શાંત કોલાહલ/૫ મહુડો: Difference between revisions
Jump to navigation
Jump to search
૫ મહુડો
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 3: | Line 3: | ||
<center>'''૫ મહુડો'''</center> | <center>'''૫ મહુડો'''</center> | ||
<poem>પેલો મહુડો મ્હોરેલ અલબેલો ! | {{block center|<poem>પેલો મહુડો મ્હોરેલ અલબેલો ! | ||
એની સુગંધતણું કામણ કૂંડું રે | એની સુગંધતણું કામણ કૂંડું રે | ||
:::કુણા કાળજાને લાગતો હેલો...જીરે | :::કુણા કાળજાને લાગતો હેલો...જીરે | ||
Line 20: | Line 20: | ||
:::આજ આંહિ મોરલી મૃદંગ કેમ વાજે ! | :::આજ આંહિ મોરલી મૃદંગ કેમ વાજે ! | ||
કોઈનાં તે ઘેલાં નેપૂર અને કોઈનાં | કોઈનાં તે ઘેલાં નેપૂર અને કોઈનાં | ||
:::રમતાં લોચનિયાં લાજે...જીરે.</poem> | :::રમતાં લોચનિયાં લાજે...જીરે.</poem>}} | ||
{{HeaderNav2 |previous =૪ આવડ્યું એનો અરથ |next = ૬ તોરી વાત વેલાતી}} | {{HeaderNav2 |previous =૪ આવડ્યું એનો અરથ |next = ૬ તોરી વાત વેલાતી}} |
Latest revision as of 05:28, 16 April 2023
પેલો મહુડો મ્હોરેલ અલબેલો !
એની સુગંધતણું કામણ કૂંડું રે
કુણા કાળજાને લાગતો હેલો...જીરે
ઊંચા ગગનમાંનું મોંઘું મંદાર
આંહિ આવ્યું છે આપણી ભોમ :
ઘેરી ઘટાનીમાંહિ ખેલંતા પીજીએ
આપણે ઉમંગનો સોમ...જીરે
આને એંધાણીએ તે જાણીએજી
કાળને અમરત ભરાય આલવાલ,
વાવર્યાની હૈયામાં રાખીએજી હોંશ
ઓણ ઝાઝેરો ઊછળે ફાલ...જીરે.
આભની અપસરા યે જોઈ લે કે
આજ આંહિ મોરલી મૃદંગ કેમ વાજે !
કોઈનાં તે ઘેલાં નેપૂર અને કોઈનાં
રમતાં લોચનિયાં લાજે...જીરે.