આથમણી કોરનો ઉજાશ: Difference between revisions
Shnehrashmi (talk | contribs) (Created page with "{{BookCover |cover_image = File:Aathamni Kor Cover page.jpg |title = આથમણી કોરનો ઉજાશ
|author = દેવિકા ધ્રુવ
નયના પટેલ
}} {{ContentBox |heading = કૃતિ-પરિચય |text = {{Poem2Open}} ૨૦૧૬ની સાલમાં એક સવારે વિચાર આવ્યો કે, આજસુધી વિશ્વનાં જુદાં જુદાં સ્થળે મ...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |

(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 4: | Line 4: | ||
|author = દેવિકા ધ્રુવ
નયના પટેલ
| |author = દેવિકા ધ્રુવ
નયના પટેલ

{|style="background-color: #C7E6C7; border: 1px solid #228B22;" | |||
|{{gap}}[https://issuu.com/ekatra/docs/devika_dhruv_book_?fr=sZWMzODY0MTA3NDA પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો]{{gap}} | |||

{{ContentBox | {{ContentBox | ||
|heading = કૃતિ-પરિચય | |heading = કૃતિ-પરિચય | ||
Line 20: | Line 24: | ||

Latest revision as of 09:36, 22 February 2024
૨૦૧૬ની સાલમાં એક સવારે વિચાર આવ્યો કે, આજસુધી વિશ્વનાં જુદાં જુદાં સ્થળે મર્યાદિત સમય માટે પ્રવાસી તરીકે ગયેલા ઘણા લોકોએ અલપ ઝલપ, ઉપરઉપરની વિગતો લખી છે. પરંતુ ૪૦-૪૫ વર્ષો વિદેશમાં રહ્યા પછી, સંઘર્ષ વેઠીને, અનુભવેલી સારી ખોટી તમામ અનુભૂતિઓને અતિ ઝીણવટથી અને તટસ્થતાપૂર્વક લખાયેલ જાણમાં નથી. આવા એ વિચારને પરિણામે બે દેશો (યુ.કે. અને યુ.એસ.એ.)ની વિકટ અને નિકટની વાતો પત્રશ્રેણીરૂપે લખવાની શરૂઆત થઈ. આમ તો કવિતા તરફ સવિશેષ લગાવ. પણ ગદ્યમાં પ્રિય સાહિત્ય-પ્રકાર પત્ર-સ્વરૂપ. તેમાં વળી ૪૮ વર્ષની પાકી મૈત્રીનો ઢાળ મળ્યો. પાંચ દાયકાથી યુ.કે.નિવાસી નયના પટેલે પ્રતિકૂળ સંજોગોની વચ્ચે પણ સંપૂર્ણ સહકાર આપ્યો. તો ડાયસ્પોરા સર્જનના સંશોધક શ્રી બળવંતભાઈ જાનીએ આ પત્રશ્રેણીની પાંખોમાં પવન પૂર્યો. પરિણામે 'આથમણી કોરનો ઉજાસ' નો જન્મ થયો. ૨૦૨૦ના માર્ચ મહિનામાં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી પત્રશ્રેણીરૂપ આ પુસ્તકને (૨૦૧૭ના વર્ષનું) ડાયસ્પોરા પારિતોષિક જાહેર થયું. તે પછી તેનો અંગ્રેજી અનુવાદ પણ થયો અને તે ' Glow from western shores' નામે પ્રકાશિત થયો. આમ, વિદેશના ચારેક દાયકાઓના અનુભવોનું મૂલ્યાંકન થયું. સંતોષની આ સમૃદ્ધિ અને આભા કલમને વધુ બળ આપી રહી છે. જાણીતા સાહિત્યકાર શ્રી જુગલકિશોર વ્યાસ કહે છે કે, "બે હૈયાં વચ્ચે સ્ફુરી ગયેલાં બે ઝરણાંના ખળખળતા મધુરા જળપ્રવાહનો આ શાબ્દિક વિડીયો છે !! 'એકત્ર' ફાઉન્ડેશને અત્રે પ્રસ્તુત કરવાની તક આપી તેનો રાજીપો વ્યક્ત કરું છું. આશા છે, સુજ્ઞ સાહિત્ય-જગત આ પુસ્તકને અહીં આવકારશે.
— દેવિકા ધ્રુવ