સિગ્નેચર પોયમ્સ/મીઠા ઉજાગરા – પ્રભુલાલ દ્વિવેદી: Difference between revisions
Jump to navigation
Jump to search
મીઠા ઉજાગરા
(+1) |
(+1) |
||
Line 28: | Line 28: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ | ||
|next = | |next = મ્હારા વ્હાલા – દેશળજી પરમાર | ||
}} | }} |
Latest revision as of 01:50, 20 April 2024
પ્રભુલાલ દ્વિવેદી
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી’તી વ્હાલાની વાટ રે...
અલબેલા કાજે ઉજાગરા.
પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે...
અલબેલા કાજે∘︎
બાંધી મેં હોડ આજ નીંદરડી સાથે ત્યાં,
વેરણ હીંડોળાખાટ રે...
અલબેલા કાજે∘︎
ઘેરાતી આંખડીને દીધા સોગન મેં,
મટકું માર્યું તો તારી વાત રે...
અલબેલા કાજે∘︎
આજના તો જાગરણે આતમા જગાડ્યો.
જાણે ઊભી હું ગંગાને ઘાટ રે...
અલબેલા કાજે∘︎
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા.