હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/જેમ પલકાવે એ પાંપણ આપણે પલકાઈએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''જેમ પલકાવે એ પાંપણ આપણે પલકાઈએ '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 09:46, 29 June 2024



જેમ પલકાવે એ પાંપણ આપણે પલકાઈએ
આપણે એથી વધુ આપણને શું સમજાઈએ.

એ લખે કે ના લખે આપણને વહેતા જળ ઉપર
જેટલું એ વાંચે એને એટલું વંચાઈએ.

એને ખળખળવું હો તો પથ્થરમાં પણ એ ખળખળે
આપણે જળમાં ય એના ભીંજવ્યા ભીંજાઈએ.

એની મરજી હો તો સરીએ પાન પરથી ઓસ જેમ
સરતાં સરતાં એને જોવા પળ બે પળ રોકાઈએ.

રંગ કે ફોરમ કે આ કુમળાશની વાત જ નથી
એને ગમીએ એમ ખીલીએ તો ખીલ્યા કહેવાઈએ.