ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉમાશંકર જોશી/મારી ચંપાનો વર: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 19: Line 19:
લક્ષ્મી હજી તો કોડભરી જિંદગીને ઉંબરે પગ માંડતી હતી ત્યાં જ એનું ભાગ્ય નંદવાઈ ગયું. અચાનક જ એનો પતિ તાવથી પટકાઈ પડ્યો અને પૂરાં બે વરસ પણ નહિ માણેલું એવું લગ્નજીવન સંકેલી લઈને ચાલતો થયો. લક્ષ્મીને માટે આખી દુનિયા હતી ન હતી થઈ ગઈ. માત્ર, પોતાના હવે નિરર્થક થઈ પડેલા પ્રફુલ્લ સૌંદર્યની કૂંપળ જેવી ચાર મહિનાની ચંપા એને મૃત્યુને તેડતાં રોકતી હતી.

સૌ કોઈએ કહ્યું કે લક્ષ્મીનો વર સાવ ઊંધા કપાળનો, એના નસીબમાં લક્ષ્મીનું રૂપ માયું નહિ. આમ મૂએલાને નિન્દી જીવતીને ઘણી વાર લોકો પ્રશંસા અર્પતા. કોઈ વહેમિયું મળી આવીને કાનમાં કહી જતું, ‘કોઈ દુશ્મને મૂઠ જ મરાવેલી; નહિ તો તોરા વરને ક્યાંય નખમાંય રોગ ન હતો, એના સુખની કેટલાકને અદેખાઈ હતી તે!’
સૌ કોઈએ કહ્યું કે લક્ષ્મીનો વર સાવ ઊંધા કપાળનો, એના નસીબમાં લક્ષ્મીનું રૂપ માયું નહિ. આમ મૂએલાને નિંદી જીવતીને ઘણી વાર લોકો પ્રશંસા અર્પતા. કોઈ વહેમિયું મળી આવીને કાનમાં કહી જતું, ‘કોઈ દુશ્મને મૂઠ જ મરાવેલી; નહિ તો તારા વરને ક્યાંય નખમાંય રોગ ન હતો, એના સુખની કેટલાકને અદેખાઈ હતી તે!’

એ ગમે તેમ હોય, પણ એટલી વાત તો સાચી હતી કે લક્ષ્મી વરવાળી થઈ તે પહેલાં ગામનું સૌ કોઈ નાનુંમોટું પોતાની યોગ્યતાઅયોગ્યતાનો વિચાર પણ કરવા રોકાયા વિના જાણે લક્ષ્મીનો વર થવા માટે તૈયાર હોય એવું વાતાવરણ હતું. એમાં વાંક કોઈનો ન હતો. વાંક હોય તો હતો લક્ષ્મીના સોનેરી ઝાંયવાળા ભરપૂર વાળનો, આંખના શાંત તોફાનનો અને જવલ્લે જ ફરકતા પણ તેથી તો દુર્દમ્ય ઉત્પાત મચાવતા સ્મિતનો.

Line 47: Line 47:
‘કંઈ કામકાજ હોય તો બેલાશક કહેજે. મારા કિશોરને મોકલીશ…’
‘કંઈ કામકાજ હોય તો બેલાશક કહેજે. મારા કિશોરને મોકલીશ…’

‘હવે જાઓ છો તમે કામકાજવાળાં?’ કરી પેલી બહાદુર બાઈએ વળી સૌને ધમકાવી કાઢ્યાં. અને પછી, એ સૌ તો શું રોયાં હતાં, રામી લક્ષ્મીને ખબે ડોક નાખી દઈ ધ્રુસકે ધ્રુસકે રોઈ એથી કદાચ એને પોતાને પણ નવાઈ લાગી હશે. થોડી વારે છાની રહીને એણે લક્ષ્મીનો ઘૂમટો પોતાના હાથ વડે આઘો કર્યો અને બે હથેળીઓ વચ્ચે એના મોઢાને પકડી એની સામું એકીટશે તાકી રહી. મૂંઝાઈને લક્ષ્મી બોલીઃ ‘સૌને તમે ધમકાવીને છાનાં કર્યાં, ને પોતે જ કેમ આટલું રોતાં હશો?’
‘હવે જાઓ છો તમે કામકાજવાળાં?’ કરી પેલી બહાદુર બાઈએ વળી સૌને ધમકાવી કાઢ્યાં. અને પછી, એ સૌ તો શું રોયાં હતાં, રામી લક્ષ્મીને ખભે ડોક નાખી દઈ ધ્રુસકે ધ્રુસકે રોઈ એથી કદાચ એને પોતાને પણ નવાઈ લાગી હશે. થોડી વારે છાની રહીને એણે લક્ષ્મીનો ઘૂમટો પોતાના હાથ વડે આઘો કર્યો અને બે હથેળીઓ વચ્ચે એના મોઢાને પકડી એની સામું એકીટશે તાકી રહી. મૂંઝાઈને લક્ષ્મી બોલીઃ ‘સૌને તમે ધમકાવીને છાનાં કર્યાં, ને પોતે જ કેમ આટલું રોતાં હશો?’

‘તું ન જાણે, લક્ષ્મી!’ કહી રામી કાંપતી પાંપણે લક્ષ્મી સામું જોઈ જ રહી. એ પોતે ત્રીસ અંદરની પીઢ વિધવા હતી. એને તો બાળક પણ ન હતું. એનો વર જ બાળદશામાં ગુજરી ગયેલો.
‘તું ન જાણે, લક્ષ્મી!’ કહી રામી કાંપતી પાંપણે લક્ષ્મી સામું જોઈ જ રહી. એ પોતે ત્રીસ અંદરની પીઢ વિધવા હતી. એને તો બાળક પણ ન હતું. એનો વર જ બાળદશામાં ગુજરી ગયેલો.
Line 95: Line 95:
બન્યું એવું કે ચંપાના વર વિશે ખુદ ચંપાએ જેટલી ચિંતા નહિ કરી હોય, એટલી લક્ષ્મીએ કરી હશે. ચંપાને શા માટે પોતાના વર વિશે વિચારો કે તર્કવિતર્કો કરવા પડે? એનું બધું સંભાળનાર ક્યાં બા બેઠી ન હતી? લોકોએ તો માત્ર અંદર અંદર વાત ઉડાડીને સૂચન આપ્યું કે ચંપા પરણવાલાયક થઈ ગઈ છે. અંતે લક્ષ્મીએ એ સૂચનને ઉપાડી લીધું. માતા તરીકે લગ્નની જવાબદારી વગેરે તો એણે ઉઠાવવાની જ હતી. મજૂરીથી પૈસા પણ એકઠા કર્યા હતા. એટલે ખર્ચખૂટણની ચિંતા ન હતી. પણ ચંપાનો વર પસંદ કરવો એમાં મુશ્કેલી હતી ને?

ચંપાનું ચિત્તંત્ર પોતામાં ઉપાડી આણી ગોઠવ્યું હોય એમ એના વર વિશે લક્ષ્મીએ અનેક ભાવ ને ઉમળકાની લાગણીથી વિચાર કર્યા, ‘બીજું તો શું, પણ મારી ચંપાનો વર આમ જરી ઠીક તો હોવો જોઈએ ને?’
ચંપાનું ચિત્તતંત્ર પોતામાં ઉપાડી આણી ગોઠવ્યું હોય એમ એના વર વિશે લક્ષ્મીએ અનેક ભાવ ને ઉમળકાની લાગણીથી વિચાર કર્યા, ‘બીજું તો શું, પણ મારી ચંપાનો વર આમ જરી ઠીક તો હોવો જોઈએ ને?’

ચંપા બધે તોફાની, પણ બા આગળ જરી ઓછાબોલી હતી. દીવો રાણો કરી એક રાતે માદીકરી બન્ને સૂતાં હતાં ને લક્ષ્મીએ કહ્યું, ‘પેલા કુબેર ડોસા પણ એમના દીકરા માટે પુછાવતા હતા… હા? હં!… શું કહે છે?’ ઉત્તર નહિ મળતાં તે ચંપાને માથે હાથ ફેરવી ફરી પૂછવા લાગી અને એણે નકારમાં માથું હલાવ્યું તે જાણીને ચિડાઈ ગઈ. બોલીઃ ‘તો પછી એમ કહીશ તો કંઈ વર નવો ઓછો જનમાવવો છે? ડાહી થઈ જા!’

કોઈ મળવા આવનાર કહેતુંઃ ‘એ ચાંપલી, આ મા મળવી કળજગમાં દોહ્યલી છે હોં! એણે તને જીવને જોખમે મોટી કરી છે. એણે બધું રૂપ, ઘર, બાર તને દઈ દીધું છે. ને પોતે ટુંમાઈને પણ તને અછોઅછો વાનાં કર્યાં છે. એ કહે એમ કરજે. એવી બા કોઈને મળી નથી. દીકરી માટે તે કોણ એની પેઠે મરતું હશે બીજું?’
કોઈ મળવા આવનાર કહેતુંઃ ‘એ ચાંપલી, આ મા મળવી કળજગમાં દોહ્યલી છે હોં! એણે તને જીવને જોખમે મોટી કરી છે. એણે બધું રૂપ, ઘર, બાર તને દઈ દીધું છે. ને પોતે ટુંપાઈને પણ તને અછોઅછો વાનાં કર્યાં છે. એ કહે એમ કરજે. એવી બા કોઈને મળી નથી. દીકરી માટે તે કોણ એની પેઠે મરતું હશે બીજું?’

ચંપા પણ સમજુ અને ડાહી છોકરી હતી.
ચંપા પણ સમજુ અને ડાહી છોકરી હતી.
Line 177: Line 177:
‘કોણ લાવી આપે વળી? મારી ચંપાનો વર.’
‘કોણ લાવી આપે વળી? મારી ચંપાનો વર.’

‘નસીબદાર છો, બાઈ, નહિ તો કાંઈ બદા જમાઈ આવા નથી હોતા.’
‘નસીબદાર છો, બાઈ, નહિ તો કાંઈ બધા જમાઈ આવા નથી હોતા.’

કોક વાર બંને જણાં વાતો કરતાં હોય, ને કોઈ બારણે ડોકાય ને જરી મલકાઈને ચાલ્યું જાય, ત્યારે લક્ષ્મીને થતું કે પોતે કેટલી બધી સુખી છે. હાંસીમાં કોઈ હસતું હશે, એની તે એને કલ્પના પણ ન આવતી. શા માટે આવે? પોતાના જમાી સાથે પણ છૂટથી વાતો કરવાનો એને શું હક નહોતો? સંસારે કશા પણ ધારાધોરણ ઘડ્યા વિના એવા કેટલાય હકો કુટુંબવ્યવસ્થામાં સ્થાપી રાખ્યા છે, ને કોઈને પણ એની સામે બબડવાનો હક નથી. અને લક્ષ્મી ક્યાં આ પંદર વરસ કોઈનીય સાથે બોલવા ગઈ હતી? પૂનમલાલ તો એનો જમાઈ છે, એની જોડે તો એ બોલવાની, બોલવાની ને બોલવાની.
કોક વાર બંને જણાં વાતો કરતાં હોય, ને કોઈ બારણે ડોકાય ને જરી મલકાઈને ચાલ્યું જાય, ત્યારે લક્ષ્મીને થતું કે પોતે કેટલી બધી સુખી છે. હાંસીમાં કોઈ હસતું હશે, એની તે એને કલ્પના પણ ન આવતી. શા માટે આવે? પોતાના જમાઈ સાથે પણ છૂટથી વાતો કરવાનો એને શું હક નહોતો? સંસારે કશા પણ ધારાધોરણ ઘડ્યા વિના એવા કેટલાય હકો કુટુંબવ્યવસ્થામાં સ્થાપી રાખ્યા છે, ને કોઈને પણ એની સામે બબડવાનો હક નથી. અને લક્ષ્મી ક્યાં આ પંદર વરસ કોઈનીય સાથે બોલવા ગઈ હતી? પૂનમલાલ તો એનો જમાઈ છે, એની જોડે તો એ બોલવાની, બોલવાની ને બોલવાની.

પણ ક્યાં કોઈ ‘ન બોલ!’ એમ કહેવાયે આવે છે? અને કેટલાંય વરસોથી, કેટલાય જનમારાથી કોઈની પણ જોડે કદી બોલી ન હોય એમ લક્ષ્મી વાતે ચડી જતી, અને સમયનું પણ એને ભાન ન રહેતું.
પણ ક્યાં કોઈ ‘ન બોલ!’ એમ કહેવાયે આવે છે? અને કેટલાંય વરસોથી, કેટલાય જનમારાથી કોઈની પણ જોડે કદી બોલી ન હોય એમ લક્ષ્મી વાતે ચડી જતી, અને સમયનું પણ એને ભાન ન રહેતું.
Line 211: Line 211:
‘પછી, ગૌરીએ પણ એક મોટો પથરો નીચેથી ઊંચક્યો ને વીંઝ્યો તો ખરો, પણ હાથમાંથી પથરો ફેંકાયો નહિ, ધબ્બ દઈને નીચે પડ્યો… ‘હાથ ઊતરી ગયો રે,’ એમ જોસથી વાડ તરફ જોઈને એણે બૂમ પાડી ને નીચે બેસી ગઈ. વાડની પેલી બાજુ કોઈ છોકરા જેવું જતું હતું, પણ એણે સાંભળ્યું નહિ હોય. હું જરી હાથ બરોબર કરવા મથી, પણ અડવા જાઉં કે ગૌરી છળી ઊઠે. સારું થયું તે એટલામાં રઘા ખેડુનો દીકરો એણી ગમ આવી ચડ્યો, એણે બે આંચકામાં હાથ બરાબર કરી દીધો. ચાર કેરીઓ પણ પાડી આપી. લઈને અમે વળીએ છીએ ત્યાં મને ડાબી કોણીએ આવતોકને પથરો વાગ્યો. વાગત તો ગૌરીને, પણ એ સહેજ ચૂકી ગઈ. રઘા ખેડુનો દીકરો તો ખળા ભણી જતો હતો, ને પથરો તો આવ્યો વાડ બાજુથી. હું હોઉં એ કરતાંય ગૌરી એ દિવસે ઝાઝું રોઈ હશે. રુએ ને વાડ ભણી જુએ! નાની પણ કેવી ભલી?’

પૂનમલાલ ડઘાઈને ઊભો જ રહ્યો હતો. એેને મનમાં અપાર વ્યથા થતી હતી. ત્યારે, ગૌરીએ પોતાને ખોટી વાત કહી હતી? એની આંખ આગળ આખો પ્રસંગ ફરી ભજવાયો. પૂનમલાલને વાડવાળી વાટે જતો જોઈને એનું ધ્યાન ખેંચવા ગૌરીએ ખોટી ખોટી બૂમ પાડી હતી. ખોટી જ બૂમ છે એમ સમજીને અને જોડે કોઈક છે એ જોઈ એ ચૂપચાપ ધ્યાન આપ્યા વિના ચાલ્યો પણ જતો હતો. પરંતુ પાછળ જોયા વિના રહેવાયું નહિ; ને જુએ છે તો ટીંબા પર ઘેઘૂર આંબા પછવાડે સૂરજ ડૂબં ડૂબું થાય છે, અને રંગબેરંગી વાદળાંની ભોં આગળ, જેને એ આવતે આંબાગાળે તો પરણવાનો છે એ ગૌરી એક મામૂલી ખેડુના હાથમાં પોતાનો હાથ મૂકીને ઊભી છે. એના ઊછળતા લોહીને એમ જ સૂઝ્યું કે એ હાથને પથરો લગાવી ભાંગી નાખવો. પથરો ફેંકીને એ નાઠો. ગૌરી સાજે હાથે ફરતી, એટલે પોતે ગોત ચૂક્યો હશે એમ એણે મન મનાવ્યું હતું, ને ચૂક્યો એ બદલ પોતાને અભિનંદન પણ આપ્યું હતું. પાછળથી કદીક ગૌરીને આ વિશે પૂછેલું, પણ એ તો પીઠ બતાવીને કહેતી કે, ‘આ અહીં આવતો વાગ્યો હતો, કપાળમાં વાગ્યો હોત તો, હાશ, કેવું સારું થાત! દોડતા દોડતા પરણવા કોને આવત?’
પૂનમલાલ ડઘાઈને ઊભો જ રહ્યો હતો. એેને મનમાં અપાર વ્યથા થતી હતી. ત્યારે, ગૌરીએ પોતાને ખોટી વાત કહી હતી? એની આંખ આગળ આખો પ્રસંગ ફરી ભજવાયો. પૂનમલાલને વાડવાળી વાટે જતો જોઈને એનું ધ્યાન ખેંચવા ગૌરીએ ખોટી ખોટી બૂમ પાડી હતી. ખોટી જ બૂમ છે એમ સમજીને અને જોડે કોઈક છે એ જોઈ એ ચૂપચાપ ધ્યાન આપ્યા વિના ચાલ્યો પણ જતો હતો. પરંતુ પાછળ જોયા વિના રહેવાયું નહિ; ને જુએ છે તો ટીંબા પર ઘેઘૂર આંબા પછવાડે સૂરજ ડૂબં ડૂબું થાય છે, અને રંગબેરંગી વાદળાંની ભોં આગળ, જેને એ આવતે આંબાગાળે તો પરણવાનો છે એ ગૌરી એક મામૂલી ખેડુના હાથમાં પોતાનો હાથ મૂકીને ઊભી છે. એના ઊછળતા લોહીને એમ જ સૂઝ્યું કે એ હાથને પથરો લગાવી ભાંગી નાખવો. પથરો ફેંકીને એ નાઠો. ગૌરી સાજે હાથે ફરતી, એટલે પોતે ગોતે ચૂક્યો હશે એમ એણે મન મનાવ્યું હતું, ને ચૂક્યો એ બદલ પોતાને અભિનંદન પણ આપ્યાં હતાં. પાછળથી કદીક ગૌરીને આ વિશે પૂછેલું, પણ એ તો પીઠ બતાવીને કહેતી કે, ‘આ અહીં આવતો વાગ્યો હતો, કપાળમાં વાગ્યો હોત તો, હાશ, કેવું સારું થાત! દોડતા દોડતા પરણવા કોને આવત?’

આ બધું યાદ કરતાં પૂનમલાલનું મગજ ગૌરી કરતાં લક્ષ્મીથી જ ભરાઈ રહ્યું હતું, અને ગૌરી વિશે થતું હતું તો તે એટલું જ કે મેં અજાણપણે લક્ષ્મીને લગાડેલું એ મારાથી એણે શા માટે છુપાવી રાખ્યું. એ વખતની લક્ષ્મી એને યાદ આવી. એની સામું પણ જોવાની પોતાની હિંમત ન થતી એ પણ એને યાદ આવ્યું. લક્ષ્મીના જાણ્યામાં આવ્યું હોત તો એ માનિની છોકરી પોતાનું શું કરત એય એણે કલ્પ્યું. ગૌરી તો એના મગજમાંથી દૂર દૂર ખસી ગઈ. અરે મારાથી એવી એવી લક્ષ્મીને પથરો મરાઈ ગયેલો… અને માઈલ છેટે ઘરમાં દીવો કરતી ચંપા તો અત્યારે મગજમાં સ્ફુરી પણ નહિ. એના દીવાને અજવાળે તો એ ગમે તેટલું મોડું થયું હોય તોય ઘેર ચાલ્યો જતો… અત્યારે તો એને એ જ થતું હતું કે પોતે પથરો મારનાર હતો એ કહેવું શી રીતે? વાત નહિ જેવી હતી. પણ, એમ તો કઈ વાત એવી મોટી ભારે હોય છે? જે છે તે તો પ્રસંગમાં જ છે. પ્રસંગ ન જેવો ન હતો, અને સમય પણ.

17,546

edits