શાંત કોલાહલ/૪ આવડ્યું એનો અરથ
Jump to navigation
Jump to search
૪ આવડ્યું એનો અરથ
કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ :
સાત પાતાળનાં ભોયરાં ભેદીને આવતી નાગણ
રાગનું એને ય દરદ...કાંચળી∘
વાંસમાં ઘેરાય વાયરો, ન્યાંથી
ઊપને મધુર વેણ,
નેણ લુભામણ રૂપની રે તંઈ
ડોલતી રમે ફેણ;
આપણી સામે ચાલ જેવી, હોય આપણી તેવી મરડ...કાંચળી∘
ઊજળો દા’ડો હોય કાળો અંધાર
ચારેગમ મોતની ડણક,
આપણો યે ટંકાર બોલે ઇમ
રાખીએ તાણી તીરની પણછ;
દાવ ચૂક્યાનું કામ નહીં, અહીં આવડ્યું એનો અરથ...કાંચળી∘