રચનાવલી/૨૦૭: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
(+1) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Heading| ૨૦૭. માદામ બૉવરી (ગુસ્તાવ ફ્લોબેર) |}} | {{Heading| ૨૦૭. માદામ બૉવરી (ગુસ્તાવ ફ્લોબેર) |}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/3/3a/Rachnavali_207.mp3 | |||
}} | |||
<br> | |||
૨૦૭. માદામ બૉવરી (ગુસ્તાવ ફ્લોબેર) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Latest revision as of 05:44, 13 September 2025
◼
૨૦૭. માદામ બૉવરી (ગુસ્તાવ ફ્લોબેર) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
◼
આધુનિક નવલકથાનો પ્રણેતા કોણ? પદ્યની જેમ ગદ્યની શક્તિનો પહેલો દૃષ્ટા કોણ? ગદ્યનો સમર્થ સ્વામી કોણ? ગદ્યને પદ્ય જેવું લયાત્મક અને વિજ્ઞાનની ભાષા જેવું નિશ્ચિત બનાવનાર પહેલો સાહસિક કોણ? જગતની વીગતે વીગત ચીતરે ને તોયે કાવ્યાત્મક રહે એવો પહેલો રોમેન્ટિક કોણ? સાહિત્યની સાચી નિસ્બત સાહિત્ય પોતે જ છે એવું પહેલીવાર માનનાર અને મનાવનાર કોણ?— આ બધાનો એક જ જવાબ છે અને તે છે જગપ્રસિદ્ધ નવલકથા ‘માદામ બૉવરી’નો સર્જક ગુસ્તાવ ફ્લોબેર. ફ્રાન્સના એમાં ૧૮૨૧માં ડૉક્ટર પિતાને ત્યાં ચોથા સંતાન તરીકે એનો જન્મ. ખૂબ વાંચનારો પણ બેળે બેબે ઇચ્છા વિરુદ્ધ કાયદાના અભ્યાસમાં પેરિસ ખાતે આગળ તો વધ્યો પણ વિક્તર હ્યુગો, લૂઈઝ કોલેત જેવા મિત્રવર્તુળને કારણે એનું લેખનનું કાર્ય વધુ પ્રોત્સાહિત થયું. ૧૮૪૫માં અપસ્મારનો ભોગ બનતાં જીવન તરફની દૃષ્ટિ બદલાઈ ગઈ. લૉબેર બે સ્ત્રીઓના સંપર્કમાં આવ્યો. એમાં એલિસા ગ્લેમિન્ગર મોટી ઉંમરની હતી અને એ પ્રેમ લગભગ અશારીરિક રહ્યો, ત્યારે લૂઈઝ કોલેતને ફૂલોબેરનું પ્રબળ આકર્ષણ હોવા છતાં કૉલેતને અવગણીને લગભગ લૉબરે હૂંફાળો ઓરડો, નિરાંત અને જોઈતાં પુસ્તકોને પસંદ કરેલાં આવા એકાન્તમાંથી અને લેખનના સતત મહાવરાથી લૉબેરે ‘માદામ બૉવરી’નું સર્જન કર્યું છે. પોતાનાં સ્વપ્નો તેમજ આદર્શો અને વાસ્તવિક જગત વચ્ચેના સંઘર્ષને જે જીરવી શકતા નથી તે હતાશા અને દુ:ખને ભેટે છે. ફ્લૉબેરે પણ એવી નાયિકાની કલ્પના કરી છે જે પોતાની કલ્પનાના જગતને જીવવા માટે વાસ્તવિક જગતને ચાતરીને ચાલવા જાય છે અને કરુણ અંજામનો ભોગ બને છે. કથા આ પ્રકારે છે. આ મધ્યમવર્ગીય કુટુંબનું ફરજંદ શાર્ક બાવરી ડૉક્ટર બને છે. અને એક તોસ્તે નામના ગામમાં પોતાની ડૉક્ટરી શરૂ કરે છે. પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે માને કારણે એ પરણે છે પણ પત્ની મૃત્યુ પામે છે. વિધુર શાર્લ બાવરી એક દર્દીની દીકરી એમ્મા સાથે પરિચયમાં આવે છે અને એની સાથે લગ્ન કરે છે. એમ્મા શરૂમાં આ લગ્નથી ખૂબ રાજી છે પણ એના કેટલાક છીછરા રૉમેન્ટિક ખ્યાલોને કારણે એની જિંદગ્ધ નીરસ લાગવા માંડે છે. નવી જિંદગી અંગેનો એનો ભ્રમ ભાંગી જાય છે. એમ્માના સુખ માટે ડૉક્ટર ધીખતી ડૉક્ટરી છોડી તોસ્તેથી મોટા કસબા યોંવિલમાં વસે છે, ત્યાં એમ્માને દીકરીનો જન્મ થાય છે આમ છતાં એમ્માનું અસુખ ચાલુ રહે છે. આ દરમ્યાન એમ્માની લિયો તરફની રૉમેન્ટિક ઝંખના વધી જાય છે પણ લિયો કાયદાનો અભ્યાસ કરવા નગર છોડી જાય છે તેથી એમ્માના કંટાળો અને હતાશા ઔર વધી જાય છે. એમ્મા ફરજનું ભાન ગુમાવતી જાય છે પત્ની અને માતા તરીકેની ફરજ નિભાવી શકતી નથી. શાર્લ બૉવરીની એને સુખી કરવાની બધી જ મથામણ એળે જાય છે. ન તો એને પતિના પ્રેમનું મૂલ્ય છે, ન તો પતિના એ સમર્પિત પ્રેમને એ સમજી શકે છે. છેવટે એમ્માને રોદોલ્ફ સાથે સંબંધ બંધાય છે. એ એક સ્થાનિક જમીનદાર છે. પણ એમ્માનો ઉપયોગ કરી રોદોલ્ફ પણ એમ્માને છોડી દે છે. એમ્મા ભયંકર માંદી પડે છે. સાજા થયા પછી એમ્મા ફરી અકસ્માતે લિયો સાથે સંકળાય છે. લિયો સાથે એશ કરવામાં એ પૈસા વેડફતી જાય છે અને દેવાદાર બનતી આવે છે. ટાંચ આવતી અટકાવવા ડૉક્ટરની જાણબહાર એ રોદોલ્ફ અને લિયોનો પૈસા માટે સંપર્ક કરે છે પણ બંને પૈસા આપવા માટે નનૈયો ભણે છે. છેવટે શરમ અને દુઃખની મારી એમ્મા ઝેર લે છે. આ પછી ડૉક્ટર એમ્મા તરફના પ્રેમને કારણે એનાં સ્મૃતિચિન્હો વચ્ચે ટકી રહેવા પ્રયત્ન કરે છે, પણ પાછળથી રોદોલ્ફના મળી આવેલા પત્ર દ્વારા ડૉક્ટરને એમ્માની બેવફાઈની ખબર પડે છે. ભાંગી પડેલો ડૉક્ટર પોતાની એકની એક દીકરીને ગરીબાઈમાં સબડતી મૂકીને મૃત્યુ પામે છે. આ નવલકથા ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. પહેલા વિભાગમાં નવ, બીજા વિભાગમાં પંદર અને ત્રીજા વિભાગમાં અગિયાર એમ કુલ પાંત્રીસ પ્રકરણોમાં પથરાયેલી આ નવલકથા એની કથા કરતાં કથાની માવજતને કારણે ઉત્તમ ગણાયેલી છે. એમાં વીગતો એટલી બધી હૂબહૂ લાગે છે, રજૂઆત એટલી તટસ્થ થઈ છે અને ભાષા-શૈલી એટલી બધી કાળજીપૂર્વક ઘડાયેલી છે કે ધારી અસર ઊભી કરી શકે છે. આ નવલકથાને અનૈતિક અને અધાર્મિક ગણીને એની પર એના જમાનામાં પ્રતિબંધ મુકાયેલો. ફલૉબેર અને ફલૉબેરની નવલકથાના પ્રકાશક પર કેસ પણ મંડાયેલો, પણ ફલૉબેરનો વિજય થયો હતો. આ વિજય નવલકથામાં આવતાં ઊંડા માનવીય સંવેદનોને આભારી છે. એમાં માનવમૂઢતાનો અને માનવમનના રોગનો અભ્યાસ પડેલો છે. આજે જગતની નવલકથાઓમાં ‘માદામ બૉવરી’નું અનેરું સ્થાન છે.