સિગ્નેચર પોયમ્સ/આપણે તો એટલામાં રાજી – રમણીક સોમેશ્વર: Difference between revisions
Jump to navigation
Jump to search
આપણે તો એટલામાં રાજી
(+1) |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 30: | Line 30: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = સહશયન – મનીષા જોશી | |previous = સહશયન – મનીષા જોશી | ||
|next = | |next = બાપુજીનું પહેરણ – રાજેન્દ્ર પટેલ | ||
}} | }} |
Latest revision as of 02:48, 21 April 2024
રમણીક સોમેશ્વર
આપણે તો એટલામાં રાજી
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
ક્યાંક એક કૂંપળ તો તાજી
આપણે તો એટલામાં રાજી
એકાદું પંખી જો ડાળ ઉપર બેસે તો થાય,
મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
તોય રોમરોમ ફૂટે પલાશ
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે
ત્યાં રણઝણતી ઝાલરી બાજી
આપણે તો એટલામાં રાજી...
પાણીની એકાદી છાલકમાં હોય કદી
રીમઝીમ રેલાતો મલ્હાર
છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
એકાદી ક્ષણનો વિસ્તાર
એક એક કૂંપળમાં જંગલ ઊભરાય?
કોઈ પૂછે, તો કહીએ કે હાજી
આપણે તો એટલામાં રાજી