દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૮. અયોગ્ય ન કરવા વિષે: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૮. અયોગ્ય ન કરવા વિષે|સોરઠા}} <poem> ઉચ્ચરિયે ઉચ્ચાર, પ્યાર વધે જેથી પુરો; ભુંડાપે ભંડાર, ભરવાથી મરવું ભલું. તજી નિજ દેશ તમામ, નામ ન જાણે ત્યાં જવું; કુળ લાજે તે કામ, કરવાથી મરવું ભ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 41: | Line 41: | ||
દિલમાં દલપતરામ, ડરવાથી મરવું ભલું. | દિલમાં દલપતરામ, ડરવાથી મરવું ભલું. | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૯૭. બંબાષ્ટક | ||
|next = | |next = ૯૯. દેશાટન કરવા વિષે | ||
}} | }} |
Latest revision as of 07:52, 23 April 2023
સોરઠા
ઉચ્ચરિયે ઉચ્ચાર, પ્યાર વધે જેથી પુરો;
ભુંડાપે ભંડાર, ભરવાથી મરવું ભલું.
તજી નિજ દેશ તમામ, નામ ન જાણે ત્યાં જવું;
કુળ લાજે તે કામ, કરવાથી મરવું ભલું.
વનમાં કરી વિશ્રામ, દિન નિર્ગમિયે દોહલા;
ઠગ જન જ્યાં તે ઠામ, ઠરવાથી મરવું ભલું.
ન મળે જો નર માંહિ, પુરુષાતન તે પરમ શુભ;
ગુણકાના ઘરમાંહિ, ગરવાથી મરવું ભલું.
જીવ જવાનો જેમ દરિયામાં ડૂબે તરે;
તો તે જળમાં તેમ, તરવાથી મરવું ભલું.
સજ્જનનો સજી સંગ, સદ્ગુણ સજીએ સર્વદા;
ધૂતારાના ઢંગ, ધરવાથી મરવું ભલું.
લાયક ન ગણે લોક, તો જીવતર તેનું કશું;
ફેલી થઈને ફોક, ફરવાથી મરવું ભલું.
જે નારીને નાથ, ગમતે ગમતાં તે ભલું;
વણ ગમતા વર સાથ, વરવાથી મરવું ભલું.
થાય નાશ કે ક્ષેમ, ધીરજ ધરિયે ધર્મથી;
હેતૂ જનનું હોય, હરવાથી મરવું ભલું.
ઘણી કુટુંબી ઘેર, રિદ્ધિ દેખી રાચવું;
ઉલટું આંખે ઝેર, ઝરવાથી મરવું ભલું.
અણબનતી ત્યાં આપ, વાસ કરી વસીએ નહીં;
સદા ઉઠી સંતાપ, સ્મરવાથી મરવું ભલું.
સજવો નહિ સંગ્રામ, સજવો તો સજવા પછી
દિલમાં દલપતરામ, ડરવાથી મરવું ભલું.