હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ઊઘડતા હોઠના સ્પંદનમાં વિસ્તરી જાઉં: Difference between revisions

(+1)
 
No edit summary
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
<br>
<br>


<center><big><big>'''ઊઘડતા હોઠનાં સ્પંદનમાં વિસ્તરી જાઉં '''</big></big></center>
{{Block center|<poem>


{{Block center|<poem>ઊઘડતા હોઠનાં સ્પંદનમાં વિસ્તરી જાઉં  
ઊઘડતા હોઠનાં સ્પંદનમાં વિસ્તરી જાઉં  
તને ચૂમું તો હું વાતાવરણ બની જાઉં.
તને ચૂમું તો હું વાતાવરણ બની જાઉં.


Line 18: Line 18:
બહુ બહુ તો તને આંખમાં હું બંધ કરું  
બહુ બહુ તો તને આંખમાં હું બંધ કરું  
બહુ બહુ તો તને શ્વાસમાં ભરી જાઉં.
બહુ બહુ તો તને શ્વાસમાં ભરી જાઉં.
'''છંદવિધાન'''
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા
</poem>}}
</poem>}}



Latest revision as of 09:18, 29 June 2024



ઊઘડતા હોઠનાં સ્પંદનમાં વિસ્તરી જાઉં
તને ચૂમું તો હું વાતાવરણ બની જાઉં.

તને હું જોઉં તો થઈ જાઉં સ્થિર, સમયની જેમ
તને અડું તો હવામાં વહી વહી જાઉં.

તું તરવરી ઉઠે લહેરાતી ધુમ્રસેરોમાં
અને હું તારા વળાંકો ઉપર વળી જાઉં.

સુગંધને કોઈ આકાર દઈ શકાતો નથી
કળી કળીમાં તને નહીં તો કોતરી જાઉં.

બહુ બહુ તો તને આંખમાં હું બંધ કરું
બહુ બહુ તો તને શ્વાસમાં ભરી જાઉં.

છંદવિધાન
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા