દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૬. જળદનું જળ જોઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૬. જળદનું જળ જોઈ

મનહર છંદ


જળદું જળ જોઈ જવાસો પ્રજળી જાય,
ભાનુનો આભાસ ભાળી ઘૂડ ગભરાય છે;
સિંહનાં સંતાન દેખી હરણ હબક ખાય,
તારર્થ્ય-પ્રતાપ પેખી સાપ સંકોચાય છે.
ચઢેલો ચકોર-મિત્ર દેખી દલપત કહે,
ચોર ને ખચીત ચિત્ત ચટપટી થાય છે;
સોક્યનાં સંતાન દેખી સોક્યનું સુકાય તન,
સુકવિની કવિતાથી કુકવિ સુકાય છે.