મુકામ/અભિસાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center> <big><big>'''અભિસાર’'''</big></big> {{Poem2Open}} સાવિત્રીએ બેય પગની આંટી મારી દીધી. હોઠ એવી રીતે ભીડ્યા કે અંદરનો આગળો આપોઆપ દેવાઈ ગયો. જીભ તરત જ એની પાછળ ધક્કો મારતી ચપોચપ ચોંટી ગઈ. ઢીમ થઈ જાય એમ એણ...")
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

<center>
<center><big><big>'''અભિસાર'''</big></big></center>
 
<big><big>'''અભિસાર’'''</big></big>
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 13: Line 11:
એ જોતી રહી ને જોતજોતાંમાં પેલા વાદળે રંગોય બદલ્યા ને રૂપોય બદલ્યાં... હર ઘડી ને હર પળે પરિવર્તનને ધરી રહેલા એ ધૂમ્રગોટમાંથી મનખાદેહની રચના પ્રગટી આવી. રચનામાંથી પુરુષ ને પુરુષ એટલે અવર કોઈ નહીં, હાજરાહજુર સત્યવાન! સત્યવાનને જોતાં વાર, સાવિત્રીએ કીધો વિચાર. પોતે થઈને જાંબુવાન સંબંધે અત્તારઘડી લગણ ઓળઘોળ થઈ નથી. વળી પાછો એણે જ સુધાર કર્યો : નથી થયો જાંબુવાન ક્યારેય એનો કામદેવ. પણ, પોતાને હૃદયવલ્લભનું પ્રગટરૂપ ધારતા જાંબુવાનના પીળા દાંત સાવિત્રીનામધારી એની વહુને અમરુત કેરા આસવથી દૂર રાખવાનું પાપ આચરતા ને વહુનું બાપડીનું શરીર આપમેળે ચીમળાઈ જતું. સ્તંભાધાર ખેંચાય ને તંબુ ફસડાઈ પડે... એટલે કે સમજ્યાં ને? ધરાશાયી થાય, એમ જાણે ધરતીના બધા પર્વતો ઢીલાઢસ થઈ જતા ને ખીણોનાં ઝરણાં તો એમનાં એમ જ થિર થઈ જતાં. જાંબુવાનની પંડછાયામાં પગ પડે એ વાર જ એના દીવડા ઓલવાઈ જતા. આ પડખે સૂતેલી સાવિત્રી જાંબુવાનને હડેહડે નહોતી કરતી એટલું અલમ્ બાકી મનમંદિરના શિખરે એના વરની ચિહ્ન-નામ-મુદ્રાવાળી ધજા ક્યારેય ફગફગી નહોતી.

વચ્ચે કોઈ હોય તો ટાપસીય પૂરે પણ આ તો એકલા-અટુલા મનની વાત. પળે પળે ઝોળાની વાત. પણ સાવિત્રી જેનું નામ. બાઈ ઘણી કોઠાડાહી! આપબળે જ વરતી લીધું. અસ્ત્રીની જાત કહેવાય આ તો… નહીં કુલટા નહીં ગુણકા… આ તો રુચિશુચિના ભેદ. પાડ ઘણો મંછા તણો તે પામી ઇચ્છાવર.

*
<center>*</center>
તહીંકણેથી તંતુ આગળ ચલાવીએ તો પેલે પડખે સૂતેલો જાંબુવાન પહેલાં તો કંઈક સળવળ્યો ને પછી શરીર થયું ટટ્ટાર. ઊંઘમાં ને ઊંઘમાં એની ધખના વધી પડી. જાગ્રતિ તો હતી જોજનો દૂર… કિન્તુ ગાઢ નિદ્રામાંય એ દરવાજો ઉઘડાવવાને ઇચ્છાતુર. આ બાજુ... પેલો મેઘપુરુષ સત્યવાન દૂર રહ્યે રહ્યે સાવિત્રીનું આવાહન કરે છે. પથારીમાં સૂતેસૂતે જ, પણ સામાજિકો કહેતાં ચોખલિયા ધર્મવૃત્તિવાળાઓની દૃષ્ટિએ પરપુરુષ એવા સત્યવાનને આ સાવિત્રી અચરજે કરીને તાકી રહી. સત્યવાનના ઊર્જિત ચૈતન્યે ને કદાવર દેહે એનાં તનમનમાં ઉથલપાથલ આદરી. એનાં વિશાળ નેત્રોને અને એવાં જ વિશાલ પણ પૌરુષસભર કાંતિમય ગાત્રોને એથીય અદકી માંસલ ગંધે એને હેરી લીધી. સાવિત્રી ઇતરજનને વરે એવી આપમતલબી તો સાત જન્મારામાંય નહોતી. પરંતુ કાળે કરીને સત્યવાનનાં કામણ કને એના કોટના કોટિ કોટિ કાંગરા એક પછી એક કરતાં ખરવા લાગ્યા.

અવશપણે એ ખેંચાઈ રહી… સત્યવાનના હોઠ ઉપર વાંસનો ટુકડો તો હતો નહીં! પણ સાવિત્રી રોમરોમે વિંધાવા લાગી. અદૃશ્ય એવા મોહક સૂરે એને મત્ત કરી ને એ સૂરને સથવારે નીકળી પડી. કિન્તુ આવા સંયોગોમાં, એ પોતે પ્રેમે કરીને સંચરી એમ કહેવાય…ઝાડઝાંખરાં, કાંટાકાંકરા કંઈ જ એને સ્પર્શે નહીં એટલે કે અવરોધે પણ નહીં. કેટલાંયે સમથળ મેદાનો તો એણે હલફલ હલફલ પાર કર્યા. પછી આવી નદી. સત્યકામે એક જ ફૂંકે સૂરની એવી માયા બાંધી કે સાવિત્રી પોતે સાવિત્રી નહીં, જાણે હળવી ફૂલ પનાઈ! સત્યના બળે ને કાયાના કાયદે આપમેળે તરતી જાય ને સરતી જાય. આતમજ્યોતિને અજવાળે નિસરેલી સાવિત્રી પલકવારમાં તો નદી પાર ઊતરી ગઈ. પછી તો ગાઢાં જંગલો ને પર્વતો…પણ સાવિત્રીને કોઈ વાતનો ડર નહીં ને સત્ય સિવાયનો કોઈ જ્વર નહીં. શિખર ચડતાં ચડતાં અંગારા ઉપર ચંપાયો ચરણ ને અંગાંગે અગ્નિ. મુખમાં તો શાતાધિક સર્પદંશની બળતરા. તૃષાતુર સાવિત્રીએ સત્યવાનમાં રેખ જોઈ પરિતૃપ્તિની!

Line 21: Line 19:
જોમે ભરાયેલા જાંબુવાને સાવિત્રીને જામ્બુવંતી કરવા હાથ લંબાવ્યા. ઉન્મત્ત એવી સાવિત્રીએ સત્યવાનને નખશિખ બોટી લઈને ચરમ આનંદના પાગલપનનો આસવ પાયો. જાંબુવાનના ઓષ્ઠને આસવબુંદનો સ્પર્શ થયો કે તેની વાર તોતિંગ દરવાજા બુંદ બુંદ થઈ મીણની ભાંતિ પીગળી રહ્યા. સત્યવાને પ્રચંડ ઊંહકાર કર્યો ને તીવ્ર શ્વાચ્છોશ્વાસના આરોહઅવરોહે પંચભૂતના ઉત્કટ પુદગલરૂપ સાવિત્રીને કેવળ દંડને આધારે તોળી લીધી.

વાદળની પેઠે સાવિત્રી અવકાશમાં તરી રહી. અચાનક વાદળાંની ગડગડાટી ને ઉપરાછાપરી વીજચમકારે આકાશ ઉજમાળુ બની રહ્યું. નિમેષમાત્રમાં બારે મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા. સત્યવાનના ગર્જન અને પાર્શ્વતેજથી ઘેરાયેલા જાંબુવાનની નજર સાવિત્રીની મદમસ્ત અધૂકડી આંખોને વિષે મંડાઈ. એની માંહી પોતાની વહુના મનમંદિરના ઉત્તુંગ શિખરે પોતે આરોહેલી ધજાનો ફગફગાટ જોવા, વળી એની માંહી પોતાનાં નામ-ચિહ્ન ને મુદ્રાયુક્ત એવા ગર્વિષ્ઠ પ્રતિબિંબને જોવાને વાસ્તે અધીર થઈ રહ્યો. નિમજ્જને કંઈ લાધ્યું, કિન્તુ હેરતનો નહીં પાર! પીળા-લાંબા દાંત ને વળી કાળો મસો જણાય નહીં ક્યાંયે! ના,... ના. આવી હોય નહીં જાંબુ કેરી છાયા. આ ન્યાળું તે તો અતરાપી ને અવર તણી છે માયા. સાવિત્રીનાં નેત્રોમાં નિજપ્રતિબિંબ નહીં નિહાળતો એવો જાંબુવાન રૌરવની પીડાને પામ્યો. એક નહીં.. બે નહીં... બાર બાર વાર અણજાણ્યા ને અણપ્રીછ્યા ઉચ્છિષ્ટને આરોગ્યાના મહાક્ષોભને પામ્યો. અબઘડી ને અબસાત! કરું આતમઘાત... વળી વિચારી એવી વાત, હું પામ્યો છું જે સંતાપ એથી ઝાઝો હોય નહીં ત્રિલોકમાં પરિતાપ!

આપણે તો જાણતાં નથી, પણ આગળવારીનું એમ કહેવાય છે કે સાવિત્રીએ એક નહીં... બે નહીં... બાર બાર મેઘનાં અફાટ પાણી પોતાની છીપમાં ઝીલ્યાં! એનાં નેત્રો આહલાદની પૂર્ણ અવધિએ વિસ્ફારિત થયાં કે તુરંત વીજકડાકો થયો ને સામાજિકોની મતિ સંબંધે પરપુરુષ કહેવાતો સત્યવાન તત્ક્ષણ આકાશમાર્ગે સિધાવી ગયો. દૂર અનંત આકાશમાં એક વાદળું સરકી રહ્યું. અહીં, પૂર્વે પોતાને છબીલો ધારતો સાવિત્રીનો વર, એમ કહેતાં તે જાંબુવાન છોભીલો થઈને પોતાની અંદર પડેલા મૃતવપુના ભાલ ઉપરથી રતિશ્રમજન્ય પ્રસ્વેદને લૂછી રહ્યો. એવે વખતે પોતાના વરને વિજયી ને મરક મરક મરકી રહેલો જાણતી એવી સાવિત્રી પથારીમાં પડ્યે પડ્યે જ દરવાજાની અવરબાજુ બની અવળું ફરીને સૂઈ ગઈ. અહીંકણે, એણે કહેતાં જાંબુવાનની વહુએ પગની આંટી મારી દીધી. હોઠ એવી રીતે ભીડ્યા કે અંદરનો આગળો આપોઆપ દેવાઈ ગયો....!

Latest revision as of 05:24, 24 June 2024

અભિસાર

સાવિત્રીએ બેય પગની આંટી મારી દીધી. હોઠ એવી રીતે ભીડ્યા કે અંદરનો આગળો આપોઆપ દેવાઈ ગયો. જીભ તરત જ એની પાછળ ધક્કો મારતી ચપોચપ ચોંટી ગઈ. ઢીમ થઈ જાય એમ એણે કપાળ સંકોચ્યું. પાંપણો ચુસ્ત રીતે બીડીને ડોળા અંધારા કૂવામાં ડબકાવી દીધા. અદબ તો એવી વાળી અદ્દલ મડાગાંઠ. સકળ કામનાઓ ઊમટીને નાભિ મધ્યે થીજી ગઈ. શરીર ઉપરથી કીડીઓની વણઝાર ચાલી જાય તોય ખબર ન પડે એમ કાષ્ઠવત્ પડી રહી. એનો વર કોઈ કિલ્લાના તોતિંગ દરવાજા તોડવા કૉશ લઈ વૃત્તિવશ ઉધમાત કરતો રહ્યો. ઘડીમાં અગ્રભાગે આવેલા ફૂલબુટ્ટા પર શક્તિપાત કરે તો વળતી જ ક્ષણે એમાં જડેલાં કડાં ઉપર. છેવટે ડોકાંબારીને જ હલ્લાનું નિશાન બનાવીને એ ઝૂઝવા લાગ્યો. એનો અંતર્ભાવ એવો કે એક વાર પણ જો આ કિલ્લાના દુર્ગમ એવા અધિપતિપદે અભિષેક થઈ જાય તો સાવિત્રીને ઇષ્ટ એવું ઈત્ર છાંટીને મ્હેક મહેક અને મ્હેક કરી મૂકું. મધ્યરાત્રિ લગી એ અથડાતો રહ્યો. પણ બારીએ મચક આપી નહીં ને એ છટપટ કરતો છેવટે નિદ્રાને પામ્યો. એ ઘોંટી ગયો એટલે સાવિત્રી કહેતાં એની વહુ ઊંડા વિચારે ચડી. આ માણસ મતલબ કે એનો વર પોતાને દૃષ્ટિપાત કરવા સરખો ય મનોરમ લાગતો નથી. પણ શાસ્ત્રમાં પનારું કોને કહ્યું? એના ગાલે કાળો મસો ને પીળા-લાંબા અથડાય એવા દાંત. હોઠ લાગમાં આવે નહીં ને દાંત વાગ્યા વિના રહે નહીં. આવામાં ઘૂંટડે ઘૂંટડે પીધાં કરીએ એવાં અમરુત તો ક્યાંથી ઝરે? કહેવતમાં કીધું છે કે ધુમાડાને તરભાણે ભરવો દોહ્યલો. બધી રોમરાઈ ખડી થઈ જાય ને પગનાં તળિયામાં આળાશ ઊગી આવે, કર્ણમૂલે મીઠા-મધુરા વાયરા વાય ને પોતે યાને સાવિત્રી, એના વરને મનગમતા ફૂલની કળી થઈ જાય. એક પછી એક પંખુડી હળુહળુ ખૂલે ને ત્રિલોકમાં બધું બાગ બાગ! પણ આવું આવું તે હળાહળ કળજુગમાં થયું નથી ને થાવું પણ નથી. એ તો બાપડી ઠીંગરાઈને ઠીંકરું થઈને એમનીએમ પડી રહી ને અંદરથી અવળું ફરીને સૂઈ ગઈ. પોતે રહી સાવિત્રી એટલે સ્વાભાવિક જ અપેક્ષાની આલબેલ એમ પોકારે કે એનો વર સત્યવાન હોય. આરંભણે એણે એમ ધારેલું ય ખરું પણ પછી ધીરે ધીરે જાંબુવાન રૂપે એને ઉપરઉપરથી સ્વીકારી લેવામાં એનાં સાન-ભાને વિરોધ કીધો નહીં. કિલ્લાના દરવાજાની બે બાજુ જેવાં જાંબુવાન-સાવિત્રી એક પથારી પાથરીને સૂઈ રહેતાં. પણ, આજે તો એના વરને કંઈ ગજબનું વેન ઊપડ્યું’તું! બસ આ દરવાજો નહીં કાં હું નહીં! છેવટ જાતાં હાર્યો, થાક્યો ને પોતાના મનને વારતો ને મારતો સૂઈ ગયો. આની કોર સાવિત્રી તો ક્યારની અવળું ફરીને સૂઈ ગઈ છે ને એની સાક્ષી પૂરે છે નવલખ તારા ને થાળી સરખો ચંદરમો! જાંબુવાનના નાસિકાદ્વાર થકી ઘરરર… ઘરરર…નો અળખામણો ધ્વનિ પથારીની સીમા ત્યજીને દશે દિશામાં પ્રસરી રહ્યો છે. તેવે ટાણે, અંદરની બાજુ એટલે અત્રે સાવિત્રીના તન તથા મનને વિશે કડેડાટ કરતોકને વીજઝબકાર થયો છે ને વાદળો ગગડવા લાગ્યાં છે. પહેલપાયે તો એ કૂમળી કળી સમાન સાવિત્રી છળી ઊઠી. આ બધું શું ને આમ કારમુંક કેમ ઊમટી પડ્યું છે? એના આવા પ્રશ્નનો ઉત્તર તો જડશે ત્યારે જડશે પણ પેલે પારથી ઝૂંડેઝૂંડ વાદળો ધસી રહ્યાં છે ને પર્વતો ક્યારનાય ધુમ્મસિયા મુગટો પહેરવાને લલચાતા ઊંચાનીચા થઈ રહ્યા છે. એણે તો બાપલિયા, અંતસ્તલ લગી સળવળાટ થવા લાગ્યો… ને કોઈ પૂછે તો ખરું કે ધરતીસમગ્રને શું થાય છે? એ તો વાલામૂઈ! જાણે બધું જ અંદર ઉતારી દેવું હોય એમ મોકળે મને આળસ મોડે છે! ત્યાં તો કુદરતને કરવું ને દેવદીધા વરદાન જેવું એક રૂપેરી વાદળ દૂરથી આવી રહ્યું છે. પળવારની યે ધા’ણ નહીં ને નાના પ્રકારના આકારો ધારણ કરતું, વિખેરતું ને ફરી ફરી ધારણ કરતું અકળ ગતિએ ધસી રહ્યું છે. એની ગતિ કળવાનું મોટા મોટા અવધૂતો ને જતિસતિની કુંડળીમાંય હોય તો હોય! ત્યાં આવડી અમથી સાવિત્રીનાં તે વળી શાં ગજાં? એ તો ફાટી આંખે સ્તબ્ધ થઈને નિરખી રહી છે. ગગનમંડળની ગાગરડીમાં ઘૂમતું ઘૂમતું તે વાદળ જ્યમ નિકટ આવે છે ત્યમ સાવિત્રીને સાન યા તો ભાન આવે છે કે આ સળવળતો ઉત્પાત હવે એના હાથની વાત રહી નથી. થયું કે અબઘડી ને આખેઆખી ચપટીવારમાં ઓગળી જશે ને વાદળમાં વાદળ થઈ વિખરાઈ જશે. ભીતિમાં ને ભીતિમાં એ અંતરમાં ઊતરી તો રગેરગમાં ધબકારા વાટે અંજવાસ ફરી રહ્યો’તો..… પોતાના અંતરતલમાં ઊંડે ઊંડે ઊછળી રહેલી સાવિત્રીએ આવો વલવલાટ પહેલવારુકો જોયો. આવું કંઈક થાય એ વાસ્તે તો એણે જાંબુવાનને અછોવાનાં કરવાનાં સોણાં જોયેલાં. પોતે પોતાને જ, એના ઉપર વારી વારી જાવાના, અંગનાં પાથરણાં ને ઉપાંગોનાં ઓઢણાં કરાવવાના કૉલ આપેલા. એને તો ઘણું ય હતું કે જાંબુડિયા રંગમાં પહેલાં તો ઓઢણી રંગશે પછે કંચવો ને પછે તો આખેઆખી સાવિત્રી જ જાણે જાંબુવંતી…પણ આ જાંબુવાન મતલબ કે એના વરને એણે પ્રથમ રાત્રિના પ્રથમ પ્રહરમાં ઝલમલ અંજવાસે જોયો ને એનાં અંગોને હેમાળો આભડી ગયો. સાવિત્રીનામ અભેદ્ય કિલ્લો, જેના દરવાજા ફૂલ જેમ ઉઘડાવવાનું એના વરના છેલપણામાં નહીં. નસીબ પાધરું હો કે બાધરું... પણ સાવિત્રી યાને સાવિત્રી! એવાં કશામાં માને નહીં, બીજો ધણી ધારે નહીં ને કોઈના પારે ચડે નહીં. જાંબુવાન મુજ સ્વામી સાચા એવું કંઈ રટે નહીં. અવતારધર્યાની વાતની સ્ત્રીધર્મને નિભાવતે છતે સાવિત્રી કિલ્લાની અવર બાજુએ અબોટ્વ્રતનાં નીમ લઈને પડી રહી. આકાશ ભણી જોતી રહી. એ જોતી રહી ને જોતજોતાંમાં પેલા વાદળે રંગોય બદલ્યા ને રૂપોય બદલ્યાં... હર ઘડી ને હર પળે પરિવર્તનને ધરી રહેલા એ ધૂમ્રગોટમાંથી મનખાદેહની રચના પ્રગટી આવી. રચનામાંથી પુરુષ ને પુરુષ એટલે અવર કોઈ નહીં, હાજરાહજુર સત્યવાન! સત્યવાનને જોતાં વાર, સાવિત્રીએ કીધો વિચાર. પોતે થઈને જાંબુવાન સંબંધે અત્તારઘડી લગણ ઓળઘોળ થઈ નથી. વળી પાછો એણે જ સુધાર કર્યો : નથી થયો જાંબુવાન ક્યારેય એનો કામદેવ. પણ, પોતાને હૃદયવલ્લભનું પ્રગટરૂપ ધારતા જાંબુવાનના પીળા દાંત સાવિત્રીનામધારી એની વહુને અમરુત કેરા આસવથી દૂર રાખવાનું પાપ આચરતા ને વહુનું બાપડીનું શરીર આપમેળે ચીમળાઈ જતું. સ્તંભાધાર ખેંચાય ને તંબુ ફસડાઈ પડે... એટલે કે સમજ્યાં ને? ધરાશાયી થાય, એમ જાણે ધરતીના બધા પર્વતો ઢીલાઢસ થઈ જતા ને ખીણોનાં ઝરણાં તો એમનાં એમ જ થિર થઈ જતાં. જાંબુવાનની પંડછાયામાં પગ પડે એ વાર જ એના દીવડા ઓલવાઈ જતા. આ પડખે સૂતેલી સાવિત્રી જાંબુવાનને હડેહડે નહોતી કરતી એટલું અલમ્ બાકી મનમંદિરના શિખરે એના વરની ચિહ્ન-નામ-મુદ્રાવાળી ધજા ક્યારેય ફગફગી નહોતી. વચ્ચે કોઈ હોય તો ટાપસીય પૂરે પણ આ તો એકલા-અટુલા મનની વાત. પળે પળે ઝોળાની વાત. પણ સાવિત્રી જેનું નામ. બાઈ ઘણી કોઠાડાહી! આપબળે જ વરતી લીધું. અસ્ત્રીની જાત કહેવાય આ તો… નહીં કુલટા નહીં ગુણકા… આ તો રુચિશુચિના ભેદ. પાડ ઘણો મંછા તણો તે પામી ઇચ્છાવર.

*

તહીંકણેથી તંતુ આગળ ચલાવીએ તો પેલે પડખે સૂતેલો જાંબુવાન પહેલાં તો કંઈક સળવળ્યો ને પછી શરીર થયું ટટ્ટાર. ઊંઘમાં ને ઊંઘમાં એની ધખના વધી પડી. જાગ્રતિ તો હતી જોજનો દૂર… કિન્તુ ગાઢ નિદ્રામાંય એ દરવાજો ઉઘડાવવાને ઇચ્છાતુર. આ બાજુ... પેલો મેઘપુરુષ સત્યવાન દૂર રહ્યે રહ્યે સાવિત્રીનું આવાહન કરે છે. પથારીમાં સૂતેસૂતે જ, પણ સામાજિકો કહેતાં ચોખલિયા ધર્મવૃત્તિવાળાઓની દૃષ્ટિએ પરપુરુષ એવા સત્યવાનને આ સાવિત્રી અચરજે કરીને તાકી રહી. સત્યવાનના ઊર્જિત ચૈતન્યે ને કદાવર દેહે એનાં તનમનમાં ઉથલપાથલ આદરી. એનાં વિશાળ નેત્રોને અને એવાં જ વિશાલ પણ પૌરુષસભર કાંતિમય ગાત્રોને એથીય અદકી માંસલ ગંધે એને હેરી લીધી. સાવિત્રી ઇતરજનને વરે એવી આપમતલબી તો સાત જન્મારામાંય નહોતી. પરંતુ કાળે કરીને સત્યવાનનાં કામણ કને એના કોટના કોટિ કોટિ કાંગરા એક પછી એક કરતાં ખરવા લાગ્યા. અવશપણે એ ખેંચાઈ રહી… સત્યવાનના હોઠ ઉપર વાંસનો ટુકડો તો હતો નહીં! પણ સાવિત્રી રોમરોમે વિંધાવા લાગી. અદૃશ્ય એવા મોહક સૂરે એને મત્ત કરી ને એ સૂરને સથવારે નીકળી પડી. કિન્તુ આવા સંયોગોમાં, એ પોતે પ્રેમે કરીને સંચરી એમ કહેવાય…ઝાડઝાંખરાં, કાંટાકાંકરા કંઈ જ એને સ્પર્શે નહીં એટલે કે અવરોધે પણ નહીં. કેટલાંયે સમથળ મેદાનો તો એણે હલફલ હલફલ પાર કર્યા. પછી આવી નદી. સત્યકામે એક જ ફૂંકે સૂરની એવી માયા બાંધી કે સાવિત્રી પોતે સાવિત્રી નહીં, જાણે હળવી ફૂલ પનાઈ! સત્યના બળે ને કાયાના કાયદે આપમેળે તરતી જાય ને સરતી જાય. આતમજ્યોતિને અજવાળે નિસરેલી સાવિત્રી પલકવારમાં તો નદી પાર ઊતરી ગઈ. પછી તો ગાઢાં જંગલો ને પર્વતો…પણ સાવિત્રીને કોઈ વાતનો ડર નહીં ને સત્ય સિવાયનો કોઈ જ્વર નહીં. શિખર ચડતાં ચડતાં અંગારા ઉપર ચંપાયો ચરણ ને અંગાંગે અગ્નિ. મુખમાં તો શાતાધિક સર્પદંશની બળતરા. તૃષાતુર સાવિત્રીએ સત્યવાનમાં રેખ જોઈ પરિતૃપ્તિની! અગ્નિરિપુનું સાક્ષાત્ રૂપ ધરી રહેલા સત્યવાને ખડખડાટ હાસ્ય રેલાવ્યું ને પોતાના મહાબાહુનો વિસ્તાર કરીને સાવિત્રીનો સત્કાર કરતો ઊભો રહ્યો. આ પ્રકારે એ ઊભો રહ્યો એવે સમે ભગવાન આશુતોષના રોષનો શાપ પામ્યા પહેલાંના પુષ્પધન્વા શો શોભી રહ્યો. નેત્રકટાક્ષ માત્રથી સાવિત્રીનું સ્વત્વ લોપાઈ ગયું ને એના વિશાળ બાહુઓની વચ્ચે એ રમણે ચડી. હોઠ ઉપર હોઠ ચંપાયા કે તતખેવ, જે અગ્નિને ઘડીના છઠ્ઠા ભાગમાં શાતા વળવાની છે એમાં નિર્ભય અને અનાવૃત થઈને કૂદી પડી, અર્ધ નારી ને એક ઈશ્વર કે એક નારી ને અર્ધ ઈશ્વર? એ સંબંધે જાણે, જાણે તો જાણે ચતુર સુજાણ..! આ બાજુ અહોરાત અવળે પડખે સૂવા ને સાવિત્રીભોગલાલસાથી દમિત રહેવા સર્જાયેલો જાંબુવાન પોતાની ગ્રીવા ઉપર ફરી રહેલા સાવિત્રીના હસ્તકમળને જોઈ અતિશય અચંબાને પામ્યો. જનમોજનમના શાપનું નિવારણ થયું. કે પછી સાક્ષાત્ દેવી રતિ ઉત્સુકા થઈને પોતાને આકૃષ્ટ કરી રહી છે? અધુના ઘડી પર્યંત બંધ રહેલા કિલ્લાના દરવાજા મોકળા મૂકવા ગઈ ને સાવિત્રીના હાથમાં દરવાજો ઉઘાડ-બંધ કરવાનો કાષ્ઠગજ આવી ગયો. એના કામનાપૂર્ણ હાથનો સ્પર્શ થતાંની વેળ એમાં વૃત્તિસંચાર થયો ને કાષ્ઠગજનું, ઉત્તુંગ એવાં કમળદંડમાં રૂપાંતર થયું. હવે બ્હાવરી બનેલી સાવિત્રી જેને સત્યવાનનું પ્રલંબ ભાલ જાણે છે તેને મિષે જાંબુવાનના ભાલપ્રદેશને ચૂમી રહી. જાંબુવાનને આ પ્રકારે પોતાની મંછાપૂર્તિનો પ્રથમ આવિષ્કાર પ્રાપ્ત થયો. જે નેત્રોએ કટાક્ષો કરી કરીને સાવિત્રીને ઉદ્યુક્ત કરી હતી, એને વૈખરીમાં કહીએ તો ભડકાવી હતી એ નેત્રો ઉપર એણે પોતાનાં નેત્રો મૂક્યાં. સાવિત્રીને પાંપણના હીંચકે ઝુલાવી અને તેની પશ્ચાત જાંબુવાને ડોકાંબારીની ભોગળે સહેજ સખત છતાં જેને લિસ્સો પણ કહેવાય એવો સ્પર્શ કર્યો… ને ભોગળ કહેતાં સર્વ પ્રકારનાં બંધન રેશમી વસ્ત્રની ભાંતિ સરી પડ્યાં. સાવિત્રીના પગની આંટીનું વિમોચન થયું ને જેની એક પછી એક પાંખડી ખીલી ગઈ છે એવા પૂર્ણ પુષ્પસમી સાવિત્રી જાણે કે પુષ્પકે ચડીને બ્રહ્માંડને વિષે સેલ્લારા લેવા લાગી. કહો કે એને હવે કશાયની સરત ન રહી. જોમે ભરાયેલા જાંબુવાને સાવિત્રીને જામ્બુવંતી કરવા હાથ લંબાવ્યા. ઉન્મત્ત એવી સાવિત્રીએ સત્યવાનને નખશિખ બોટી લઈને ચરમ આનંદના પાગલપનનો આસવ પાયો. જાંબુવાનના ઓષ્ઠને આસવબુંદનો સ્પર્શ થયો કે તેની વાર તોતિંગ દરવાજા બુંદ બુંદ થઈ મીણની ભાંતિ પીગળી રહ્યા. સત્યવાને પ્રચંડ ઊંહકાર કર્યો ને તીવ્ર શ્વાચ્છોશ્વાસના આરોહઅવરોહે પંચભૂતના ઉત્કટ પુદગલરૂપ સાવિત્રીને કેવળ દંડને આધારે તોળી લીધી. વાદળની પેઠે સાવિત્રી અવકાશમાં તરી રહી. અચાનક વાદળાંની ગડગડાટી ને ઉપરાછાપરી વીજચમકારે આકાશ ઉજમાળુ બની રહ્યું. નિમેષમાત્રમાં બારે મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા. સત્યવાનના ગર્જન અને પાર્શ્વતેજથી ઘેરાયેલા જાંબુવાનની નજર સાવિત્રીની મદમસ્ત અધૂકડી આંખોને વિષે મંડાઈ. એની માંહી પોતાની વહુના મનમંદિરના ઉત્તુંગ શિખરે પોતે આરોહેલી ધજાનો ફગફગાટ જોવા, વળી એની માંહી પોતાનાં નામ-ચિહ્ન ને મુદ્રાયુક્ત એવા ગર્વિષ્ઠ પ્રતિબિંબને જોવાને વાસ્તે અધીર થઈ રહ્યો. નિમજ્જને કંઈ લાધ્યું, કિન્તુ હેરતનો નહીં પાર! પીળા-લાંબા દાંત ને વળી કાળો મસો જણાય નહીં ક્યાંયે! ના,... ના. આવી હોય નહીં જાંબુ કેરી છાયા. આ ન્યાળું તે તો અતરાપી ને અવર તણી છે માયા. સાવિત્રીનાં નેત્રોમાં નિજપ્રતિબિંબ નહીં નિહાળતો એવો જાંબુવાન રૌરવની પીડાને પામ્યો. એક નહીં.. બે નહીં... બાર બાર વાર અણજાણ્યા ને અણપ્રીછ્યા ઉચ્છિષ્ટને આરોગ્યાના મહાક્ષોભને પામ્યો. અબઘડી ને અબસાત! કરું આતમઘાત... વળી વિચારી એવી વાત, હું પામ્યો છું જે સંતાપ એથી ઝાઝો હોય નહીં ત્રિલોકમાં પરિતાપ!