લગન }} | {{HeaderNav2 |previous =ફાગ |next =લગન }} |
Latest revision as of 09:33, 16 April 2023
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો.
એ જી આંબાની મ્હોરી મંજરી કોઈ ફાગણ લ્યો,
એવાં સરવર સોહે કંજ રે કોઈ ફાગણ લ્યો.
એ જી દરિયા દિલનો વાયરો કોઈ ફાગણ લ્યો,
એ તો અલમલ અડકી જાય રે કોઈ ફાગણ લ્યો.
એ જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો,
એને નહીં મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો.
એ જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો,
એની રાત ઢળે રળિયાત રે કોઈ ફાગણ લ્યો.
એ જી ઊડે કસુંબો આંખમાં કોઈ ફાગણ લ્યો,
એને વન પોપટની પાંખ રે કોઈ ફાગણ લ્યો.
એ જી ગગન ગુલાબી વાદળાં કોઈ ફાગણ લ્યો,
જોબનિયું કરતું સાદ રે કોઈ ફાગણ લ્યો.
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો કંઈ લાંક રે કોઈ ફાગણ લ્યો.