ભાષા, સમાજ અને સાહિત્ય/ભાષા—માનવસંસ્કૃતિની સાથી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 5: Line 5:
'''ભાષા – માનવ સંસ્કૃતિની સાથી'''</big></big>  
'''ભાષા – માનવ સંસ્કૃતિની સાથી'''</big></big>  
{{Poem2Open}}
{{Poem2Open}}
હજી થોડાં વરસો પહેલાં સુધી એમ મનાતું કે માનવજાત ઉપરાંત કેટલાંક પ્રાણીઓ અને પક્ષીઓ સુધ્ધાં બોલી શકે છે એટલું જ નહીં, કેટલાક પ્રકારના કાગડાઓ તો બહુભાષી પણ હોય છે. જેમ જુદા જુદા પ્રદેશના માણસોની જુદી જુદી ભાષા અસ્તિત્વ ધરાવતી હોય છે તેવી જ રીતે જુદા જુદા પ્રદેશના કાગડાઓની જુદા જુદા પ્રકારની ભાષા અસ્તિત્વ ધરાવતી હોય છે; કેટલાક કાગડાઓ પ્રવાસી હોવાને કારણે અનેક કાગડા-ભાષાના જાણકાર હોય છે. પણ પશુપક્ષીએ।ની ભાષા અને માનવભાષા વચ્ચે એક મોટો તફાવત છે. પશુપક્ષીઓની ભાષા દસ-પંદર કે વીસ-ત્રીસ ધ્વનિસંકેતોની બનેલી હોય છે. તે ધ્વનિસંકેતો વાસ્તવ જગત કે પરિસ્થિતિ સાથે સીધા સંકળાયેલા છે. અમુક પ્રકારનો ‘કા...’ અવાજ એટલે ભય છે, અમુક પ્રકારનો ‘કા...’ અવાજ એટલે ખાવાનું સારા પ્રમાણમાં છે, અમુક પ્રકારનો ‘કા...’ અવાજ એટલે કોઈ એક કાગડો મરેલો પડયો છે વગેરે. માનવભાષાનું એવું નથી. માનવભાષામાં પણ પંદરથી માંડીને પચાસ-પંચાવન સુધીના ધ્વનિસંકેતોનો ઉપયોગ થાય છે; પરંતુ એ ધ્વનિસંકેતો સીધા વાસ્તવ જગત કે પરિસ્થિતિ સાથે સકળાયેલા નથી. એ સંકેતોની અમુક પ્રકારની વ્યવસ્થા વાસ્તવ જગત કે પરિસ્થિતિ સાથે સંકળાયેલી છે. ઉદાહરણ તરીકે ગુજરાતી ભાષામાં ‘કા'નો ઉચ્ચાર કોઈ બાબતને સ્પષ્ટ કરતો નથી. પણ ‘કા'ની સાથે બીજો ‘કા' ઉચ્ચારાય અથવા ‘પ' ઉચ્ચારાય તો ‘કાકા’ કે ‘કાપ' એવી સંકેતવ્યવસ્થા કોઈ પરિસ્થિતિને સ્પષ્ટ કરે છે. માનવભાષા અન્ય પ્રાણીઓની ભાષાથી આ બાબતમાં સાવ જુદી પડે છે. એટલે અન્ય પ્રાણીઓ સંકેતોની મદદથી અવગમન-વ્યવહાર કરે છે તે સ્વીકારીએ તોય તાત્ત્વિક રીતે એ અવગમન-વ્યવહારને ભાષા એવું નામ ન આપી શકાય. કારણ સ્પષ્ટ છે. ભાષા એટલે જ ધ્વનિસંકેતોની યાદૃચ્છિક વ્યવસ્થા.
હજી થોડાં વરસો પહેલાં સુધી એમ મનાતું કે માનવજાત ઉપરાંત કેટલાંક પ્રાણીઓ અને પક્ષીઓ સુધ્ધાં બોલી શકે છે એટલું જ નહીં, કેટલાક પ્રકારના કાગડાઓ તો બહુભાષી પણ હોય છે. જેમ જુદા જુદા પ્રદેશના માણસોની જુદી જુદી ભાષા અસ્તિત્વ ધરાવતી હોય છે તેવી જ રીતે જુદા જુદા પ્રદેશના કાગડાઓની જુદા જુદા પ્રકારની ભાષા અસ્તિત્વ ધરાવતી હોય છે; કેટલાક કાગડાઓ પ્રવાસી હોવાને કારણે અનેક કાગડા-ભાષાના જાણકાર હોય છે. પણ પશુપક્ષીઓની ભાષા અને માનવભાષા વચ્ચે એક મોટો તફાવત છે. પશુપક્ષીઓની ભાષા દસ-પંદર કે વીસ-ત્રીસ ધ્વનિસંકેતોની બનેલી હોય છે. તે ધ્વનિસંકેતો વાસ્તવ જગત કે પરિસ્થિતિ સાથે સીધા સંકળાયેલા છે. અમુક પ્રકારનો ‘કા...’ અવાજ એટલે ભય છે, અમુક પ્રકારનો ‘કા...’ અવાજ એટલે ખાવાનું સારા પ્રમાણમાં છે, અમુક પ્રકારનો ‘કા...’ અવાજ એટલે કોઈ એક કાગડો મરેલો પડયો છે વગેરે. માનવભાષાનું એવું નથી. માનવભાષામાં પણ પંદરથી માંડીને પચાસ-પંચાવન સુધીના ધ્વનિસંકેતોનો ઉપયોગ થાય છે; પરંતુ એ ધ્વનિસંકેતો સીધા વાસ્તવ જગત કે પરિસ્થિતિ સાથે સકળાયેલા નથી. એ સંકેતોની અમુક પ્રકારની વ્યવસ્થા વાસ્તવ જગત કે પરિસ્થિતિ સાથે સંકળાયેલી છે. ઉદાહરણ તરીકે ગુજરાતી ભાષામાં ‘કા'નો ઉચ્ચાર કોઈ બાબતને સ્પષ્ટ કરતો નથી. પણ ‘કા'ની સાથે બીજો ‘કા' ઉચ્ચારાય અથવા ‘પ' ઉચ્ચારાય તો ‘કાકા’ કે ‘કાપ' એવી સંકેતવ્યવસ્થા કોઈ પરિસ્થિતિને સ્પષ્ટ કરે છે. માનવભાષા અન્ય પ્રાણીઓની ભાષાથી આ બાબતમાં સાવ જુદી પડે છે. એટલે અન્ય પ્રાણીઓ સંકેતોની મદદથી અવગમન-વ્યવહાર કરે છે તે સ્વીકારીએ તોય તાત્ત્વિક રીતે એ અવગમન-વ્યવહારને ભાષા એવું નામ ન આપી શકાય. કારણ સ્પષ્ટ છે. ભાષા એટલે જ ધ્વનિસંકેતોની યાદૃચ્છિક વ્યવસ્થા.

માનવભાષા (હવે એને માટે માત્ર ભાષા શબ્દ જ વાપરીશું) સંકેતોની વ્યવસ્થા હોવાથી તે કાલ્પનિક કે વાસ્તવિક, વર્તમાનની, ભવિષ્યની કે ભૂતકાળની કેાઈ પણ પરિસ્થિતિનું વર્ણન કરી શકશે. ભાષામાં આ શક્તિ હોવાને કારણે જ માનવ પોતાના સંચિત કરેલા અનુભવો બીજી પેઢી સુધી ભાષાની મદદથી પહોંચાડી શકે છે. એટલે માનવજાત માટે આગલી પેઢીએ જ્યાંથી અધૂરું મૂક્યું ત્યાંથી નવી પેઢીને માટે શરૂ કરવાનું શક્ય બને છે; જ્યારે વાંદરાઓ કે અન્ય પશુપક્ષીઓ માટે એ શક્ય નથી, પશુપક્ષીઓ ધ્વનિ-સંકેતોની મદદથી વર્તમાનને જ સ્પર્શી શકે છે અને તેય માહિતી પહોંચાડવા પૂરતો જ તેનો ઉપયોગ કરી શકે છે, તે કવિતા રચી શકતા નથી. તે વર્ણન કરી શકતાં નથી; તે પોતાનાં બચ્ચાંને ‘ઊંટ અને ગધેડાની’ કે ‘ચકલા અને ચકલીની' વાતો કહી શકતાં નથી. પે।તે આટઆટલા અનુભવો આ રીતે મેળવ્યા એનું અન્ય પાસે બયાન કરી શકતાં નથી. આ જ કારણે પશુપક્ષીઓની સમાજવ્યવસ્થા સાવ પ્રાથમિક દશામાં રહી છે. એની દરેક પેઢી એકડે એકથી શરૂ કરે છે.