યાત્રા/એક જ રટના: Difference between revisions

(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|એક જ રટના| }}
{{Heading|એક જ રટના| }}


<poem>
{{block center| <poem>
ઉચ્છ્‌વાસે નિઃશ્વાસે મારી એક જ રટના હો,
ઉચ્છ્‌વાસે નિઃશ્વાસે મારી એક જ રટના હો,
તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો.
તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો.
Line 20: Line 20:
{{space}} અમ કલશે સંભર તવ રસ-ધી,
{{space}} અમ કલશે સંભર તવ રસ-ધી,
પંથ પંથ ભણકારા તારી પદ-આહટના હો.
પંથ પંથ ભણકારા તારી પદ-આહટના હો.
</poem>


{{Right|એપ્રિલ, ૧૯૪૩}}


<small>{{Right|એપ્રિલ, ૧૯૪૩}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>

Latest revision as of 15:50, 20 May 2023

એક જ રટના

ઉચ્છ્‌વાસે નિઃશ્વાસે મારી એક જ રટના હો,
તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો.

          હે ઉન્નત ગિરિશૃંગનિવાસી!
          અમ ભૂતલનો તું બન વાસી,
          અણુઅણુમાં અમ ર્‌હે તું હુલાસી,
મુજ તુજ બીચ હવે હે પ્રીતમ, ઘૂંઘટપટ ના હો.

          હે અજરાં તેજોના રાશિ!
          અમ અંધારાં જા તું પ્રકાશી,
          વખડાં જા ધરતીનાં પ્રાશી,
અમ જ્યોતિના એ પંકજને ઝાંખઝપટ ના હો.

          હે આનંદ પરમના જલધિ!
          અમ ઝરણાંની સંહર અવધિ,
          અમ કલશે સંભર તવ રસ-ધી,
પંથ પંથ ભણકારા તારી પદ-આહટના હો.


એપ્રિલ, ૧૯૪૩