ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુન્દરમ્/માને ખોળે: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 49: Line 49:
‘છો બરાડા નાખે. ચણોઠીઓ લીધા વિના તો નહીં જ જાઉં.’ કહી તેણે વાડના જાળામાં હાથ નાખ્યો. ચણોઠીઓ છીપમાં મોતી ગોઠવ્યાં હોય તેમ તેમના કુદરતી પડામાં ગોઠવાયેલી હતી. બેએક પડા તોડીને તેણે લૂગડાને છેડે બાંધ્યા. ફરીથી નીચેથી બૂમ આવી.

‘એ આવું છું સ્તો. રાડ્યો શેની નાખો છો?’ તેણે સામે જવાબ આપ્યો. અને ઝડપથી પગ ઉપાડ્યા. પગમાં પહેરેલી જોડીઓ ધૂળ ઉડાડવા લાગી. પગમાંનાં નક્કર કલ્લાં સહેજ ખણખણ્યાં. નવાનકોર ઘેરદાર ચણિયાનો તથા કોરી ચૂંદડીનો સડ સડ અવાજ થવા લાગ્યો. ચૂંદડીનો છેડો ઠીક કરવા તેણે હાથ ઊંચો કર્યો. હાથ પરનાં બલૈયાં કાચની બંગડી સાથે રણક્યાં. તેના કાપડાની અતલસ કડકડી. કાપડાની બાંયનું મોઢિયું સૂરજના તેજમાં ઝગી ઊઠ્યું. તેની મેંશ આંજેલી આંખ આમતેમજોવા લાગી. તે થંભી ગઈ.
‘એ આવું છું સ્તો. રાડ્યો શેની નાખો છો?’ તેણે સામે જવાબ આપ્યો. અને ઝડપથી પગ ઉપાડ્યા. પગમાં પહેરેલી જોડીઓ ધૂળ ઉડાડવા લાગી. પગમાંનાં નક્કર કલ્લાં સહેજ ખણખણ્યાં. નવાનકોર ઘેરદાર ચણિયાનો તથા કોરી ચૂંદડીનો સડ સડ અવાજ થવા લાગ્યો. ચૂંદડીનો છેડો ઠીક કરવા તેણે હાથ ઊંચો કર્યો. હાથ પરનાં બલૈયાં કાચની બંગડી સાથે રણક્યાં. તેના કાપડાની અતલસ કડકડી. કાપડાની બાંયનું મોઢિયું સૂરજના તેજમાં ઝગી ઊઠ્યું. તેની મેંશ આંજેલી આંખ આમતેમ જોવા લાગી. તે થંભી ગઈ.

રસ્તામાં એક પોદળો પડ્યો હતો. કેવો મજાનો! ધાનની ઢગલી જેવો. ‘કોઈની એકલવાયી ભેંસે કર્યો હશે, નહીં તો મારી શોક્યો એને બોટ્યા વગર રહે કે?’ તે મનમાં બોલી. પોદળો ઘેર મૂકી આવવાનું તેને મન થયું. આ રસ્તે કેટલા પોદળા તેણે ભેગા કર્યા હતા! આજેય તે પોદળાને બોટ્યા વગર રહી ન શકી. પગની જોડી વતી તેણે પોદળાને એક બાજુથી ચબદ્યો અને ઉપર ધૂળ વાળી. તેને ખાતરી હતી કે એનો બોટેલો પોદળો કોઈ લે નહીં. થોડે ગયા પછી તેને થયું કે મેં ફોગટનો પોદળો બોટ્યો. કોકનેય કામ આવત.

Line 63: Line 63:
બેએક ખેતરવા જેટલાં કોતર વટાવ્યા પછી નદીનું ભાઠું શરૂ થયું. એકદમ રેતી આવી. તેના પગની ગતિ ઓછી થઈ ગઈ. તેણે માથેથી ઘૂમટો ઊંચો કર્યો. નદી તરફથી આવતો ઠંડો પવન તેના મોં પરના પરસેવાને સૂકવવા લાગ્યો. તેના મોં પર પ્રસન્નતા આવી. તેનું મોં મલક્યું. અને તેના નાક પરના કાંટાનાં છયે નંગમાં સૂરજ પોતાનાં પ્રતિબિંબ જોઈ રહ્યો.

તેણે આસપાસ નજર ફેરવી. કોતરમાંથી નીકળ્યા પછી બેય બાજુ નજર પહોંચે ત્યાં લગી રેતી હતી. રેતીમાંથી ઢોરનાં અને માણસનાં પગલાંએ સરખા આકારનાં બની જઈ નાનાં નાનાં ખાબડાં પાડી એક નાનકડી મોજાંની દુનિયા ઊભી કરી હતી. આ રેતી! અજવાળી રાતે અહીં ઝાલણિયું દાન રમવા બધાં આવતાં. અને કેટલું દોડતાં! કેટલું દોડતાં!
તેણે આસપાસ નજર ફેરવી. કોતરમાંથી નીકળ્યા પછી બેય બાજુ નજર પહોંચે ત્યાં લગી રેતી હતી. રેતીમાંથી ઢોરનાં અને માણસનાં પગલાંએ સરખા આકારનાં બની જઈ નાનાં નાનાં ખાબડાં પાડી એક નાનકડી મોજાંની દુનિયા ઊભી કરી હતી. આ રેતી! અજવાળી રાતે અહીં ઝાલણિયું દાવ રમવા બધાં આવતાં. અને કેટલું દોડતાં! કેટલું દોડતાં!

તેની આંખમાં પાણી આવી ગયાં. બળ્યું આજે આ બધું કેમ યાદ આવે છે? તેનો જીવ મૂંઝાવા લાગ્યો. સાસરે જવાનું ગમતું નથી એટલે? કેટલે વરસે પોતે સાસરે જાય છે!
તેની આંખમાં પાણી આવી ગયાં. બળ્યું આજે આ બધું કેમ યાદ આવે છે? તેનો જીવ મૂંઝાવા લાગ્યો. સાસરે જવાનું ગમતું નથી એટલે? કેટલે વરસે પોતે સાસરે જાય છે!
Line 105: Line 105:
નદીનો પટ, પેલી બાજુનો કાદવ, તે પછીની રેતી, તે પછી કોતર, ગામની ભાગોળ, ફળિયું, ઘર. જાણે એક ડગલામાં જ પોતાનો દેહ મૂકીને પરદેશમાં પહોંચી ગઈ હોય એમ તેને લાગ્યું. તેને ગળે ડૂમો ભરાવા લાગ્યો.
નદીનો પટ, પેલી બાજુનો કાદવ, તે પછીની રેતી, તે પછી કોતર, ગામની ભાગોળ, ફળિયું, ઘર. જાણે એક ડગલામાં જ પોતાનો દેહ મૂકીને પરદેશમાં પહોંચી ગઈ હોય એમ તેને લાગ્યું. તેને ગળે ડૂમો ભરાવા લાગ્યો.

આ તો પરભોમ છે! ‘મારું પિયર તો ત્યાં રહ્યું!’ નદીમાં હતી ત્યાં લગી એને ધીર હતી કે પોતે પોતાના જ પિયરમાં છે, પિયરની શીળી છાંયમાં છે. પણ કાંઠે આવીને ઊભા પછી તરત જ જાણે પરાયાંના હાથમાં પડી છે એમ તેને થઈ આવ્યું. આ કાંઠો અજાણ્યો છે, કાદવ અજાણ્યો છે, રેતી અજાણી છે. અને પેલા બાપદીકરો! એ તો જમ જેવા લાગે છે!
આ તો પરભોમ છે! ‘મારું પિયર તો ત્યાં રહ્યું!’ નદીમાં હતી ત્યાં લગી એને ધીર હતી કે પોતે પોતાના જ પિયરમાં છે, પિયરની શીળી છાંયમાં છે. પણ કાંઠે આવીને ઊભા પછી તરત જ જાણે પરાયાના હાથમાં પડી છે એમ તેને થઈ આવ્યું. આ કાંઠો અજાણ્યો છે, કાદવ અજાણ્યો છે, રેતી અજાણી છે. અને પેલા બાપદીકરો! એ તો જમ જેવા લાગે છે!

તેના પગમાંથી ચાલવાનું જોર જતું રહ્યું. કેટલે વરસે પોતે આ કાંઠે ડગલું દીધું હતું?
તેના પગમાંથી ચાલવાનું જોર જતું રહ્યું. કેટલે વરસે પોતે આ કાંઠે ડગલું દીધું હતું?
Line 145: Line 145:
બાપદીકરો એકાએક ઊભા રહેલા દેખાયા. તેને ધ્રાસકો પડ્યો. બેય જણા ઊભા ઊભા બીડીના ધુમાડા કાઢતા હતા. અચાનક તેને પોતાની પાછળ કોઈક આવતું લાગ્યું. તેણે નજર ફેરવી. જાણે બાપનાં જ પગલાં હતાં! અરે રામ! આ શું? પણ કોઈ દેખાતું ન હતું. તે ચાલવા લાગી. વળી પાછાં પગલાં સંભળાય છે! તેનું હૃદય ભયથી કંપવા લાગ્યું.

બાપદીકરા પાસે આવીને તે ઊભી રહી. એનો વર તેના તરફ ઘડીક જોઈ રહ્યો. સસરો પૂંઠ કરીને ઊભો હતો. વર કંઈક બોલવા જતો હતોપણ તે બોલી ન શક્યો અને તે બોલી:
બાપદીકરા પાસે આવીને તે ઊભી રહી. એનો વર તેના તરફ ઘડીક જોઈ રહ્યો. સસરો પૂંઠ કરીને ઊભો હતો. વર કંઈક બોલવા જતો હતો પણ તે બોલી ન શક્યો અને તે બોલી:

‘પાણી પીવું છે. મારે ગળે કાચકી બાઝે છે.’
‘પાણી પીવું છે. મારે ગળે કાચકી બાઝે છે.’
Line 211: Line 211:
‘એના પેટમાં હમેલ હતા તે?’
‘એના પેટમાં હમેલ હતા તે?’

‘હા, બાપા! પણ…’ છોકરો બોલ્યો. તે કંઈક વિશેષ બોલવા ઇચ્છતો હતોપણ કોક અદૃશ્ય બીકનો માર્યો તે કશું બોલી ન શક્યો. અને બાપની પાછળ પગ ઢસડતો અર્ધો મુડદા જેવો તે ચાલવા લાગ્યો.
‘હા, બાપા! પણ…’ છોકરો બોલ્યો. તે કંઈક વિશેષ બોલવા ઇચ્છતો હતો પણ કોક અદૃશ્ય બીકનો માર્યો તે કશું બોલી ન શક્યો. અને બાપની પાછળ પગ ઢસડતો અર્ધો મુડદા જેવો તે ચાલવા લાગ્યો.
{{Poem2Close}}
{{Poem2Close}}