દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૪. સીતાપતિએ ન જાણ્યું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. સીતાપતિયે ન જાણ્યું|મનહર છંદ}} <poem> સીતાપતિયે ન જાણ્યુ સીતાનુંહરણ થશે, સીતાએ ન જાણ્યું જે સંન્યાસી પ્રતિકૂળ છે; દેવપતિએ ન જાણ્યું દમયંતી નહિ પામું, નારદે ન જાણ્યું મોહિની...")
 
No edit summary
 
Line 18: Line 18:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૩. ચડતી પડતી વિષે
|next =  
|next = ૧૫. કેડેથી નમેલી ડોશી
}}
}}

Latest revision as of 10:25, 21 April 2023


૧૪. સીતાપતિયે ન જાણ્યું

મનહર છંદ

સીતાપતિયે ન જાણ્યુ સીતાનુંહરણ થશે,
સીતાએ ન જાણ્યું જે સંન્યાસી પ્રતિકૂળ છે;
દેવપતિએ ન જાણ્યું દમયંતી નહિ પામું,
નારદે ન જાણ્યું મોહિની તો માયા મૂળ છે;
ગૌતમે ન જાણ્યું જે આ કૂકડામાં કપટ છે,
શુક્રે ન જાણ્યું જે ઝારીમાં સંકટ શૂળ છે;
કહે દલપતરામ આજ કળિકાય મધ્ય
જોશિયો જાણે ધારવું તે ધૂળ છે.