યાત્રા/અહો ગાંધી!: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|અહો ગાંધી!|}} | {{Heading|અહો ગાંધી!|}} | ||
<poem> | {{block center| <poem> | ||
અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી, | અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી, | ||
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને! | રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને! | ||
Line 25: | Line 25: | ||
પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય-આનંદનો ઘટ | પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય-આનંદનો ઘટ | ||
અક્ષુણ્ણ, ધરતી-તીરે પ્રગટાવ, મહા નટ! | અક્ષુણ્ણ, ધરતી-તીરે પ્રગટાવ, મહા નટ! | ||
<small>{{Right|૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮}} </small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 02:53, 20 May 2023
અહો ગાંધી!
અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી,
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને!
ગયા–ના રોકાયા વચન ‘જઉં છું’ એ ય વદવા,
ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા!
તમારે ના વૈરી, પણ જગતનાં વૈર સહ હા
તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા
ચહ્યું, વિશ્વે અદ્રિ સમ વિરચવા શાંતિસદન :
મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું.
ઢળ્યા એ સંગ્રામે ! પ્રભુ થકી જ આ ત્રાણ ઉતર્યું?
તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની?
મનુષ્યે ઝંખેલાં પ્રણય-સતનો સિદ્ધિ-પથ આ
અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ?
હજી રોતી પૃથ્વી : પ્રગટ ધરતીનાં રુદન શા
હતા ગાંધી. એને ગત કરી, પ્રભો! તેં રુદનને
વધાર્યાં. ક્યારે યે રુદન સ્મિતમાં ના પલટશે?
કહે, પૃથ્વી અર્થે પ્રગટ તવ આનંદ ન થશે?
પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય-આનંદનો ઘટ
અક્ષુણ્ણ, ધરતી-તીરે પ્રગટાવ, મહા નટ!
૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮