દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૮. હોરી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
કશી કેમ રાખે કચાશી, ઘેર આવો વસંત વિલાસી. | કશી કેમ રાખે કચાશી, ઘેર આવો વસંત વિલાસી. | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૬૭. ઘરસૂત્રની આંટી ઉકેલવા વિષે | ||
|next = | |next = ૬૯. મહિના | ||
}} | }} |
Latest revision as of 05:09, 23 April 2023
૬૮. હોરી
ઘેર આવો વસંત વિલાસી; વિલાસી, ઘેર. ટેક
આવે સમે કેમ આપ થયા છો, પિયુ પરદેશ પ્રવાસી;
અવધ ઉપર દિન અધિક ગયા છે, ફાગણની ગુણ રાશી;
પ્રિયા આવી પૂરણ માસી, ઘેર આવો વસંત વિલાસી.
લખી લખી કાગળ લખવાની લેખણ, ઘણું લખતાં ગઈ ઘાસી;
આપનો ઉત્તર એકે ન આવ્યો, એ થકી થઈ છું ઉદાસી;
નકી બેઠી થઈને નિરાશી, ઘેર આવો વસંત વિલાસી.
કંથ કથનથકી કોલ કર્યો હતો, એક દિન બેસી અગાશી;
પ્યારી તને નહિ પલક વિસારું, તે નથી જોતા તપાસી;
સ્વામી કેમ મળશે શાબાશી, ઘેર આવો વસંત વિલાસી.
પિયુ તમ અરથે પલંગ બિછાવું, ખાટ બાંધું ખૂબ ખાસી;
ચંપા ચંબેલી ગુલાબના ગજરા, હાર પહેરાવું હુલાસી;
વંદન જોઉં નેણ વિકાસી, ઘેર આવો વસંત વિલાસી.
આ ઋતુમાં રમે પિયુ સંગ પ્રેમદા, હેતે કરી કરી હાંસી;
દલપતરામના દેવે દીધી હોય, જોડ જો રામ સીતાશી;
કશી કેમ રાખે કચાશી, ઘેર આવો વસંત વિલાસી.