ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નાનાભાઈ જેબલિયા/છટકું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|નાનાભાઈ જેબલિયા}}
[[File:Nanabhai Jebaliya.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|છટકું | નાનાભાઈ જેબલિયા}}
{{Heading|છટકું | નાનાભાઈ જેબલિયા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 104: Line 109:
‘શાબાશી ગઈ ચૂલામાં!’ બેચરભાઈની કદરનો ભૂકો બોલાવતાં ડ્રાઇવર કરાંજ્યો, ‘આવ્યા છો કોઈ દી’ બસ-સ્ટૅન્ડ ઉપર!’
‘શાબાશી ગઈ ચૂલામાં!’ બેચરભાઈની કદરનો ભૂકો બોલાવતાં ડ્રાઇવર કરાંજ્યો, ‘આવ્યા છો કોઈ દી’ બસ-સ્ટૅન્ડ ઉપર!’


બેચરભાઈ આ વખતે બોલી ગયાઃ ‘ઢાંકો જો પીલ્યો હોત ને… ઘરનો જ દાક્તર છે, દારૂ પીને હાંકછ એવો દાખલો લખત અને ખીચડી ખોવાઈ જાત, બેટા!’ પણ પંખાના અવાજમાં ડ્રાઇવરે એ સાંભળ્યું નહીં… સારું થયું…
બેચરભાઈ આ વખતે બોલી ગયાઃ ‘ઢાંઢો જો પીલ્યો હોત ને… ઘરનો જ દાક્તર છે, દારૂ પીને હાંકછ એવો દાખલો લખત અને ખીચડી ખોવાઈ જાત, બેટા!’ પણ પંખાના અવાજમાં ડ્રાઇવરે એ સાંભળ્યું નહીં… સારું થયું…


અને ત્યાં તો સેજપરવાળી બસ આવી ગઈ. બેચરભાઈ વળી પાછા દોડ્યા, બસ સેજપરની જ છે, એવી ખાતરી થતાં એ બારીની અડોઅડ ઊભા રહી ગયા.
અને ત્યાં તો સેજપરવાળી બસ આવી ગઈ. બેચરભાઈ વળી પાછા દોડ્યા, બસ સેજપરની જ છે, એવી ખાતરી થતાં એ બારીની અડોઅડ ઊભા રહી ગયા.
Line 152: Line 157:
તબીબી વિજ્ઞાનના નિષ્ણાત એવા મનુની આંખમાંથી આંસુની ધારાઓ વહેતી થઈ!
તબીબી વિજ્ઞાનના નિષ્ણાત એવા મનુની આંખમાંથી આંસુની ધારાઓ વહેતી થઈ!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વિભૂત શાહ/શૂન્યમાં વસતા શાહમૃગો|શૂન્યમાં વસતા શાહમૃગો]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નાનાભાઈ જેબલિયા/કાટલું|કાટલું]]
}}

Latest revision as of 01:51, 7 September 2023

નાનાભાઈ જેબલિયા
Nanabhai Jebaliya.png

છટકું

નાનાભાઈ જેબલિયા

મળું મળું થયેલી બેચરભાઈની આંખ ભડાક દઈને ઊઘડી ગઈ. રોંઢા દિવસનો સતાવ્યા કરતો પેલો ચહેરો વળી પાછો ઊપસી આવ્યો — પાતળા, સખત બીડેલા હોઠમાંથી બહાર લટકતા લાંબા ઉપલા બે દાંત; લાંબી ને સૂકી હડપચી, બેઠેલા ગાલ, ઝીણી ને ધારદાર આંખો!

‘હવે તું સગડ મેલ્ય હોં, રામશંકર! મંગળ ટાણે જ મોંકાણ મંડાવવા નો’ય ત્યાંથી ફૂટી નીકળછ, પણ યાદ રાખજે, મારો કે મારા મનુનો વાળેય વાંકો થવાનો નથી…’ કાલ સવારે તો મારો મનુ ઘેર આવે છે, ને તે પણ દાક્તર થઈને… અને બેચરભાઈ ખાટલામાંથી ઊભા થયા. ઢીલી પાંગતનો ખાટલો જરા કકડ્યો, લોચો કરીને મૂકેલાં ગોદડાંમાંથી ‘ફસ્’ કરતીકને હવા નીકળી અને બેચરભાઈના પોંચાને ચાટતી ઊડી ગઈ…!

પડખેના ખાટલામાં સાથી હજી નાખોરાં ખેંચતો હતો. બેચરભાઈ એની ઊંઘ ઉપર તપ્યાઃ ‘અઘોરી છે ને માળો! સાતરશ (સપ્તર્ષિ)નાં ચાર તો ઊગી ગયાં…! બળદોને હાથલો ફેરવશે ક્યારે? બગાયું વીણશે ક્યારે?’ ધીમે ધીમે ચાલતા એ બળદોને ગમાણે ગયા… બળદો નાખોરાં બોલાવતા ઊંઘતા હતા…

બળદોને ઉદ્દેશીને બેચરભાઈ બોલવા લાગ્યાઃ ‘હાથલો કરાવીને ચોખ્ખા ફૂલ થઈ જાવ. વળતે ફેરે મનુભાઈ હાંકવા બેહશે. એક તો એની ‘રાશ’ ઉતાવળી છે અને એમાંયે એના દોસ્તારો ભેગા હશે. હવે તો પાછો દાક્તર થયો… મોટરુંમાં ભમનારો આદમી તમને હળું હળું હાલવા દે. એમ? ઈ તો હડી જ કઢાવશે ને હવે? દાક્તર છે, સમજાણું? એને તો મોટરેય ફાસંફાસ દોડાવવી જોઈ, ન દોડે તો દાક્તરને પોસાઈ કાંઈ? સામેના દર્દીનો જીવ જાતો હોય હોં… અને હવે માણસો પણ કેવાં ગણતરીબાજ થઈ ગયાં છે — જીવ લવકીએ હોય તંઈ જ દાક્તરના પૈસા ભાંગે…!’ ચાલતા ચાલતા બેચરભાઈ વળી પાછા પથારીએ આવ્યા અને સાતરશનું છઠ્ઠું ચાંદરણું ઊગવાની રાહ જોઈ રહ્યા. છઠ્ઠું ઊગે કે પોતાને જાગવાનું હતું, ગાડી જોડવાની હતી. છઠ્ઠું ઊગતાં જ હજી નહીં નહીં તોય એકાદ કલાક લાગે એમ હતો…

જો આંખ મળી જાય તો એકાદ સારું એવું ઝોલું ખાઈ લેવાય. બેચરભાઈએ આંખ મીંચવાનો પ્રયાસ કર્યો અને ડોળા ઉપર પાંપણો ઢળી, કે જાણે પાંપણોના બેવનમાં જ સંતાયો હોય એમ રામશંકર ફરીવાર ઊપસી આવ્યો. યાદ આવ્યું કે નોકરી ગુમાવેલા રામશંકરને હવે કાંઈ જ ધંધો નથી, જ્યારે પોતાને કેટલું બધું કામ છે!

બેચરભાઈએ આંગળીના વેઢા ઉપર અંગૂઠો માંડ્યોઃ ગાડીને તળિયે ‘મુંજ’ પાથરવો, ઉપર જાજમ. એના ઉપર નવાં બે ગાદલાં, ચાર-પાંચ તકિયાઃ ઓછાડ, પાણી પીવાનો જર્મનનો કૂંજો, ચીતરવાળા ગ્લાસ, છત્રી, ગાડીનો છાંયો, બળદોની ઝૂલ્યો, ને? હજી બે-ત્રણ ચીજો ઘટતી હતી…!

રોંઢે ગણી ત્યારે આકરે કાંટે બાર થઈ હતી… ને એવાં મોટા ભાગની તો ગામલોકોએ જ સંભારી દીધી’તી.

બેચરભાઈ ધીમું, ગર્વીલું હસ્યાઃ ‘હોદ્દો કેવી ચીજ છે! હું મનુનો બાપ છું, છતાં મનુને ફૂલની જેમ જાળવીને તેડી લાવવા ગામ આખું કેટલી ભલામણ કરી ગયું! અને શિવો ટપાલી? મનુભાઈ માટે વળી વળીને ભલામણ કરતો હતો. ખુશાલીમાં બે રૂપિયા મળેલા ને? પણ પહેલાં તો મારે બેટે મારી છાતી જ બેસારી દીધી’તી.’ ને બેચરભાઈ સામે રોંઢાનો એ રૂંવાડાં થીજવતો પ્રસંગ વળી પાછો તરી રહ્યો.

‘તમારો તાર છે, બેચર આતા!’ બેચરભાઈને જગાડીને શિવાએ કહ્યું. તાર શબ્દ જ જાણે કે લોખંડનો તાર બનીને બેચરભાઈના કાળજામાં પરોવાઈ ગયો. એક જ પળ માટે બેચરભાઈની આંખ મીંચાઈ ગઈ, અંધારું છવાઈ ગયું ને અંધારામાં બેચરભાઈ સામે ભમરિયા કૂવા ઘૂઘવતા દેખાયા; રેલગાડીઓનાં રાક્ષસી એન્જિનો, નાપાસ થઈને પાટા માથે સૂઈ ગયેલા મનુના દેહના ફોદા કાઢી નાખીને ‘હુસ્! હુસ્!’ કરતાં પસાર થતાં દેખાયાં! માંકડ મારવાની ગંધારી દવા બેચરભાઈના નાકને ગૂંગળાવી રહી. છાપાવાળા ગોકીરો કરવા લાગ્યા.

‘આતા… લ્યો પાણી…’ મોટા આતાને જાગેલા જોઈને ‘જીવતી’ પાણીનો કળશો લઈ આવી.

જીવતી સામે બેચરભાઈની આંખો સતપ થઈ. શિવો નો’ત તો એ જીવતીને તતડાવત — ‘મૂકીને હાલતી થા, છપ્પરપગી…!’

— બેચરભાઈ જીવતીને છપ્પરપગી કહેતા. — જીવતીના જન્મ પછી ત્રીજે જ દિવસે બેચરભાઈનો નાનો ભાઈ પરબત — કૉલેરામાં પાછો થયો હતો…!

બેચરભાઈને મળનાર પરબતની સાઠ વીઘા જમીન આ જીવતીએ પચાવી પાડી’તી!!

‘પારકી આશ’ના કપાળમાંથી સાઠ વીઘા જમીન પોતાની કરી લેવા બેચરભાઈએ રામશંકર તલાટીને સો-સોની બે નોટો વદાડી’તી, ને તોય રામશંકર એકનો બે નો’તો થયો. લાજ્યો નહીં ને ઊલટાનો એ ગાજ્યોઃ

‘બેચરભાઈ, નાનેરા ભાઈની વિધવાનો ઊલટાનો તમારે ખ્યાલ રાખવો જોઈએ. તમે એક હજાર આપશો તોય એ બાઈ અને દીકરી માટે હક્કપત્રકે હું ઘાલમેલ કરવાનો નથી. કાશીવહુ તો ધન્યવાદને પાત્ર છે. તમારી નાતરિયા વરણમાં એ બાઈ ફક્ત દીકરીના ‘પાણકા’ ઉપર જિંદગી ગુજારવા બેઠી છે — ખાનદાન છે, ખાનદાન!’

‘ચોખલિયાવેડા જાવા દ્યો તલાટી, ને લઈ લ્યો.’ બેચરભાઈએ કોરી કડકડતી સોની નોટ રોકડી કાઢીને રામશંકરને કહ્યું, ‘સો રોકડા ને સો માગું છું એ માફ — તમારું સોનાનું લોકીટ લઈ જાજ્યો.’

‘નોટ તમારા ખિસ્સામાં જ રાખો. તમારા સો લેણા છે એના અડાણામાં મારી પત્નીનું લોકીટ તો છે ને, તમારી પાસે?’ રામશંકરે કહી દીધુંઃ ‘બસ હવે સો આપી જજો. મારે હવે લોકીટ પણ નથી જોઈતું, બસ?’

બેચરભાઈ તપી ગયાઃ ‘લખમી ચાંદલો કરવા આવે છે રામશંકર. ભૂખડી બારસ એવા આ ગામમાં સો-સોની બે નોટો! બસોમાં લોકીટ વેચાય નૈં તલાટી!’

‘તમને મુબારક… સરકાર મનેયે નોટો આપે છે.’ કહીને રામશંકરે હોઠ બંધ કરી લીધા. એના બહાર રહેતા ઉપલા, લાંબા દાંત, બેચરભાઈને રવાના થવાનો જાણે સિગ્નલ આપતા હતા!

‘તો સતવાદી, સો પોગાડી જઈશ અને લોકીટ જાહે ગાંઠિયા ખાવા!’ બેચરભાઈ આવું બોલવાના હતા પણ ઑફિસમાં કોઈક આવી ચડ્યું અને પોતે સમસમતા ઘેર આવતા રહેલા.

શિવો ટપાલી ઊભો ઊભો વહેંચવાના બીજા કાગળો ગોઠવતો હતો. બેચરલાલની સ્મૃતિ લંબાતી હતી.

મનુને શહેરની હાઈસ્કૂલમાં ભણવા મોકલ્યો ત્યારે પત્નીએ કહ્યું હતુંઃ ‘એકના એક દીકરાને આંખથી અળગો નથી કરવો. મનુ આઘોપાછો થાય છે ને મને ઓલી બાઈના સરાપ —’ કહેતાં તો મનુની બા રડી પડી હતી…

ઓલી બાઈ એટલે રામશંકર તલાટીની વહુ —  કંચન…! ગામના ચોકમાં રોકકળ કરતી, ઝટિયાં પીંખતી, સમ ખાતી, રામશંકરની નોકરીને ‘એરેસ્ટ’ કરીને લઈ જતા — ઍન્ટિકરપ્શન ખાતાના અમલદારોને વિનવણી કરતી કંચન…! દસ વરસ ઉપરનો પ્રસંગ સળવળીને જાગતો હતોઃ

ઍન્ટિકરપ્શન ખાતા દ્વારા બેચરભાઈને રામશંકરને મહાત કરવા ‘છટકું’ ગોઠવ્યું હતું.

ઍન્ટિકરપ્શનના અમલદારો રામશંકરના ઘર પાછળ છુપાયા. અને બેચરભાઈ સો રૂપિયા દેવા રામશંકરને ઘેર ગયા.

કરાર મુજબ પૈસા રામશંકરે હાથમાં લીધા કે અમલદારોએ ‘દરોડો’ પાડ્યો…!

રામશંકરે ઘણીયે ચોખવટ કરી કે ભાઈસા’બ, આ પૈસા તો મારી પત્નીના લોકીટના છે. બેચરભાઈએ એના લેણાનું દબાણ કરીને બસો રૂપિયામાં એ રાખી લીધું… ઓ એના કાપીને, સો રોકડા દેવા આવ્યા છે. લાંચ નથી. મારી જિંદગીમાં મેં લાંચ લીધી નથી.’

‘સો રૂપિયામાં ખોટી એન્ટ્રી પાડવાની એણે લાંચ માગી’તી, સા’બ!’ બેચરભાઈએ અમલદારોને કહ્યું.

અને બેચરભાઈ જ સાચા ઠર્યા — રામશંકરની સચ્ચાઈનો કોઈએ પુરાવો ન આપ્યો… કોણ આપે?…

કોઈના બે મણ દાણામાં વરસવળોટ ફોરમ જાળવ્યો હોય તો ને? પાંચ રૂપિયા લઈને એકને બદલે ત્રણ બાવળ પાડવાનો લાભ કરી દીધો હોય તો ને? પણ ઘઉંમાં સરકારી પડતર કોઈને ‘બળતી બેણી’માં દીધી હોય તો ને?

રામશંકર સસ્પેન્ડ થયો ને છ માસની સજા થઈ!

‘મનુભાઈ પાસ થઈ ગયા ને કાલે ઘેર આવે છે, એનો આ તાર છે’ શીખની ગરજે, ઘણી વાર લગી ઊભા રહેલા શિવાએ વિચારમગ્ન બેચરભાઈ આગળ સ્પષ્ટતા કરી.

બેચરભાઈના કોઠામાં જીવ આવ્યો. છતાં એનાથી એક દુઃખભર્યો નિઃશ્વાસ મુકાઈ ગયો. ‘મૂરતમાં જ, એકના એક દીકરા માટે કેવી વહરી કલ્પના થઈ ગઈ?’

અને અત્યારે, ખાટલામાં બેઠાં બેઠાં એણે રામશંકરને ભાંડ્યોઃ ‘કરમચંડાળ, તેં કીધું’તું કે કરેલા કરમનો બદલો ભોગવવો પડશે… પણ જો! મારો છોકરો તો દાક્તર થઈને આવે છે… તારાં તું ભોગવી રહ્યો છે! નોકરી ખોઈને!’ અને પોતાને આખી રાતનો ઉજાગરો કરાવનાર રામશંકર માટે બેચરભાઈના મોઢામાં એક ગાળ આવી ગઈ, પણ ત્યાં જ કૂકડો બોલ્યો અને એ ખાટલામાંથી ઊભા થયા, સાથીને જગાડ્યો.

સાથીએ બળદોની બગાઈઓ વીણી, હાથલો ફેરવ્યો એટલી વારમાં બેચરભાઈએ ગાડી તૈયાર કરી નાખી અને યાદી મુજબ બધું ગોઠવાઈ જતાં ગાડી જોડાવીને રામપરને માર્ગે ચાલી નીકળ્યા.

સીમની મોકળી હવામાં ગાડી થોડી વાર ચાલી અને બેચરભાઈની આંખો ઘેરાવા લાગી…

‘અરે તારી…! રાત આખી ન આવી અને હવે!’ બેચરભાઈએ આંખો મીંચી. રામશંકર દેખાયો નહીં અને એને ઝોલું આવી ગયું.

સામેથી મનુને લઈને બસ આવતી દેખાણી… પણ આ શું!

બસને નોંધીને એક ભારખટારો દોડ્યો કાં જાય! અરે, પેસેન્જરો ને કન્ડક્ટર બૂમો પાડે છે, છતાં એ તારવતો કાં નથી? અરે, હરામી! પીધેલો લાગે છે…! અને ભારખટારો આખરે બસ સાથે અથડાયો. બસના ખુરદા ઊડી ગયા…!

બેચરભાઈના મોંમાંથી કાળી ચીસ નીકળી ગઈઃ ‘મ…નુ…ઊ…’ પોતાની બળદગાદી ધડામ્ કરતી… પછડાણી. બેચરભાઈની આંખો ઊઘડી ગઈ…!

‘એરુ હતો, આતા!’ સાથી કપાળ લૂછતો બોલતો હતોઃ ‘ગાડી ભેખડે ચડાવી તોય તરતો નો’તો, પણ ગલઢાનાં પુન્ય જુઓ!’ કહીને સાથીએ ગાડીના પાટા ઉપર આંગળી ચીંધી.

સાપ ગાડીના પાટા સાથે છૂંદો થઈ ગયો હતો… ખરી વેળાએ સંકટ ટળી જતું જોઈને બેચરભાઈ, પેલું દુઃસ્વપ્ન ભૂલી જઈને ખુશ અવાજે બોલ્યાઃ ‘હાંક્ય ભગવાનનું નામ લઈને — બે હજારના બળદ ઊગરી ગયા!’

ઊંઘવાનું માંડી વાળીને બેચરભાઈ ટટ્ટાર થઈને ગાડીમાં બેઠા.

દિવસ ઊગતાં તો ગાડીએ રામપરના પાદરમાં ચાંપી દીધાં.

થોડે દૂર ગાડી છોડાવીને બેચરભાઈ ધૂળ ઝાપટતા બસ-સ્ટૅન્ડ પર આવી પહોંચ્યા.

બેચરભાઈનાં ઊજળાં કપડાં જોઈને પરબવાળાએ પાણીનો ગ્લાસ અંબાવ્યો. અને મોઢે માંડે એ પહેલાં તો બસનો પંખો ગાજ્યો. બેચરભાઈ દોડ્યા— પાણીનો ગ્લાસ પડી ગયો!

‘કરીમગઢ આવી!’ બે-પાંચ પૅસેન્જરો બોલ્યા. અને બેચરભાઈ ભોંઠા પડીને પાછા વળ્યા. મનુ તો સેજપરવાળી બસમાં આવવાનો હતો!

બેચરભાઈએ ફરીવાર પરબવાળા પાસે પાણી માગ્યું. આ વેળાએ અડબંગ જેવા બેચરભાઈ ઉપર એ ખિજાયોઃ ‘ક્યાંની બસ છે, એ વાંચતાં તો આવડતું નથી અને પૂછ્યાગાછ્યા વગર દોટું કાઢે છે!’

‘એટલેથી જ રાખજે હોં — હું મનુભાઈ દાક્તરનો બાપુ છું.’ બેચરભાઈ બોલવાના હતા, પણ ત્યાં જ પોતાનો ભડકેલો બળદ બસના એન્જિન સાથે ભટકાતો રહી ગયો. ડ્રાઇવરે સમયસર બ્રેક મારી દીધી હતી…

મોતના મોંમાંથી પોતાનો બળદ બીજી વાર બચી ગયો. બેચરભાઈ પોતાના ચડિયાતા નસીબ પર હવે મગરૂર હતા, ખુશ હતા. નિર્ભય હતા, અને એવા જ અવાજે એણે પેલા ડ્રાઇવરને શાબાશી આપીઃ ‘શા…બા…શ!’

‘શાબાશી ગઈ ચૂલામાં!’ બેચરભાઈની કદરનો ભૂકો બોલાવતાં ડ્રાઇવર કરાંજ્યો, ‘આવ્યા છો કોઈ દી’ બસ-સ્ટૅન્ડ ઉપર!’

બેચરભાઈ આ વખતે બોલી ગયાઃ ‘ઢાંઢો જો પીલ્યો હોત ને… ઘરનો જ દાક્તર છે, દારૂ પીને હાંકછ એવો દાખલો લખત અને ખીચડી ખોવાઈ જાત, બેટા!’ પણ પંખાના અવાજમાં ડ્રાઇવરે એ સાંભળ્યું નહીં… સારું થયું…

અને ત્યાં તો સેજપરવાળી બસ આવી ગઈ. બેચરભાઈ વળી પાછા દોડ્યા, બસ સેજપરની જ છે, એવી ખાતરી થતાં એ બારીની અડોઅડ ઊભા રહી ગયા.

‘ઊતરવા દો, એ મિસ્ટર!’ એકાદ બે પેસેન્જરો બેચરભાઈને બારીની લગોલગ જોઈને તપી ગયા. પણ બેચરભાઈ સાંભળતા જ ક્યાં હતા? એની બહાવરી આંખો તો — વાંકડિયા વાળ, પાતળી ફ્રેમનાં ચશ્માં, પાતળો એવો બાંધો અને ભરાવદાર ગાલવાળા મનુને જ શોધતી હતી. અરે, મનુને ઝીલી લેવા માટે બેચરભાઈએ હાથ પણ પહોળા કરી રાખ્યા, બસમાંથી પાંસર્યો તેડી લઈને એ છપકો દેવાના હતાઃ ‘ટૅક્સી બાંધીને જ આવવું’તું ને, દીકરા! આ ડ્રાઇવરનો શો ભરોસો?’

પૅસેન્જરો ધબાધબી ઊતરતા હતા. બેચરભાઈ એ સૌની પછવાડે મનુને શોધતા હતા — આ જુવાનની પાછળ, આ ડોસી પછી આ ભાભાની વાંહે…

એક જાડી એવી બાઈને બારીમાં જોતાં એ મનોમન ઊકળ્યા, ‘બોરી જેવી છે જરગી! આની પાછળ મનુ દેખાય પણ કેમ બચ્ચારો!’

એક ડેસાને એનું પોટલું લેવામાં વાર થઈ અને બેચરભાઈ ઊકળી ગયાઃ ઊતર ઝટ ડોહલા! વાંહેના માણસુંને ‘ઊતરવું હોય, ઘેર જાવું હોય, તડકો થાતો હોય…’

પેસેન્જર ઉપર ખિજાવાના પોતાના હકનો ઉપયોગ કરતા બેચરભાઈ ઉપર કંડક્ટરની આંખો પહોળી થઈ ગઈ…

બસ આખી ખાલી થઈ ગઈ, છતાં મનુ ન ઊતર્યો. બેચરભાઈએ આગળ અને પાછળ જોયું, પછી ચારે બાજુ ઝડપથી જોયું. પણ મનુ ન દેખાયો. બેચરભાઈની ધીરજ ખૂટી પડી. ઠેકડો મારીને એમણે બસનો સળિયો પકડ્યો!

કંડક્ટરને ખિજાવાનો મોકો મળી ગયોઃ ‘ટિકિટ લઈને ચડો, આ શાકમારકીટ નથી.’

કંડક્ટરને ભૂંસણ દઈનેય બેચરભાઈ બસમાં ડોકાયે રહ્યા.

અને… અને બેચરભાઈની આંખો ચાર થઈ ગઈ! બસમાં રામશંકર બેઠો હતો. બેચરભાઈને જોઈને જૂની ઓળખાણને નાતે સ્વાભાવિક રીતે જ રામશંકરે હાસ્ય કર્યું.

બેચરભાઈનું મગજ ભમી ગયું. એણે સળિયાને ભીંસ્યો.

‘તમારે છે શું છેવટે?’ કંડક્ટર ધૂં — વરાળ થઈ બેઠો, ‘કોણ છો તમે?’

‘હું પૂછું છું માસ્તર, કે… કે…’ બેચરભાઈ રઘવાયા સાદે બોલ્યાઃ ‘મનુભાઈ, દાક્તર આ બસમાં કેમ આવ્યા નૈં? આમાં જ આવવાના હતા. વખતોવખત આ બસમાં જ આવે છે. હુંશિયાર માણહ છે. બસ કોઈ દી ચૂકે જ નૈં…’

‘એ કઈ વાડીનો ભીંડો હશે!’ બારી બંધ કરીને કંડક્ટર અંદર બેઠેલા રામશંકર સામે જોઈને હસ્યો. રામશંકર પણ હસ્યો.

‘માસ્તર! મનુભાઈ કેમ ન આવ્યા? હેં? તમને પૂછું છું…?’

‘છટકું થઈ ગયું લાગે છે આને.’ કંડક્ટર ફરીવાર રામશંકર સામે જોઈને હસ્યો અને તે પછી ઘંટડી મારી. બસનો પંખો જોરથી ગાજ્યો. એ ગજવાટમાં બેચરભાઈએ રામશંકરને હસતો જોયો. રામશંકર માટે બેચરભાઈના મોંમાં એક ગાળ આવી ગઈ, પણ ત્યાં જ ટૅક્સી આવીને સ્ટૅન્ડ પર ઊભી રહી. બેચરભાઈએ એ બાજુ જોયું. મનુ એના ભાઈબંધો સાથે ઊતરતો હતો. બેચરભાઈ પેલી બસની પાછળ દોડ્યા અને જોરથી બોલ્યાઃ ‘મારો મનુ તો આવી ગયો સાજો-નરવો… જોતો જા, રામશંકર!’

‘બાપુજી!’ મનુએ આવીને, અકારણ બોલતા પિતાના ખભા પકડ્યા, હલાવ્યાઃ ‘બાપુજી!’

‘રામશંકર…! હરામખોર! જોતો જા…! તારી આંખ ફાડીને આમ જોતો જા!’ બેચરભાઈએ ફરીથી ચીસ નાખી.

પિતાની વિચિત્ર દશા અનુભવતાં મનુનું કાળજું ફફડી ગયુંઃ ‘બા…પુ…જી!’

‘હત તારી જાતનો હરામખોર!’ બેચરભાઈ ક્યારનીયે ઊપડી ગયેલી બસ પાછળ દોડવા લાગ્યાઃ ‘રામશંકર! જોતો જા… જોતો જા… હે… ઈ!’ બેચરભાઈએ હતા એટલા જોરથી બંડીના ખિસ્સામાં હાથ નાખ્યા અને પછી આંચકો માર્યો. બંડી લીરા લીરા થઈ ગઈ…!

‘બા… પુ… જી… ઈ!’ મનુ ભયભીત થઈ ગયો.

બેચરભાઈએ જોરથી માથું ધુણાવ્યું, પાઘડી ઊગી ગઈ, પગમાંથી પગરખાં નીકળી ગયાં અને પછી છાતી ફાટે એવા જોરથી ત્રાડ્યાઃ ‘હા…! હા…! હા! હા!’

તબીબી વિજ્ઞાનના નિષ્ણાત એવા મનુની આંખમાંથી આંસુની ધારાઓ વહેતી થઈ!