સાહિત્યિક સંરસન — ૩/પારુલ કંદર્પ દેસાઈ: Difference between revisions
(Created page with "{{SetTitle}}
'''++ કંદર્પ રં. દેસાઈ ++ '''
{{color|blue|'''પહાડોમાં મારું ઘર છે —'''}}

{{Poem2Open}} સેતુ જ્યારથી પાછો આવ્યો છે ત્યારથી.... વાક્ય પૂરું કરી શકાતું નથી. એ બદ...") |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||

'''++ કંદર્પ | '''++ પારુલ કંદર્પ દેસાઈ ++ ''' | ||

{{color|blue|''' | {{color|blue|'''એકરૂપ — '''}} | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પિંકીએ બહેનપણીઓ સાથે પોતાના રૂમમાં જતાં કહ્યું - ‘મમ્મી, અમને અમારી રીતે એન્જૉય કરવા દેજે. નો, ટકટક.’ | |||
‘ઓ. કે. માય લિટલ ડોલ. આ ગરમાગરમ પાસ્તા તો લેતાં જાઓ.’ અનુજાએ કહ્યું અને પોતાની ચા લઈ ગૅલરીમાં હીંચકા પર બેઠી. | |||
આ ગૅલરી, આ હીંચકો તેને અને મનીષને બહુ પ્રિય. બંનેની સવારની પહેલી ચા અહીંયાં જ પીવાય. મનીષ તો કલાક સુધી છાપું વાંચ્યા કરે પણ અનુજા પેપરને આમતેમ ઉથલાવી મોટા મોટા સમાચાર પર નજર નાંખે ને સૂરજનાં કિરણોની છાલકથી ભીંજાઇને ઘરકામમાં એ રીતે પરોવાઈ જતી જેમ સોયમાં દોરો પરોવાય. હા, પિંકી સ્કૂલે અને મનીષ ઑફિસે જાય પછી રોજની બપોરની ચા તો અહીંયાં જ. | |||
કેટલાય દિવસથી સામે ખુલ્લા મેદાનમાં બહુમાળી ફ્લેટ્સ માટેનું ચણતરકામ ચાલતું હતું. કેટલા બધા મજૂરો કામ કરતા હતા. સિમેન્ટ-રેતી ભેગાં થાય. એમાં પાણી નંખાય અને ઘડીકમાં તો તગારામાં ભરાય, તગારું ઊંચકાય માથા પર અને પહોંચે ઈંટોથી ગોઠવાતી દીવાલ પાસે. દીવાલ ચણાતી જાય. અનુજાને એમનાં શ્રમથી ચમકતાં ચહેરા જોવા ગમતા. એવું લાગતું હતું કે જાણે એક લયથી બધાં કામ કરે છે. જો આ લય તૂટે તો... | |||
પણ | અરે, આ છોકરીઓના રૂમમાં આટલી શાંતિ કેમ થઈ ગઈ? હમણાં તો કલબલાટ કલબલાટ હતો. અનુજા પિંકીના રૂમના દરવાજા પાસે પહોંચી. ધક્કો મારી ખોલવા જાય ત્યાં જાણે મોતી વેરાતાં હોય એવા ધીમા સ્વરે થતી ગુસપુસ તેને સંભળાઈ. અવાજ ન થાય એમ બારણું ખોલીને જોયું તો ચારે ય એકબીજાની એકદમ નજીક આવી વાતો કરતી હતી. અરે, આ તો રાગીના રડવાનો અવાજ છે. પિંકી, હેતા ને નેન્સી એને છાની રાખવાનો પ્રયાસ કરતાં હતાં. | ||
આ તો | અનુજાએ અવાજને પકડવાનો પ્રયાસ કર્યો. રાગી રડતાં રડતાં કહેતી હતી, | ||
‘મને ઘેર જવાનું મન જ નથી થતું.’ | |||
‘તો કંઈ નહીં, અહીંયાં રહી જા ને...’ પિંકીનો અવાજ. | |||
‘પણ શું થયું છે એ તો કહે?’ સહેજ સમજુ એવી હેતાએ પૂછ્યું. | |||
‘મારા પપ્પા......મારા પપ્પા......રાગી બોલતાં બોલતાં અટકી ગઈ. | |||
તારા પપ્પાએ તને અમારા જેવો કંપાસ ન લાવી આપ્યો એટલે રડે છે?’ નેન્સીએ હસતાં હસતાં કહ્યું. ‘કંઈ નહીં, આ મારો કંપાસ છે ને એ તું વાપરજે, બસ. હેપ્પી? નાઉ, સ્માઇલ પ્લીઝ!’ | |||
નેન્સીનો હાથ તરછોડીને રાગી એકશ્વાસે બોલી ગઈ, ‘મારા પપ્પા મારી મમ્મીને રોજ મારે છે. કાલે તો વાળ ખેંચીને મમ્મીને નીચે પાડી દીધી હતી.’ | |||
નેન્સીએ કહ્યું ‘આપણે હોમવર્ક ન કરીએ તો આપણને મેડમ પનિશમેન્ટ નથી કરતાં? તારી મમ્મીએ પણ પપ્પાનું કહ્યું નહીં માન્યું હોય એેટલે મારતા હશે.’ | |||
‘ના, ના, મારી મમ્મી તો બહુ જ સારી છે. સવારે વહેલા વહેલા ઊઠીને મારાં અને પપ્પા માટે સરસ મજાનો નાસ્તો તૈયાર કરી આપે છે. પપ્પાની ચા ઠંડી થઈ ગઈ હોય તો તરત ગરમ પણ કરી આપે. તો ય પપ્પા કેમ મારતા હશે?’ | |||
ચારે ય છોકરીઓ ચૂપ થઈ ગઈ હતી. કોઈ પાસે આ પ્રશ્નનો જવાબ ન હતો. | |||
રાગીને એકદમ યાદ આવ્યું હોય એમ બોલી, ‘મારી મમ્મી ખોટું પણ બોલે છે. કાલે રમીલાઆન્ટીએ પૂછ્યું કે આ આંખ કેમ સૂઝી ગઈ છે તો કહે એ તો રાત્રે ઊંઘ નહોતી આવતી એટલે.’ | |||
અનુજા ભીતરથી એ રીતે કંપી ગઈ જે રીતે અચાનક થતાં વીજળીના ચમકારામાં ન જોવાનું દૃશ્ય જોવાઈ જાય અને કંપી જવાય. તે કેવી રીતે આશ્વાસન આપે આ છોકરીઓને? જાણે તે કશું જ જાણતી નથી તે રીતે હાથમાં આઇસ્ક્રીમના બાઉલ લઇને ‘ચૉકલેટ આઇસ્ક્રીમ કોને ખાવો છે?’ બોલતી બોલતી રૂમમાં પ્રવેશી. ચારેયના ચહેરા ચમકી ઊઠ્યા. બધું ભૂલીને ચારેય ચોકલેટ આઇસ્ક્રીમને ન્યાય આપવા મંડ્યાં. | |||

અર્ધી રાત્રે પિંકીની ચીસ સાંભળી અનુજા દોડતી તેના રૂમમાં આવી. મનીષ પણ આંખો ચોળતો તેની પાછળ આવ્યો. પિંકી અનુજાને વળગી પડી, ‘મને બહુ બીક લાગે છે મમ્મા, આજે તું મારી પાસે સૂઈ જા ને?’ | |||
‘ઓ. કે. બેટા, અમે બંને તારી પાસે સૂઈ જઇએ છીએ, બસ.’ મનીષે પિંકીની પાસે બેસતાં કહ્યું. | |||
‘ના, ના, એકલી મમ્મી જ.’ પિંકીના સ્વરની તીવ્રતા જોઇને આશ્ચર્ય પામતો મનીષ પાછો ગયો. અનુજા ક્યાંય સુધી પિંકીને પંપાળતી રહી. પપ્પા તો એને માટે સર્વસ્વ હતા. રોજ હોમવર્ક પણ પપ્પા જ કરાવતા. એ હંમેશાં કહેતી, ‘માય પપ્પા ઇઝ ગ્રેટ. એમને બધું જ આવડે.’ મનીષ પિંકીને એટલા લાડ લડાવતો કે ક્યારેક અનુજાને કહેવું પડતું ‘બગાડો છો તમે એને.’ તો પછી...કાલે પૂછવું પડશે એને. અત્યારે એ જવાબ નહીં આપે. | |||
સવારે નાસ્તો બનાવતી હતી ત્યારે પિંકીએ શ્વાસભેર દોડતાં આવીને કહ્યું, ‘મમ્મી, મમ્મી, મારાં ટિફિનમાં બે રોટલી વધારે મૂકજે.’ અનુજાને નવાઈ લાગી. રોજ તો બે રોટલી પણ માંડ પૂરી કરતી એ દીકરી આજે સામેથી ચાર રોટલી મૂકવાનું કહે છે? | |||
‘વાહ, આજે તો પિંકીબહેન ડાહ્યા થઈ ગયાં કે શું?’ મનીષે પાછળથી આવીને વહાલથી પિંકીને થાબડીને કહ્યું. | |||
‘ના, મમ્મી આ બે રોટલી રાગી માટે છે. એની મમ્મી એને બે દિવસથી ટિફિન નથી બનાવી આપતી.’ | |||
‘કેમ, એની મમ્મીની તબિયત નથી સારી?’ | |||
‘ના, | ‘ના, તબિયત તો સારી છે પણ...’ પિંકી મનીષ સામે જોઈ બોલતાં અટકી ગઈ. તેના ચહેરા પર કોઈ અજાણ્યો ભય વ્યાપી ગયો. તું રોટલી મૂકી આપ ને? હું તૈયાર થઇને આવું.’ કહી દોડીને તેના રૂમમાં ભરાઈ ગઈ. | ||
‘અરે, આને પાછું શું થયું અચાનક?’ મનીષે આશ્ચર્યથી અનુજાને પૂછ્યું. | |||
અનુજાએ પણ ખભો હલાવી ના પાડી, ‘સ્કૂલેથી આવે એટલે વાત કરજે એની સાથે.’ | |||
મનીષ ઑફિસે ગયો અને પિંકી સ્કૂલે, પણ અનુજાને ચેન ન પડ્યું. પિંકી પપ્પાને જવાબ આપવાને બદલે ભાગી કેમ ગઈ? રાગીની મમ્મીની તબિયત બગડી નથી તો શું થયું છે એને? અનુજાના મનમાં એકદમ ચમકારો થયો. તે કેવી રીતે ભૂલી ગઈ તે દિવસની વાતને? રાગીની મમ્મીને ફરી મારી છે એના પતિએ. અને એ રીતે કે રસોઈ પણ ન બનાવી શકે? | |||
રાગીની મમ્મીને તે ઓળખતી હતી. શ્રેયા એનું નામ. જિન્સની કેપ્રી અને ટીશર્ટ પહેરીને રાગીને લેવા આવતી. ઘણીવાર બંને સ્કૂલમાં ભેગાં થઈ જતાં. સ્કૂલ-વાન ન આવવાની હોય ત્યારે મોટેભાગે બધાંની મમ્મીઓ જ લેવા આવતી. સુંદર, શિક્ષિત અને આધુનિક દેખાતી શ્રેયા સ્વભાવે મિલનસાર હતી. જોક્સ કહીને બધાંને હસાવતી હતી. એને જોઇને કોઇને ય ન લાગે આ સ્ત્રી પતિનો માર સહન કરતી હશે. રાગી અને પિંકી બહેનપણી હતાં એટલે ક્યારેક વાત પણ થતી. એકવાર એ પિંકીને કંઇક નોટ્સ જોઇતી હતી તે એનાં ઘેર પણ ગઈ હતી. પિંકી અને રાગી એમનું હોમવર્ક ચેક કરતાં હતાં. તેમને ગમતી ચૉકલેટ આપીને શ્રેયા અને તે વાતો કરતાં હતાં ત્યાં જ સુદેશ આવ્યો હતો. શ્રેયાએ એનો પરિચય કરાવ્યો હતો, ‘હાઈ, હાઉ આર યૂ?’ કહી સહેજ માથું હલાવી તે રૂમમાં જતો રહ્યો હતો. મારે પણ ઘેર જલ્દી પહોંચવું હતું એટલે અમે પણ નીકળ્યાં હતાં. | |||
એ થોડીક વારમાં જ તેણે નોંધ્યું હતું કે સુદેશનાં વસ્ત્રો બ્રાન્ડેડ હતા. આખો દિવસ કામ કરીને ઘેર આવવા છતાં તેના ખિસ્સામાં રૂમાલ કાળજીપૂર્વક ગોઠવાયેલો હતો ને ચીપી ચીપીને બોલાતા અંગ્રેજી શબ્દો. શ્રેયાના ચહેરા પર તેના ઘેર આવવાના આનંદને બદલે જાણે કે પોતે કંઈ ખોટું કરતાં પકડાઈ ગઈ હોય એવું લાગતું હતું. રાગી પણ એકદમ શાંત થઈ ગઈ હતી અને પિંકીને ઇશારો કરીને ધીમેથી બોલવા જણાવ્યું હતું. ઘરમાં બધી વસ્તુ એટલી વ્યવસ્થિત હતી કે એવું લાગે કે અહીં કોઈ નાનું બાળક નથી. | |||
અનુજાએ બીજે દિવસે શ્રેયાને કહ્યું હતું, ‘તમે તો રાગીને સરસ ટ્રેનિંગ આપી છે. કશું ય આડાઅવળું નહીં. મારે તો પિન્કીને દસવાર ટોકવી પડે.’ શ્રેયા હસીને બોલી હતી, ‘એના પપ્પાને બધી વસ્તુ એની જગ્યાએ જ જોઇએ. કશું જ આડુઅવળું ન ચાલે. રાગીને પણ પહેલેથી જ એવી ટેવ પાડેલી.’ અનુજાએ પિંકીના માથે ટપલી મારીને કહેલું, ‘જો, શીખ તારી બહેનપણી પાસેથી.’ શ્રેયાએ તરત કહ્યું હતું, ‘ના, ના, એવું ન કહેશો. એને એનું બાળપણ જીવવા દો.’ | |||
આ | પિંકી મનીષ સામે જોઇને બોલતાં કેમ અટકી ગઈ હતી એનો તાળો મળતો હતો. પણ તે ભાગી કેમ ગઈ? મનીષનો ડર લાગે પિંકીને એવું તો ક્યારેય થયું નથી. એ તો પિંકીને એટલા લાડ લડાવતો કે ક્યારેક મારે એને ટોકવો પડતો. તો પછી... | ||
અનુજા તળેઉપર થઈ ગઈ હતી. કોઈ કેવી રીતે આવું કરી શકે? અને એ પણ આ સમયમાં? અને શહેરમાં? ઉચ્ચ વર્ગની શિક્ષિત સ્ત્રી આ સહન કરે? શા માટે? અનુજાનો તો એવા વાતાવરણમાં ઉછેર થયો હતો કે જ્યાં માર તો શું એક ટપલી ય કોઇએ નહોતી અડાડી. મનીષ તેની સાથે આવું કરે તો... ના, ના, એ ક્યારેય આવું ન કરે. મારે તેની સાથે વાત કરવી પડશે. તે જ ઉકેલ બતાવશે. અમે બંને તેને સાથે મળવા જઇશું. છોડાવીશું તેને પતિના પાશવીપણામાંથી. | |||
‘મનીષ, આપણે વાત કરવી પડશે પિંકી સાથે.’ લૅપટૉપ પર કામ કરતા પતિ પાસે જઈ તેણે કહ્યું. | |||
‘જો અનુ, અત્યારે હું બહુ જ કામમાં છું. તું જ વાત કરી લે.’ મનીષે આંખ પણ ઊંચી કર્યા વિના કહ્યું. | |||
‘હું એકલી વાત કરું તે નહીં ચાલે, મનીષ. આપણે બંનેએ સાથે વાત કરવી પડશે.’ અનુજાએ સહેજ અવાજ ઊંચો કરી કહ્યું. | |||
‘ઓ. કે.’ મનીષે લૅપટૉપ બંધ કરતાં કહ્યું, ‘બોલ, શું વાત કરવી છે? ફરી મૅથેમૅટિક્સમાં એના માર્ક્સ ઓછા આવ્યા છે?’ | |||
‘ના, રાગીએ એની સાથે હોમવર્ક કરીને એનું ગણિત પાકું કરી દીધું છે.’ | |||
‘રાગી કોણ? અરે હા, એની ક્લાસમેટ. | |||
‘હા, એને કારણે પિંકીએ આ વખતે એને ન ગમતાં વિષયમાં પણ ટોપ કર્યું છે. તને યાદ છે, આજ સવારે એ રાગી માટે ટિફિનમાં વધારે રોટલી લઈ ગઈ હતી.’ | |||
‘હા, તો શું છે? અનુ, તું મૂળ મુદ્દા પર આવ. મારે બહુ કામ છે.’ મનીષે અકળાઇને કહ્યું. | |||
‘પિંકીનું કાલ રાતનું અને આજ સવારનું વર્તન તને વિચિત્ર નથી લાગતું?’ | |||
‘હા, લાગે તો છે પણ હોય ક્યારેક બાળક એવું ય કરે.’ | |||
‘એ તારાથી ડરવા લાગી છે.’ | |||
‘અનુ, તું શું ધડમાથા વગરની વાત કરે છે. પિંકી મારાથી શું કામ ડરે?’ | |||
‘કારણ કે એના મનમાં એવું છે કે બધાં રાગીની મમ્મીને તે ઓળખતી હતી. શ્રેયા એનું નામ. જિન્સની કેપ્રી અને ટીશર્ટ પહેરીને રાગીને લેવા આવતી. હોય છે.’ | |||
‘અરે, મેં તો એની હાજરીમાં કે ગેરહાજરીમાં ય તારા પર હાથ નથી ઉપાડ્યો. મને તો એવો વિચાર જ ન આવે.’ | |||
‘રાગીના પપ્પા એની મમ્મીને મારે છે અને એની અસર આપણી પિંકી પર પણ પડી છે.’ અનુજાએ મનીષને બધી વાત કરી. મનીષનો ચહેરો ગંભીર થઈ ગયો. એ ગૅલરીમાં ગયો. અનુજા એની પાછળ પાછળ ગઈ. ‘મને લાગે છે કે મનીષ આપણે શ્રેયા અને સુદેશને મળવું જોઈએ. સુદેશને સમજાવી શકાય કે...’ | |||
એની વાત વચ્ચે અટકાવી મનીષે કહ્યું, ‘પાગલ થઈ છે તું?’ | |||
અનુજા આશ્ચર્ય અને આઘાતથી મનીષ સામે જોઈ રહી. | |||
‘જો, અનુ,’ મનીષે એને ખભેથી પકડીને ગૅલરીના હીંચકા પર બેસાડી. ‘કોઇનાં લફરામાં આપણે પડવાની જરૂર નથી અને પિંકીને પણ કહી દેજે કે રાગીની ફ્રેન્ડશિપ છોડી દે.’ | |||
‘પણ...’ | |||
‘ના અનુ, આ વેવલાવેડા બંધ કર અને સાંજે શું જમવાનું બનાવવું છે તે વિચાર. જેને રોજ પતિના હાથનો માર ખાવો પડે છે એ સ્ત્રી કેવી હશે?’ | |||
‘મનીષ...’ અનુજા કશું બોલવા જાય એ પહેલાં મનીષ એના રૂમમાં જતો રહ્યો. | |||
અનુજાના શબ્દો હીંચકાના કિચૂડાટમાં સમાઈ ગયા. | |||

ગઇકાલના મનીષના જવાબથી અનુજા ડઘાઈ ગઈ હતી. એ તો જાણે કશું જ બન્યું ન હોય એમ ‘મારે આજે આવતા મોડું થશે’ એમ કહી નીકળી ગયો હતો. અનુજાનો જીવ કશા ય કામમાં લાગતો ન હતો. ‘ભાભી, અહીંયાં આવો તો...’ કચરા કાઢતી સુમીની બૂમ સાંભળી તે એકદમ ગુસ્સે થઈ ગઈ, ‘તારે શું છે હવે?’ | |||
‘અરે, અહીંયાં જુઓ તો ભીંતમાં ગાબડું પડ્યું લાગે છે.’ | |||
અનુજા ઉતાવળે ગઈ ને જોયું તો સિમેન્ટ, રેતી, ઈંટનું એક મોટું દડબું નીચે પડ્યું હતું. આગળ સરસ નકશીકામવાળો કબાટ હતો એટલે કદાચ ખ્યાલ નહોતો આવ્યો કે પાછળની ભીંત ધીમે ધીમે ભેજથી ખવાવા માંડી છે. બધું માંડ માંડ સાફ કરીને તે ગૅલરીમાં આવી હીંચકા પર બેઠી ત્યાં જ ગૅલરીની નીચેથી જોરશોરથી અવાજ આવવા માંડ્યો. | |||
અનુજા હીંચકા પરથી ઊભી થઈ ગઈ ને નીચે જોવા લાગી. કોઇક મજૂર અને એક સ્ત્રી વચ્ચે ઝઘડો થતો હોય એવું લાગ્યું. પુરુષ સ્ત્રીનું બાવડું પકડીને કહેતો હતો, ‘તારાં મનમાં સમજસ હું, વઉ છું મારી.’ બાવડું છોડાવતાં સ્ત્રીએ ઉગ્ર અવાજે કહ્યું, ‘વઉ છું, વેઠિયણ નથ.’ ત્યાં તો ‘બહુ બોલસ્ ને કાંઈ’ કહેતા પુરુષે સ્ત્રીના વાળ પકડ્યા અને એક લાફો ઠોકી દીધો. અનુજાને થયું કે બૂમ પાડીને એને રોકે ત્યાં તો ફરી પુરુષનો હાથ ઊંચકાયો પણ એ ગાલ સુધી પહોંચે તે પહેલાં એક હાથે એને પકડીને રોકી લીધો. અનુજાને થયું કોણ મદદ કરવા આવી ચડ્યું? પણ એ બીજો હાથ તો એ માર ખાનારી સ્ત્રીનો જ હતો. તેનો ચહેરો ગુસ્સાથી તમતમતો હતો. તેણે પુરુષના હાથને નીચે ફેંકતી હોય તેમ છોડી દીધો અને કહ્યું, ‘આજ પછી આ હાથને હખણો રાખજે, મેલીને વઈ જઇશ તો ખબર પડશે’. ને જાણે કંઈ જ ન બન્યું હોય એમ એ માથે તગારું ઊંચકી ચાલતી થઈ. પુરુષ ધૂંધવાતો ધૂંધવાતો એની પાછળ ગયો. | |||
મજૂર સ્ત્રીનાં એ પગલામાં અનુજાને શ્રેયાનાં અને એ સાવ અજાણી સ્ત્રીનાં પગલાં ભળી જતાં દેખાયાં ને થોડીવારમાં જાણે પોતાનાં પગલાં પણ એની સાથે એકરૂપ થઈ ગયાં હતાં. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

Line 68: | Line 96: | ||
=== તન્ત્રીનૉંધ :  === | === તન્ત્રીનૉંધ :  === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્રથી લખાયેલી આ રચના અનેક પ્રસંગોથી વાર્તાની કેન્દ્રવર્તી ઘટનાને ખીલવે છે. એટલે, વાર્તારસને પોષક એવું કુતૂહલ પણ ક્રમે ક્રમે ખીલતું જાય છે. | |||
કથકની ભાષામાં સહજ એવી આલંકારિકતા છે. અનુજા વિશે એ કહે છે : અનુજા પેપરને આમતેમ ઉથલાવી મોટા મોટા સમાચાર પર નજર નાખે ને સૂરજનાં કિરણોની છાલકથી ભીંજાઇને ઘરકામમાં એ રીતે પરોવાઈ જતી જેમ સોયમાં દોરો પરોવાય : અનુજા ભીતરથી એ રીતે કંપી ગઈ જે રીતે અચાનક થતાં વીજળીના ચમકારામાં ન જોવાનું દૃશ્ય જોવાઈ જાય અને કંપી જવાય : અનુજાને એમનાં શ્રમથી ચમકતા ચહેરા જોવા ગમતા. એવું લાગતું હતું કે જાણે એક લયથી બધાં કામ કરે છે. જો આ લય તૂટે તો… | |||
અને વાચક જુએ છે કે એ લય તૂટે છે. કેમકે, રાગીના પપ્પા એની મમ્મીને મારતા હોય છે. કથક કહે છે : નેન્સીનો હાથ તરછોડીને રાગી એકશ્વાસે બોલી ગઈ, ‘મારા પપ્પા મારી મમ્મીને રોજ મારે છે. કાલે તો વાળ ખેંચીને મમ્મીને નીચે પાડી દીધી હતી’ : એ પ્રસંગની અસર પિંકી પર પડે છે, પિંકીને પપ્પા મનીષનો ડર લાગે છે. પિંકી રાગી માટે પણ રોટલી લઈ જાય, અનુજા શ્રેયાને મળે, અનુજા મનીષને જણાવે કે ‘રાગીના પપ્પા એની મમ્મીને મારે છે અને એની અસર આપણી પિંકી પર પણ પડી છે’, અનુજા સુદેશ-શ્રેયાને સમજાવવા એમને ત્યાં મળવા જવાનો પ્રસ્તાવ મૂકે, મનીષ માને નહીં, એમ વાર્તામાં નાના નાના પ્રસંગો ઉમેરાતા જાય છે. | |||
પણ છેવટે વાર્તામાં ચોટદાર વળાંક આવે છે. મજૂર એની સ્ત્રીને મારતો હોય છે, પણ સ્ત્રી સામો હાથ ઉગામે છે. એ પ્રસંગનું કથકે દૃશ્યાત્મક સુન્દર આલેખન કર્યું છે : પુરુષ સ્ત્રીનું બાવડું પકડીને કહેતો હતો, ‘તારાં મનમાં સમજસ હું, વઉ છું મારી.’ બાવડું છોડાવતાં સ્ત્રીએ ઉગ્ર અવાજે કહ્યું, ‘વઉ છું, વેઠિયણ નથ.’ ત્યાં તો ‘બહુ બોલસ્ ને કાંઈ’ કહેતા પુરુષે સ્ત્રીના વાળ પકડ્યા અને એક લાફો ઠોકી દીધો. અનુજાને થયું કે બૂમ પાડીને એને રોકે ત્યાં તો ફરી પુરુષનો હાથ ઊંચકાયો પણ એ ગાલ સુધી પહોંચે તે પહેલાં એક હાથે એને પકડીને રોકી લીધો. અનુજાને થયું કોણ મદદ કરવા આવી ચડ્યું? પણ એ બીજો હાથ તો એ માર ખાનારી સ્ત્રીનો જ હતો. તેનો ચહેરો ગુસ્સાથી તમતમતો હતો. તેણે પુરુષના હાથને નીચે ફેંકતી હોય તેમ છોડી દીધો અને કહ્યું, ‘આજ પછી આ હાથને હખણો રાખજે, મેલીને વઈ જઇશ તો ખબર પડશે’. ને જાણે કંઈ જ ન બન્યું હોય એમ એ માથે તગારું ઊંચકી ચાલતી થઈ. પુરુષ ધૂંધવાતો ધૂંધવાતો એની પાછળ ગયો : | |||
પણ કથકે એ પ્રસંગનો જુદો જ ઉપયોગ કર્યો છે, એ કહે છે : મજૂર સ્ત્રીનાં એ પગલામાં અનુજાને શ્રેયાનાં અને એ સાવ અજાણી સ્ત્રીનાં પગલાં ભળી જતાં દેખાયાં ને થોડીવારમાં જાણે પોતાનાં પગલાં પણ એની સાથે એકરૂપ થઈ ગયાં હતાં : ત્રિવિધ પગલાંની એકરૂપતાથી વાચકોને એવો વિચાર રજૂ થતો લાગે તો નવાઈ નહીં કે બધા પુરુષો કદાચ એકસરખા છે, પણ બધી સ્ત્રીઓ નથી, એમણે મજૂરણ બાઈની જેમ હાથ ઉગામીને પ્રતિકાર કરતાં શીખવું પડશે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 20:13, 31 October 2023
પિંકીએ બહેનપણીઓ સાથે પોતાના રૂમમાં જતાં કહ્યું - ‘મમ્મી, અમને અમારી રીતે એન્જૉય કરવા દેજે. નો, ટકટક.’
‘ઓ. કે. માય લિટલ ડોલ. આ ગરમાગરમ પાસ્તા તો લેતાં જાઓ.’ અનુજાએ કહ્યું અને પોતાની ચા લઈ ગૅલરીમાં હીંચકા પર બેઠી.
આ ગૅલરી, આ હીંચકો તેને અને મનીષને બહુ પ્રિય. બંનેની સવારની પહેલી ચા અહીંયાં જ પીવાય. મનીષ તો કલાક સુધી છાપું વાંચ્યા કરે પણ અનુજા પેપરને આમતેમ ઉથલાવી મોટા મોટા સમાચાર પર નજર નાંખે ને સૂરજનાં કિરણોની છાલકથી ભીંજાઇને ઘરકામમાં એ રીતે પરોવાઈ જતી જેમ સોયમાં દોરો પરોવાય. હા, પિંકી સ્કૂલે અને મનીષ ઑફિસે જાય પછી રોજની બપોરની ચા તો અહીંયાં જ.
કેટલાય દિવસથી સામે ખુલ્લા મેદાનમાં બહુમાળી ફ્લેટ્સ માટેનું ચણતરકામ ચાલતું હતું. કેટલા બધા મજૂરો કામ કરતા હતા. સિમેન્ટ-રેતી ભેગાં થાય. એમાં પાણી નંખાય અને ઘડીકમાં તો તગારામાં ભરાય, તગારું ઊંચકાય માથા પર અને પહોંચે ઈંટોથી ગોઠવાતી દીવાલ પાસે. દીવાલ ચણાતી જાય. અનુજાને એમનાં શ્રમથી ચમકતાં ચહેરા જોવા ગમતા. એવું લાગતું હતું કે જાણે એક લયથી બધાં કામ કરે છે. જો આ લય તૂટે તો...
અરે, આ છોકરીઓના રૂમમાં આટલી શાંતિ કેમ થઈ ગઈ? હમણાં તો કલબલાટ કલબલાટ હતો. અનુજા પિંકીના રૂમના દરવાજા પાસે પહોંચી. ધક્કો મારી ખોલવા જાય ત્યાં જાણે મોતી વેરાતાં હોય એવા ધીમા સ્વરે થતી ગુસપુસ તેને સંભળાઈ. અવાજ ન થાય એમ બારણું ખોલીને જોયું તો ચારે ય એકબીજાની એકદમ નજીક આવી વાતો કરતી હતી. અરે, આ તો રાગીના રડવાનો અવાજ છે. પિંકી, હેતા ને નેન્સી એને છાની રાખવાનો પ્રયાસ કરતાં હતાં.
અનુજાએ અવાજને પકડવાનો પ્રયાસ કર્યો. રાગી રડતાં રડતાં કહેતી હતી, ‘મને ઘેર જવાનું મન જ નથી થતું.’ ‘તો કંઈ નહીં, અહીંયાં રહી જા ને...’ પિંકીનો અવાજ. ‘પણ શું થયું છે એ તો કહે?’ સહેજ સમજુ એવી હેતાએ પૂછ્યું. ‘મારા પપ્પા......મારા પપ્પા......રાગી બોલતાં બોલતાં અટકી ગઈ. તારા પપ્પાએ તને અમારા જેવો કંપાસ ન લાવી આપ્યો એટલે રડે છે?’ નેન્સીએ હસતાં હસતાં કહ્યું. ‘કંઈ નહીં, આ મારો કંપાસ છે ને એ તું વાપરજે, બસ. હેપ્પી? નાઉ, સ્માઇલ પ્લીઝ!’ નેન્સીનો હાથ તરછોડીને રાગી એકશ્વાસે બોલી ગઈ, ‘મારા પપ્પા મારી મમ્મીને રોજ મારે છે. કાલે તો વાળ ખેંચીને મમ્મીને નીચે પાડી દીધી હતી.’ નેન્સીએ કહ્યું ‘આપણે હોમવર્ક ન કરીએ તો આપણને મેડમ પનિશમેન્ટ નથી કરતાં? તારી મમ્મીએ પણ પપ્પાનું કહ્યું નહીં માન્યું હોય એેટલે મારતા હશે.’ ‘ના, ના, મારી મમ્મી તો બહુ જ સારી છે. સવારે વહેલા વહેલા ઊઠીને મારાં અને પપ્પા માટે સરસ મજાનો નાસ્તો તૈયાર કરી આપે છે. પપ્પાની ચા ઠંડી થઈ ગઈ હોય તો તરત ગરમ પણ કરી આપે. તો ય પપ્પા કેમ મારતા હશે?’ ચારે ય છોકરીઓ ચૂપ થઈ ગઈ હતી. કોઈ પાસે આ પ્રશ્નનો જવાબ ન હતો. રાગીને એકદમ યાદ આવ્યું હોય એમ બોલી, ‘મારી મમ્મી ખોટું પણ બોલે છે. કાલે રમીલાઆન્ટીએ પૂછ્યું કે આ આંખ કેમ સૂઝી ગઈ છે તો કહે એ તો રાત્રે ઊંઘ નહોતી આવતી એટલે.’
અનુજા ભીતરથી એ રીતે કંપી ગઈ જે રીતે અચાનક થતાં વીજળીના ચમકારામાં ન જોવાનું દૃશ્ય જોવાઈ જાય અને કંપી જવાય. તે કેવી રીતે આશ્વાસન આપે આ છોકરીઓને? જાણે તે કશું જ જાણતી નથી તે રીતે હાથમાં આઇસ્ક્રીમના બાઉલ લઇને ‘ચૉકલેટ આઇસ્ક્રીમ કોને ખાવો છે?’ બોલતી બોલતી રૂમમાં પ્રવેશી. ચારેયના ચહેરા ચમકી ઊઠ્યા. બધું ભૂલીને ચારેય ચોકલેટ આઇસ્ક્રીમને ન્યાય આપવા મંડ્યાં.
અર્ધી રાત્રે પિંકીની ચીસ સાંભળી અનુજા દોડતી તેના રૂમમાં આવી. મનીષ પણ આંખો ચોળતો તેની પાછળ આવ્યો. પિંકી અનુજાને વળગી પડી, ‘મને બહુ બીક લાગે છે મમ્મા, આજે તું મારી પાસે સૂઈ જા ને?’ ‘ઓ. કે. બેટા, અમે બંને તારી પાસે સૂઈ જઇએ છીએ, બસ.’ મનીષે પિંકીની પાસે બેસતાં કહ્યું. ‘ના, ના, એકલી મમ્મી જ.’ પિંકીના સ્વરની તીવ્રતા જોઇને આશ્ચર્ય પામતો મનીષ પાછો ગયો. અનુજા ક્યાંય સુધી પિંકીને પંપાળતી રહી. પપ્પા તો એને માટે સર્વસ્વ હતા. રોજ હોમવર્ક પણ પપ્પા જ કરાવતા. એ હંમેશાં કહેતી, ‘માય પપ્પા ઇઝ ગ્રેટ. એમને બધું જ આવડે.’ મનીષ પિંકીને એટલા લાડ લડાવતો કે ક્યારેક અનુજાને કહેવું પડતું ‘બગાડો છો તમે એને.’ તો પછી...કાલે પૂછવું પડશે એને. અત્યારે એ જવાબ નહીં આપે.
સવારે નાસ્તો બનાવતી હતી ત્યારે પિંકીએ શ્વાસભેર દોડતાં આવીને કહ્યું, ‘મમ્મી, મમ્મી, મારાં ટિફિનમાં બે રોટલી વધારે મૂકજે.’ અનુજાને નવાઈ લાગી. રોજ તો બે રોટલી પણ માંડ પૂરી કરતી એ દીકરી આજે સામેથી ચાર રોટલી મૂકવાનું કહે છે? ‘વાહ, આજે તો પિંકીબહેન ડાહ્યા થઈ ગયાં કે શું?’ મનીષે પાછળથી આવીને વહાલથી પિંકીને થાબડીને કહ્યું. ‘ના, મમ્મી આ બે રોટલી રાગી માટે છે. એની મમ્મી એને બે દિવસથી ટિફિન નથી બનાવી આપતી.’ ‘કેમ, એની મમ્મીની તબિયત નથી સારી?’ ‘ના, તબિયત તો સારી છે પણ...’ પિંકી મનીષ સામે જોઈ બોલતાં અટકી ગઈ. તેના ચહેરા પર કોઈ અજાણ્યો ભય વ્યાપી ગયો. તું રોટલી મૂકી આપ ને? હું તૈયાર થઇને આવું.’ કહી દોડીને તેના રૂમમાં ભરાઈ ગઈ. ‘અરે, આને પાછું શું થયું અચાનક?’ મનીષે આશ્ચર્યથી અનુજાને પૂછ્યું. અનુજાએ પણ ખભો હલાવી ના પાડી, ‘સ્કૂલેથી આવે એટલે વાત કરજે એની સાથે.’ મનીષ ઑફિસે ગયો અને પિંકી સ્કૂલે, પણ અનુજાને ચેન ન પડ્યું. પિંકી પપ્પાને જવાબ આપવાને બદલે ભાગી કેમ ગઈ? રાગીની મમ્મીની તબિયત બગડી નથી તો શું થયું છે એને? અનુજાના મનમાં એકદમ ચમકારો થયો. તે કેવી રીતે ભૂલી ગઈ તે દિવસની વાતને? રાગીની મમ્મીને ફરી મારી છે એના પતિએ. અને એ રીતે કે રસોઈ પણ ન બનાવી શકે?
રાગીની મમ્મીને તે ઓળખતી હતી. શ્રેયા એનું નામ. જિન્સની કેપ્રી અને ટીશર્ટ પહેરીને રાગીને લેવા આવતી. ઘણીવાર બંને સ્કૂલમાં ભેગાં થઈ જતાં. સ્કૂલ-વાન ન આવવાની હોય ત્યારે મોટેભાગે બધાંની મમ્મીઓ જ લેવા આવતી. સુંદર, શિક્ષિત અને આધુનિક દેખાતી શ્રેયા સ્વભાવે મિલનસાર હતી. જોક્સ કહીને બધાંને હસાવતી હતી. એને જોઇને કોઇને ય ન લાગે આ સ્ત્રી પતિનો માર સહન કરતી હશે. રાગી અને પિંકી બહેનપણી હતાં એટલે ક્યારેક વાત પણ થતી. એકવાર એ પિંકીને કંઇક નોટ્સ જોઇતી હતી તે એનાં ઘેર પણ ગઈ હતી. પિંકી અને રાગી એમનું હોમવર્ક ચેક કરતાં હતાં. તેમને ગમતી ચૉકલેટ આપીને શ્રેયા અને તે વાતો કરતાં હતાં ત્યાં જ સુદેશ આવ્યો હતો. શ્રેયાએ એનો પરિચય કરાવ્યો હતો, ‘હાઈ, હાઉ આર યૂ?’ કહી સહેજ માથું હલાવી તે રૂમમાં જતો રહ્યો હતો. મારે પણ ઘેર જલ્દી પહોંચવું હતું એટલે અમે પણ નીકળ્યાં હતાં.
એ થોડીક વારમાં જ તેણે નોંધ્યું હતું કે સુદેશનાં વસ્ત્રો બ્રાન્ડેડ હતા. આખો દિવસ કામ કરીને ઘેર આવવા છતાં તેના ખિસ્સામાં રૂમાલ કાળજીપૂર્વક ગોઠવાયેલો હતો ને ચીપી ચીપીને બોલાતા અંગ્રેજી શબ્દો. શ્રેયાના ચહેરા પર તેના ઘેર આવવાના આનંદને બદલે જાણે કે પોતે કંઈ ખોટું કરતાં પકડાઈ ગઈ હોય એવું લાગતું હતું. રાગી પણ એકદમ શાંત થઈ ગઈ હતી અને પિંકીને ઇશારો કરીને ધીમેથી બોલવા જણાવ્યું હતું. ઘરમાં બધી વસ્તુ એટલી વ્યવસ્થિત હતી કે એવું લાગે કે અહીં કોઈ નાનું બાળક નથી.
અનુજાએ બીજે દિવસે શ્રેયાને કહ્યું હતું, ‘તમે તો રાગીને સરસ ટ્રેનિંગ આપી છે. કશું ય આડાઅવળું નહીં. મારે તો પિન્કીને દસવાર ટોકવી પડે.’ શ્રેયા હસીને બોલી હતી, ‘એના પપ્પાને બધી વસ્તુ એની જગ્યાએ જ જોઇએ. કશું જ આડુઅવળું ન ચાલે. રાગીને પણ પહેલેથી જ એવી ટેવ પાડેલી.’ અનુજાએ પિંકીના માથે ટપલી મારીને કહેલું, ‘જો, શીખ તારી બહેનપણી પાસેથી.’ શ્રેયાએ તરત કહ્યું હતું, ‘ના, ના, એવું ન કહેશો. એને એનું બાળપણ જીવવા દો.’
પિંકી મનીષ સામે જોઇને બોલતાં કેમ અટકી ગઈ હતી એનો તાળો મળતો હતો. પણ તે ભાગી કેમ ગઈ? મનીષનો ડર લાગે પિંકીને એવું તો ક્યારેય થયું નથી. એ તો પિંકીને એટલા લાડ લડાવતો કે ક્યારેક મારે એને ટોકવો પડતો. તો પછી...
અનુજા તળેઉપર થઈ ગઈ હતી. કોઈ કેવી રીતે આવું કરી શકે? અને એ પણ આ સમયમાં? અને શહેરમાં? ઉચ્ચ વર્ગની શિક્ષિત સ્ત્રી આ સહન કરે? શા માટે? અનુજાનો તો એવા વાતાવરણમાં ઉછેર થયો હતો કે જ્યાં માર તો શું એક ટપલી ય કોઇએ નહોતી અડાડી. મનીષ તેની સાથે આવું કરે તો... ના, ના, એ ક્યારેય આવું ન કરે. મારે તેની સાથે વાત કરવી પડશે. તે જ ઉકેલ બતાવશે. અમે બંને તેને સાથે મળવા જઇશું. છોડાવીશું તેને પતિના પાશવીપણામાંથી.
‘મનીષ, આપણે વાત કરવી પડશે પિંકી સાથે.’ લૅપટૉપ પર કામ કરતા પતિ પાસે જઈ તેણે કહ્યું. ‘જો અનુ, અત્યારે હું બહુ જ કામમાં છું. તું જ વાત કરી લે.’ મનીષે આંખ પણ ઊંચી કર્યા વિના કહ્યું. ‘હું એકલી વાત કરું તે નહીં ચાલે, મનીષ. આપણે બંનેએ સાથે વાત કરવી પડશે.’ અનુજાએ સહેજ અવાજ ઊંચો કરી કહ્યું. ‘ઓ. કે.’ મનીષે લૅપટૉપ બંધ કરતાં કહ્યું, ‘બોલ, શું વાત કરવી છે? ફરી મૅથેમૅટિક્સમાં એના માર્ક્સ ઓછા આવ્યા છે?’ ‘ના, રાગીએ એની સાથે હોમવર્ક કરીને એનું ગણિત પાકું કરી દીધું છે.’ ‘રાગી કોણ? અરે હા, એની ક્લાસમેટ. ‘હા, એને કારણે પિંકીએ આ વખતે એને ન ગમતાં વિષયમાં પણ ટોપ કર્યું છે. તને યાદ છે, આજ સવારે એ રાગી માટે ટિફિનમાં વધારે રોટલી લઈ ગઈ હતી.’ ‘હા, તો શું છે? અનુ, તું મૂળ મુદ્દા પર આવ. મારે બહુ કામ છે.’ મનીષે અકળાઇને કહ્યું. ‘પિંકીનું કાલ રાતનું અને આજ સવારનું વર્તન તને વિચિત્ર નથી લાગતું?’ ‘હા, લાગે તો છે પણ હોય ક્યારેક બાળક એવું ય કરે.’ ‘એ તારાથી ડરવા લાગી છે.’ ‘અનુ, તું શું ધડમાથા વગરની વાત કરે છે. પિંકી મારાથી શું કામ ડરે?’ ‘કારણ કે એના મનમાં એવું છે કે બધાં રાગીની મમ્મીને તે ઓળખતી હતી. શ્રેયા એનું નામ. જિન્સની કેપ્રી અને ટીશર્ટ પહેરીને રાગીને લેવા આવતી. હોય છે.’ ‘અરે, મેં તો એની હાજરીમાં કે ગેરહાજરીમાં ય તારા પર હાથ નથી ઉપાડ્યો. મને તો એવો વિચાર જ ન આવે.’ ‘રાગીના પપ્પા એની મમ્મીને મારે છે અને એની અસર આપણી પિંકી પર પણ પડી છે.’ અનુજાએ મનીષને બધી વાત કરી. મનીષનો ચહેરો ગંભીર થઈ ગયો. એ ગૅલરીમાં ગયો. અનુજા એની પાછળ પાછળ ગઈ. ‘મને લાગે છે કે મનીષ આપણે શ્રેયા અને સુદેશને મળવું જોઈએ. સુદેશને સમજાવી શકાય કે...’ એની વાત વચ્ચે અટકાવી મનીષે કહ્યું, ‘પાગલ થઈ છે તું?’ અનુજા આશ્ચર્ય અને આઘાતથી મનીષ સામે જોઈ રહી. ‘જો, અનુ,’ મનીષે એને ખભેથી પકડીને ગૅલરીના હીંચકા પર બેસાડી. ‘કોઇનાં લફરામાં આપણે પડવાની જરૂર નથી અને પિંકીને પણ કહી દેજે કે રાગીની ફ્રેન્ડશિપ છોડી દે.’ ‘પણ...’ ‘ના અનુ, આ વેવલાવેડા બંધ કર અને સાંજે શું જમવાનું બનાવવું છે તે વિચાર. જેને રોજ પતિના હાથનો માર ખાવો પડે છે એ સ્ત્રી કેવી હશે?’ ‘મનીષ...’ અનુજા કશું બોલવા જાય એ પહેલાં મનીષ એના રૂમમાં જતો રહ્યો. અનુજાના શબ્દો હીંચકાના કિચૂડાટમાં સમાઈ ગયા.
ગઇકાલના મનીષના જવાબથી અનુજા ડઘાઈ ગઈ હતી. એ તો જાણે કશું જ બન્યું ન હોય એમ ‘મારે આજે આવતા મોડું થશે’ એમ કહી નીકળી ગયો હતો. અનુજાનો જીવ કશા ય કામમાં લાગતો ન હતો. ‘ભાભી, અહીંયાં આવો તો...’ કચરા કાઢતી સુમીની બૂમ સાંભળી તે એકદમ ગુસ્સે થઈ ગઈ, ‘તારે શું છે હવે?’ ‘અરે, અહીંયાં જુઓ તો ભીંતમાં ગાબડું પડ્યું લાગે છે.’
અનુજા ઉતાવળે ગઈ ને જોયું તો સિમેન્ટ, રેતી, ઈંટનું એક મોટું દડબું નીચે પડ્યું હતું. આગળ સરસ નકશીકામવાળો કબાટ હતો એટલે કદાચ ખ્યાલ નહોતો આવ્યો કે પાછળની ભીંત ધીમે ધીમે ભેજથી ખવાવા માંડી છે. બધું માંડ માંડ સાફ કરીને તે ગૅલરીમાં આવી હીંચકા પર બેઠી ત્યાં જ ગૅલરીની નીચેથી જોરશોરથી અવાજ આવવા માંડ્યો.
અનુજા હીંચકા પરથી ઊભી થઈ ગઈ ને નીચે જોવા લાગી. કોઇક મજૂર અને એક સ્ત્રી વચ્ચે ઝઘડો થતો હોય એવું લાગ્યું. પુરુષ સ્ત્રીનું બાવડું પકડીને કહેતો હતો, ‘તારાં મનમાં સમજસ હું, વઉ છું મારી.’ બાવડું છોડાવતાં સ્ત્રીએ ઉગ્ર અવાજે કહ્યું, ‘વઉ છું, વેઠિયણ નથ.’ ત્યાં તો ‘બહુ બોલસ્ ને કાંઈ’ કહેતા પુરુષે સ્ત્રીના વાળ પકડ્યા અને એક લાફો ઠોકી દીધો. અનુજાને થયું કે બૂમ પાડીને એને રોકે ત્યાં તો ફરી પુરુષનો હાથ ઊંચકાયો પણ એ ગાલ સુધી પહોંચે તે પહેલાં એક હાથે એને પકડીને રોકી લીધો. અનુજાને થયું કોણ મદદ કરવા આવી ચડ્યું? પણ એ બીજો હાથ તો એ માર ખાનારી સ્ત્રીનો જ હતો. તેનો ચહેરો ગુસ્સાથી તમતમતો હતો. તેણે પુરુષના હાથને નીચે ફેંકતી હોય તેમ છોડી દીધો અને કહ્યું, ‘આજ પછી આ હાથને હખણો રાખજે, મેલીને વઈ જઇશ તો ખબર પડશે’. ને જાણે કંઈ જ ન બન્યું હોય એમ એ માથે તગારું ઊંચકી ચાલતી થઈ. પુરુષ ધૂંધવાતો ધૂંધવાતો એની પાછળ ગયો.
મજૂર સ્ત્રીનાં એ પગલામાં અનુજાને શ્રેયાનાં અને એ સાવ અજાણી સ્ત્રીનાં પગલાં ભળી જતાં દેખાયાં ને થોડીવારમાં જાણે પોતાનાં પગલાં પણ એની સાથે એકરૂપ થઈ ગયાં હતાં.
તન્ત્રીનૉંધ :
ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્રથી લખાયેલી આ રચના અનેક પ્રસંગોથી વાર્તાની કેન્દ્રવર્તી ઘટનાને ખીલવે છે. એટલે, વાર્તારસને પોષક એવું કુતૂહલ પણ ક્રમે ક્રમે ખીલતું જાય છે.
કથકની ભાષામાં સહજ એવી આલંકારિકતા છે. અનુજા વિશે એ કહે છે : અનુજા પેપરને આમતેમ ઉથલાવી મોટા મોટા સમાચાર પર નજર નાખે ને સૂરજનાં કિરણોની છાલકથી ભીંજાઇને ઘરકામમાં એ રીતે પરોવાઈ જતી જેમ સોયમાં દોરો પરોવાય : અનુજા ભીતરથી એ રીતે કંપી ગઈ જે રીતે અચાનક થતાં વીજળીના ચમકારામાં ન જોવાનું દૃશ્ય જોવાઈ જાય અને કંપી જવાય : અનુજાને એમનાં શ્રમથી ચમકતા ચહેરા જોવા ગમતા. એવું લાગતું હતું કે જાણે એક લયથી બધાં કામ કરે છે. જો આ લય તૂટે તો…
અને વાચક જુએ છે કે એ લય તૂટે છે. કેમકે, રાગીના પપ્પા એની મમ્મીને મારતા હોય છે. કથક કહે છે : નેન્સીનો હાથ તરછોડીને રાગી એકશ્વાસે બોલી ગઈ, ‘મારા પપ્પા મારી મમ્મીને રોજ મારે છે. કાલે તો વાળ ખેંચીને મમ્મીને નીચે પાડી દીધી હતી’ : એ પ્રસંગની અસર પિંકી પર પડે છે, પિંકીને પપ્પા મનીષનો ડર લાગે છે. પિંકી રાગી માટે પણ રોટલી લઈ જાય, અનુજા શ્રેયાને મળે, અનુજા મનીષને જણાવે કે ‘રાગીના પપ્પા એની મમ્મીને મારે છે અને એની અસર આપણી પિંકી પર પણ પડી છે’, અનુજા સુદેશ-શ્રેયાને સમજાવવા એમને ત્યાં મળવા જવાનો પ્રસ્તાવ મૂકે, મનીષ માને નહીં, એમ વાર્તામાં નાના નાના પ્રસંગો ઉમેરાતા જાય છે.
પણ છેવટે વાર્તામાં ચોટદાર વળાંક આવે છે. મજૂર એની સ્ત્રીને મારતો હોય છે, પણ સ્ત્રી સામો હાથ ઉગામે છે. એ પ્રસંગનું કથકે દૃશ્યાત્મક સુન્દર આલેખન કર્યું છે : પુરુષ સ્ત્રીનું બાવડું પકડીને કહેતો હતો, ‘તારાં મનમાં સમજસ હું, વઉ છું મારી.’ બાવડું છોડાવતાં સ્ત્રીએ ઉગ્ર અવાજે કહ્યું, ‘વઉ છું, વેઠિયણ નથ.’ ત્યાં તો ‘બહુ બોલસ્ ને કાંઈ’ કહેતા પુરુષે સ્ત્રીના વાળ પકડ્યા અને એક લાફો ઠોકી દીધો. અનુજાને થયું કે બૂમ પાડીને એને રોકે ત્યાં તો ફરી પુરુષનો હાથ ઊંચકાયો પણ એ ગાલ સુધી પહોંચે તે પહેલાં એક હાથે એને પકડીને રોકી લીધો. અનુજાને થયું કોણ મદદ કરવા આવી ચડ્યું? પણ એ બીજો હાથ તો એ માર ખાનારી સ્ત્રીનો જ હતો. તેનો ચહેરો ગુસ્સાથી તમતમતો હતો. તેણે પુરુષના હાથને નીચે ફેંકતી હોય તેમ છોડી દીધો અને કહ્યું, ‘આજ પછી આ હાથને હખણો રાખજે, મેલીને વઈ જઇશ તો ખબર પડશે’. ને જાણે કંઈ જ ન બન્યું હોય એમ એ માથે તગારું ઊંચકી ચાલતી થઈ. પુરુષ ધૂંધવાતો ધૂંધવાતો એની પાછળ ગયો :
પણ કથકે એ પ્રસંગનો જુદો જ ઉપયોગ કર્યો છે, એ કહે છે : મજૂર સ્ત્રીનાં એ પગલામાં અનુજાને શ્રેયાનાં અને એ સાવ અજાણી સ્ત્રીનાં પગલાં ભળી જતાં દેખાયાં ને થોડીવારમાં જાણે પોતાનાં પગલાં પણ એની સાથે એકરૂપ થઈ ગયાં હતાં : ત્રિવિધ પગલાંની એકરૂપતાથી વાચકોને એવો વિચાર રજૂ થતો લાગે તો નવાઈ નહીં કે બધા પુરુષો કદાચ એકસરખા છે, પણ બધી સ્ત્રીઓ નથી, એમણે મજૂરણ બાઈની જેમ હાથ ઉગામીને પ્રતિકાર કરતાં શીખવું પડશે.