કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૨૩. અમને જળની ઝળહળ માયા...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 23: Line 23:


{{gap|8em}}<small>(વિદેશિની, પૃ. ૩૧૨)</small></poem>}}
{{gap|8em}}<small>(વિદેશિની, પૃ. ૩૧૨)</small></poem>}}


<br>
<br>

Latest revision as of 01:45, 14 September 2023


૨૩. અમને જળની ઝળહળ માયા...

અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર
દળવાદળની છાયા.
લીલાં લીલાં વૃક્ષ
     નદીમાં ન્હાય નિરાંતે,
અકળવિકળનું ગીત લઈને
     સદીઓની સંગાથે
ચકળવિકળ આ લોચન નીરખે
પળપળના પડછાયા…
વસંતનું આ ગીત લઈને
     કયો ઉમળકો છલકે
સુખની ભીની સોડમ લઈને
     મનમોજીલું વલખે
અલકમલકનાં રૂપઅરૂપ કંઈ
પાંપણમાં પથરાયાં…


(વિદેશિની, પૃ. ૩૧૨)