અથવા અને/ભીંતે અઢેલીને બાકોરામાં પ્રવેશી તાકતી સુન્દરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભીંતે અઢેલીને બાકોરામાં પ્રવેશી તાકતી સુન્દરી| ગુલામમોહ...")
 
No edit summary
 
Line 48: Line 48:
શરૂ કર્યું ઑક્ટોબર ૧૯૬૩
શરૂ કર્યું ઑક્ટોબર ૧૯૬૩
અને
અને
સદ્યસ્નાતા સદ્યવેશા સદ્યકેશા
કડક કોરી સાડીની સળોમાં
આંખથી અંગૂઠે આવર્યું આખું શરીર ખીચોખીચ
આરસની પગથી પર સરકતી
સાડીની આરની ધાર ઘસાઈ સૂસવે
રહીરહીને આંખ પછી વળે, સાડીમાં સરે ને
આરને ફૂંફવે
ગાભરો ભુરાટો હું ગંધથી છલોછલ,
તું
દેહ ડોલાવતી આરદાર સળોમાં
છેદે ચોપાસની હવા
સદ્યાવતરા તું છકી સુરભિ થકી
ને હું છક્યો છાકથી
તું સ્તનવાન માદા
હું વીર્યવાન શ્વાન
બીજું નથી સત્ય.
માત્ર આપણા
ઓગળવાની વેળ,
માત્ર
હણવાની
આ હણહણતી ક્ષણ.
ઉગામ લગામ
ફેંક કેશવાળ
ફોયણેથી પુચ્છ લગ જુવાળ
ફીણ ફીણ ખડક ક્ષીણ
થરથરે
ધણધણે
ચડે ઊતરે ચડે.
ગોઆ, ૨૬-૧-૧૯૮૬; વડોદરા, ૬-૧૦-૧૯૮૮
અને
</poem>
</poem>

Latest revision as of 01:03, 29 June 2021

ભીંતે અઢેલીને બાકોરામાં પ્રવેશી તાકતી સુન્દરી

ગુલામમોહમ્મદ શેખ





તારી આંખમાં
આકાશથી છલકાતો સમુદ્ર
અને
ભૂખરું, કાળું – એકલવાયું માછી-ગામ
વીંટેલી જાળો
છૂટીને ફેલાઈ
તારી પાંપણોમાં
છલકાઈ, લંબાઈ પણછ જેવી.
બાકોરામાં
લીલાં ફૂલ, ખાનગી પવન
અને
સમુદ્રના અવિરત આમંત્રતા નિ:શ્વાસ.
વન્ય-પુષ્પ
નથી સોહતું તારા કેશમાં!
અધખીલ્યા રતાળવા પર્ણ શી ત્વચા
ઢળી
જેના પર
તે
ખરબચડા કોટનો
પ્રાચીન આ
કાંગરો
તને પાશમાં લેવા લળી પડ્યો છે.





કિલ્લા નીચે ઘાસમાં
ભાત ભાતની ભાત
કિનારે લટકતી જાળમાં
ભરપૂર ભીંગડાં
માછી ખોરડે
મત્સ્યરંગી વાયુ
અને
ગામને
ફરતી
વીંટળાઈ વળેલી
બે
આંખો.

શરૂ કર્યું ઑક્ટોબર ૧૯૬૩
અને

સદ્યસ્નાતા સદ્યવેશા સદ્યકેશા
કડક કોરી સાડીની સળોમાં
આંખથી અંગૂઠે આવર્યું આખું શરીર ખીચોખીચ
આરસની પગથી પર સરકતી
સાડીની આરની ધાર ઘસાઈ સૂસવે
રહીરહીને આંખ પછી વળે, સાડીમાં સરે ને
આરને ફૂંફવે
ગાભરો ભુરાટો હું ગંધથી છલોછલ,
તું
દેહ ડોલાવતી આરદાર સળોમાં
છેદે ચોપાસની હવા
સદ્યાવતરા તું છકી સુરભિ થકી
ને હું છક્યો છાકથી
તું સ્તનવાન માદા
હું વીર્યવાન શ્વાન
બીજું નથી સત્ય.
માત્ર આપણા
ઓગળવાની વેળ,
માત્ર
હણવાની
આ હણહણતી ક્ષણ.
ઉગામ લગામ
ફેંક કેશવાળ
ફોયણેથી પુચ્છ લગ જુવાળ
ફીણ ફીણ ખડક ક્ષીણ
થરથરે
ધણધણે
ચડે ઊતરે ચડે.

ગોઆ, ૨૬-૧-૧૯૮૬; વડોદરા, ૬-૧૦-૧૯૮૮
અને