દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૬. જળદનું જળ જોઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬. જળદનું જળ જોઈ|મનહર છંદ}} <poem> જળદું જળ જોઈ જવાસો પ્રજળી જાય, ભાનુનો આભાસ ભાળી ઘૂડ ગભરાય છે; સિંહનાં સંતાન દેખી હરણ હબક ખાય, તારર્થ્ય-પ્રતાપ પેખી સાપ સંકોચાય છે. ચઢેલો ચકોર-મિ...")
 
No edit summary
 
Line 17: Line 17:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૨૫. ઢોંગધરી દુનિયામાં
|next =  
|next = ૨૭. હાથને હું હુકમ કરું
}}
}}

Latest revision as of 10:31, 21 April 2023


૨૬. જળદનું જળ જોઈ

મનહર છંદ


જળદું જળ જોઈ જવાસો પ્રજળી જાય,
ભાનુનો આભાસ ભાળી ઘૂડ ગભરાય છે;
સિંહનાં સંતાન દેખી હરણ હબક ખાય,
તારર્થ્ય-પ્રતાપ પેખી સાપ સંકોચાય છે.
ચઢેલો ચકોર-મિત્ર દેખી દલપત કહે,
ચોર ને ખચીત ચિત્ત ચટપટી થાય છે;
સોક્યનાં સંતાન દેખી સોક્યનું સુકાય તન,
સુકવિની કવિતાથી કુકવિ સુકાય છે.