દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૪૧. આથમતા તારા તથા ચંદ્ર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૧. આથમતા તારા તથા ચંદ્ર|}} <poem> તારા શશી પશ્ચિમમાં સિધાવે તે દેખીને એમ વિચાર આવે; ધનાઢ્ય દેશો બહુ ત્યાં વસે છે, જોવા બધા દેવ ધીમે ધસે છે. જ્યાં મેષ ને જ્યાં શશ બેલ સંગ, તે રાયને જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 90: | Line 90: | ||
નાશી છુટે સૈન્ય તણો સમાજ. | નાશી છુટે સૈન્ય તણો સમાજ. | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪૦. ચંદ્રોદય | ||
|next = | |next = ૪૨. પરોઢિયું | ||
}} | }} |
Latest revision as of 07:00, 22 April 2023
તારા શશી પશ્ચિમમાં સિધાવે
તે દેખીને એમ વિચાર આવે;
ધનાઢ્ય દેશો બહુ ત્યાં વસે છે,
જોવા બધા દેવ ધીમે ધસે છે.
જ્યાં મેષ ને જ્યાં શશ બેલ સંગ,
તે રાયને જોર રહે ન અંગ;
શશાંકની એવી દશા બની છે,
સ્વતંત્ર રાજ્યાસન વ્યર્થ ઇચ્છે.
આમેષ ને આ વૃષને વિલોકી,
રહ્યો દિસે મારગ સિંહ રોકી;
સ્વદેશિયો સંપ ચહે ન ચિત્તે,
તે રાયનું રાજ્ય રહે શી રીતે.
નિશાપતિ પશ્ચિમમાં નમ્યો છે,
માથે હતો ત્યાંથકિ તો ભમ્યો છે;
જાણે શશીની ચઢતી કળા ગૈ,
હવેથી તેની પડતી સ્થિતિ થૈ.
સાતે રૂષી ઉત્તરમાં ઝઘે છે,
જે સિંહની સાથ સદા ઉગે છે;
જાણે અનુષ્ઠાન મળ્યાની આશે,
ઇચ્છે જવાને નિશિનાથ પાસે.
અગ્રસ્ત તો દક્ષિણમાં દિસે છે,
મિથુનની સાથ સદા વસે છે;
વહેંચતાં દાપુ થઈ લડાઈ,
જાણે રૂષી સાથ પડી જુદાઈ.
આ કર્ક આકાર જુઓ કર્યો છે,
આ સિંહ આકાર જુઓ ધર્યો છે;
અનેક આકાર જણાય એમ,
સંગ્રામમાં વ્યૂહ રચાય જેમ.
ભૂમિ ભણી પૂર્વ શશી સિધાવ્યો
વિતર્ક એથી ઉર આવ્યો;
વૃદ્ધત્વ આવ્યું તરુણી નિશાને,
નમાવિયું ભૂ ભણી મુખડાને
આદિત્ય આભાસ વિશેષ થાય
શશાંક ઝાંખો પડતો જણાય;
બલિષ્ઠનો આગમ જાણી જેમ,
ઝાંખો પડે નિર્બળ ભૂપ તેમ.
શશાંકનો છેક ગટ્યો પ્રકાશ,
કેવો દિસે પશ્ચિમ દીશ પાસ
જાણે બજાવા ઘડી પૂર્ણ થાતે,
આકાશ ટાંગી ઘડિયાળ આ તે.
અંધેર ટાળી ન શક્યો શશાંક,
પડ્યો શશીને શિર એ જ વાંક;
તેનો રવિ દેવ તપાસ દીધો,
જાણે શશીને પદભ્રષ્ટ કીધો.
ભાનુથકી ચંદ્ર પ્રકાશ લે છે,
તેથી જ તે શીતળતા ધરે છે;
ભિક્ષાર્થિ પામે અતિ રિદ્ધિ આપ,
પડે ન તેનો જગમાં પ્રતાપ.
જે તીવ્રતા તો તનમાં ન રાખે,
સ્ત્રી તુલ્ય તેનું મુખ લોક ભાખે,
રાખી શકે તે નહિ રાજ્ય ફોશી,
એમાં કહો જોષ જુએ શું જોશી.
જે રાજ્યમાં ચોરનું જોર ફાવે,
તે રાજ્યમાં બીક વિશેષ આવે;
જે રાજ્યમાં હોય ઘણું ઍંધેર,
તે રાયનું રાજ્ય તપે શી પેર.
રે ચંદ્ર જો આ તુજ રાજ્ય થાતાં,
મનુષ્ય સૌ આળસમાં જણાતાં;
શસ્ત્રો તજી દેતી પ્રજા જણાઈ,
તે રાજ્ય તો કેમ ટકે જ ભાઈ.
સવાર થતાં શશિ અસ્ત પામ્યો,
તે કોણ જાણે કઈ ક્યાં વિરામ્યો;
જાણે પડ્યો કાદવ હેમ થાળ,
ખુંચી ગયો અંદર એ જ કાળ.
ઝાંખા પડી થાય અદર્શ તારા,
આકાશમાં જે અતિ શોભનારા;
તે જેમ રાજા તજી જાય રાજ,
નાશી છુટે સૈન્ય તણો સમાજ.