યાત્રા/શું અર્પું?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|શું અર્પું?| }}
{{Heading|શું અર્પું?| }}


<poem>
{{block center|  <poem>
(સૉનેટયુગ્મ)  
<center>(સૉનેટયુગ્મ)</center>
 
<center>[૧]</center>
<center>[૧]</center>
તને ક્‌હે શું અર્પું? કુસુમદલ તો આસન તવ,
તને ક્‌હે શું અર્પું? કુસુમદલ તો આસન તવ,
અને આ પૃથ્વીની સુરભિ સઘળી તારું શ્વસન,
અને આ પૃથ્વીની સુરભિ સઘળી તારું શ્વસન,
Line 26: Line 24:


<center>[૨]</center>
<center>[૨]</center>
અને થાતું પાછું : ક્યમ કુસુમ ના અર્પણ કરું?
અને થાતું પાછું : ક્યમ કુસુમ ના અર્પણ કરું?
ન ધૂપે આરાધું? દ્યુતિમય સુચિત્રો નવ રચું?
ન ધૂપે આરાધું? દ્યુતિમય સુચિત્રો નવ રચું?
Line 44: Line 41:
જગન્માતર્, તારો સકલ રસ, તારી જ રસના
જગન્માતર્, તારો સકલ રસ, તારી જ રસના
વિખેરીને લેતી મધુ કણકણે ઘૂંટ રસના.
વિખેરીને લેતી મધુ કણકણે ઘૂંટ રસના.
</poem>


{{Right|એપ્રિલ, ૧૯૪૩}}
<small>{{Right|એપ્રિલ, ૧૯૪૩}}</small>
<br>
</poem>}}
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 03:29, 20 May 2023

શું અર્પું?
(સૉનેટયુગ્મ)

[૧]

તને ક્‌હે શું અર્પું? કુસુમદલ તો આસન તવ,
અને આ પૃથ્વીની સુરભિ સઘળી તારું શ્વસન,
પ્રદીપેલી જ્યોતો ગગનભરની તારું વસન–
નથી એકે એવું પ્રકૃતિ ભરમાં જે તવ નવ.

તને તો શું અર્પું? મનુજકૃતિની કે રસકલા?
સુકાવ્યે આરાધું? નરતન રચું? ગાન વિરચું?
મહા શિલ્પે તારાં દ્યુતિમય સ્વરૂપો સહુ ખચું?
અરે એ તો લીલા તવ ભંવરની માત્ર સકલા!

ખરે, આ સૃષ્ટિમાં મનુજ તણું તે એવું જ કશું
ન જે બીજે ક્યાંયે? અહ, મનુજમાં તો ઘણું ભર્યું –
મહા રાગદ્વેષો, કંઈ કુટિલતાનું દળ નર્યું –
ઘણાં દુઃસત્ત્વોનું નગર અહિંયાં આવી જ વસ્યું.

છતાં એ સંધાંમાં પરમ વસ છે એક નરવી –
ત્વદર્થે ઈપ્સાની પ્રખર–તવ તે પાદ ધરવી.

[૨]

અને થાતું પાછું : ક્યમ કુસુમ ના અર્પણ કરું?
ન ધૂપે આરાધું? દ્યુતિમય સુચિત્રો નવ રચું?
ને કાં કાવ્યે ગુંજું? નરતન સુગીતે ધુમ મચું –
ન કાં ધીંગાં શિલ્પે જગપટ બધો ભવ્ય ઉભરું?

અરે આ સંધાં યે યદિ તવ જ, તો શું મુજ નવ?
અભીપ્સા જે હુંમાં તવ મિલનની તેવી તુજમાં
નથી ઈપ્સા– લેવા શિશુકુસુમને તારી ભુજમાં?
રહ્યો આ તો સાચ્ચે તુજ મુજ ઉભેનો ય વિભવ.

ખિલી તું પુષ્પોમાં, પ્રગટી દ્યુતિમાં, સર્વ રસમાં;
પ્રફુલ્લી તેવી તું અમ ઉરની ઈપ્સાની રતિમાં.
જગત્ આ જે જનમ્યું તવ ચિતિની નિઃશ્વાસગતિમાં,
થઈ તે ઉચ્છ્‌વાસ પ્રતિ તવ ચઢે ઊર્ધ્વ નસમાં.

જગન્માતર્, તારો સકલ રસ, તારી જ રસના
વિખેરીને લેતી મધુ કણકણે ઘૂંટ રસના.

એપ્રિલ, ૧૯૪૩