દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૬. વસંતમાં વનનો દેખાવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૬. (વસંતમાં) વનનો દેખાવ|શાર્દૂલવિક્રીડિત વૃત્ત}} <poem> આંબા આમલી લીંમડા વડવડા, ઝુંડે ઝુક્યાં ઝાડ છે, છત્રોની છબિ છાઈ હોય છતમાં, તેવા ઉંચા તાડ છે; ગાયો વૃંદ હરે ફરે તૃણ ચરે, ગોવાળ...")
 
No edit summary
 
Line 40: Line 40:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૩૫. વસંત ઋતુનું વર્ણન
|next =  
|next = ૩૭. ગ્રીષ્મકાળ
}}
}}

Latest revision as of 10:52, 21 April 2023


૩૬. (વસંતમાં) વનનો દેખાવ

શાર્દૂલવિક્રીડિત વૃત્ત


આંબા આમલી લીંમડા વડવડા, ઝુંડે ઝુક્યાં ઝાડ છે,
છત્રોની છબિ છાઈ હોય છતમાં, તેવા ઉંચા તાડ છે;
ગાયો વૃંદ હરે ફરે તૃણ ચરે, ગોવાળિયા ગાય છે,
જોતાં આ વનને જરૂર ઉરમાં, આનંદ સધાય છે.

ઉપજાતિ વૃત્ત

ટોચે નવાં પલ્લવ લૂમખાં છે,
દીસે વળી સુંદર ડોલતાં છે;
કહે રૂડાં ચામર તે ક્વીશ,
જાણે ફરે છે વનરાય શીશ.

કેવાં જુઓ આ ફુલ કર્ણિકાનાં,
રાતાં તથા શ્વેત દિસે મજાનાં,
પ્રીતી તણા રંગથી હોય રાતાં,
સુકીર્તિથી શ્વેત હશે જણાતાં.

નવાણમાં નિર્મળ નીર દીસે,
આકાશમાં નિર્મળતા અતીશે;
સર્વ પ્રકારે સુખકારી આમ,
માટે કહે છે ઋતુરાજ નામ.

અસંત ને સંત વસંત ટાણે,
ઉમંગ તો અંગ અભંગ આણે;
તે જેમ પાંડિત્ય કવિત્વ પામી,
ખીલે ભલા લોક તથા હરામી.

વસંતી વસ્ત્રો તન ધારી બાળા,
સજે જુઓ વેષ રૂડા રૂપાળા;
ટાણું ભલું લગ્નતણું વિચાર્યું,
જાણે સુપાનેતર અંગ ધાર્યું.