હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/નજરના તાર ઉપર તારા તું ચલાવ મને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''નજરના તાર ઉપર તારા તું ચલાવ મને '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 09:14, 29 June 2024



નજરના તાર ઉપર તારા તું ચલાવ મને
પડી જો જાઉં તો પાંપણ વડે ઉઠાવ મને

મિલનનો વર્ષોમાં આવે છે જે એ અવસર છું
તું તારા હોઠનાં ફૂલો વડે સજાવ મને.

છું કોઇ સ્વપ્નનાં દૃશ્યો નયનમાં સાચવી રાખ
ગમે છે બહુ તને એ લય છું ગુનગુનાવ મને.

ઊડી જઈશ બહુ અંગત પળેાની સૌરભ છું
તું વાતવાતમાં હોઠો ઉપર ન લાવ મને

પલકમાં તારી નિકટ છું અને પલકમાં નથી
જરાક સાચવી આંખોમાં પટપટાવ મને